બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નાણાંકિય સાક્ષરતા અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Tue, 12, 2017 પર 12:27  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે હું આપનું સ્વાગત કરુ છું. મની મેનેજરમાં આજે વાત કરીશું ફાયનાન્શિયલ લિટર્સી અંગે, જાણીશુ તેનુ મહત્વ અને લઇશું દર્શકોના સવાલ.

મની મેનેજર દરેક પ્રંસગો પ્રમાણે તમારા નાણાંકિય જીવનનાં હિતમાં તમને રોચક જાણકારી આપે છે ત્યારે હાલમાં જ 8 સપ્ટેમ્બરે આપણે વર્લ્ડ લિટરસિ ડે ઉજવ્યો છે તો આજે આપણે મની મેનજરમાં વાત કરીશું ફાયનાન્શિયલ લિટરેસી અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે યૌગિક વેલ્થના લેખક અને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે દરેક વ્યક્તિને નાણાંકિય બાબતોની જાણકારી હોવી જરૂરી છે. આપણા રોકાણ અને સંપત્તિની જાણકારી રાખવી ખૂબ જરૂરી છે. નાણાંકિય સાક્ષરતા દરેક વ્યક્તિ માટે મહત્વ રહેલુ છે. બાળકો માટે પણ નાણાંકિય સાક્ષરતા જરૂરી. બાળકો નાણાંનો ખર્ચ કરતા હોય છે તો બચત પણ શીખવવી જરૂરી. ચોકલેટ બેન્કના ઉપયોગથી બાળકને બચત શીખવી શકાય.


ગૌરવ મશરૂવાલાના મતે બાળકોને આરડીમાં રોકાણ કરતા શીખવી શકાય. ટીન એજરને પ્લાસ્ટિક મની વગેરે અંગે જાણકારી રાખતા હોય છે. ટીન એજર બાળકોને હિસાબ લખવાની આદત નાખવી જોઇએ. બચત, મની મેનેજમેન્ટ જેવા કોન્સેપ્ટ ટીન એજરને શીખવવા. આરબીઆઈની વેબસાઇટ પર બાળકો માટે ઘણી સારી જાણકારી મળી શકે છે. બાળકો જેટલી સરળતાથી ખર્ચ કરી શકે એટલી સરળતાથી બેન્ક જવા જોઇએ.


ગૌરવ મશરૂવાલાના મુજબ બાળકોને બેન્કનાં વ્યવહારો અંગે જાણકારી હોવી જરૂરી છે. બાળકોને પોક્ટ મની બેન્કમાં ડેબિટ કાર્ડ ઉપયોગ માટે આપી શકાય. ભવિષ્ય કેશ લેસ ઇકોનોમીનું હોવાથી બાળકો ને રોકડા રૂપિયા આપવા ટાળવા. યુવા વયે વ્યક્તિની જવાબદારી ઘણી વધી જતી હોય છે. પતિ-પત્ની બંન્નેને દરેક રોકાણની જાણકારી હોવી જોઇએ.


ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે મહિલા માટે પણ નાણાંકિય સાક્ષરતા ખૂબ જરૂરી છે. ઘણી ગૃહિણીઓએ નાણાંકીય બાબતની જાણકારી રાખવી જરૂરી છે. જીવન સાથીને રોકાણ-સંપત્તી, લોન દરેક બાબતની જાણકારી હોવી જોઇએ. સિનિયર સિટિઝનને ઓનલાઇન બેન્કિંગ માટે થોડી સમસ્યા થતી હોય છે. સિનિયર સિટિઝનને ઓનલાઇન બેન્કિંગ અંગે સાક્ષરતા જરૂરી છે.

સવાલ: ચિરાગ પરમારે એટીસી કોઇનમાં રોકાણ કરવું જોઇએ?

જવાબ: ચિરાગ પરમારને સલાહ છે કે બિટ કોઇન ઓન લાઇન કરન્સી છે. ગવર્નમેન્ટ રેગ્યુલેટન કરી હોય તેવા રોકાણ ન કરવા.

સવાલ: મિતેશે પૂછ્યું છે કે બિરલા સન લાઇફ સ્મૉલ એન્ડ મિડકેપ ફંડ ગ્રૉથ પ્લાનમાં અને મિરાજ ઈમરજીંગ બ્લુ ચિપ ફંડમાં રૂપિયા 1-1 હજારનું રોકાણ શરૂ કર્યું છે. શું આ રોકાણ યોગ્ય છે?

જવાબ: મિતેશને સલાહ છે કે રોકાણ ધ્યેયને આધારે કરવા જરૂરી છે. લાંબાગાળાના ધ્યેય માટે ઇક્વિટીમાં રોકાણ કરી શકાય. ટુંકાગાળાના ધ્યેય માટે ડેટમાં રોકાણ કરી શકાય.

સવાલ: ભાવિન પટેલનો  તેમણે લખ્યુ છે કે તેમને એસઆઈપી દ્વારા લાંબાગાળા માટે રોકાણ કરવું છે. તો આ રોકાણ ક્યા કરવું જોઇએ?

જવાબ: લાંબાગાળાનાં ધ્યેય માટે ઇક્વિટીમાં રોકાણ કરી શકાય.

સવાલ: રાજેશ પ્રજાપતિનો તેમણે લખ્યુ છે કે મારી સેલરી રૂપિયા 18000 છે. હુ માસિક રૂપિયા 4000નું રોકાણ કરી શકુ છુ તો મારે ક્યા રોકાણ કરવું જોઇએ?

જવાબ: રાજેશને સલાહ છે કે રોકાણ ધ્યેય પ્રમાણે કરવું જરૂરી છે.