બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ગોલ્ડ સોવરેન બોન્ડ વિશે ચર્ચા

ના રોજ પ્રકાશિત Mon, 07, 2017 પર 07:00  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે હું આપનું સ્વાગત કરુ છું. મની મેનેજરમાં આજે ગોલ્ડ સોવરેન બોન્ડ વિશે, તેમા થયેલા ફેરફાર પર અને દર્શકોના સવાલ.

આપણા દેશમાં આજે પણ એવા ઘણા લોકો છે જે સોનાને રોકાણ તરીકે ખરીદે છે. અને આ એક પરંપરા તરીકે લેવામાં આવે છે. કોમોડિટીનું રોકાણ અન્ય રોકાણ કરતા અલગ હોય છે અને સોનામાં જેમને રોકાણ કરવું હોય તેમના માટે સોવરેન ગોલ્ડ બોન્ડ પણ છે. હાલમાં જ તેમા થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. તો આજે જાણીએ સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા પાસેથી કે શું છે આ બદલાવ.

અર્ણવ પંડ્યાનાં મતે સોવેરેન ગોલ્ડ સ્કીમને વધુ આકર્ષક બનાવવા તેમા ઘણા ફેરફાર થઇ રહ્યાં છે. સ્કીમનો હેતુ લોકોને ફિઝિકલ સોના કરતા બોન્ડમાં રોકાણ કરતા કરવાનો છે. આ સ્કીમમાં હવે સરળતાથી રોકાણ કરી શકાશે. સોવેરેન ગોલ્ડ સ્કીમ દ્વારા રોકાણકાર પેપર ગોલ્ડમાં રોકાણ કરી શકે છે. રોકાણકારો કોઇ પણ સમયે આ સ્કીમમાં રોકાણ કરી શકશે.


રોકાણની મર્યાદા 500ગ્રામ/ વ્યક્તિ, પ્રતિ વર્ષ હતી. હવે વાર્ષિક 4 કિલોની મર્યાદા નક્કી કરાઇ છે. ગોલ્ડબોન્ડ પર વ્યાજનું વધારાનું વળતર મેળવી શકાશે. સોનાનાં ભાવમાં ફેરફાર પ્રમાણે મેચ્યુરીટી વખતે વળતર મળશે. રોકાણકાર સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રોકાણ કરી શકે છે. એનએસઈ, બીએસઈ અને એજેન્ટ દ્વારા પણ રોકાણ કરી શકાશે.


આ બોન્ડની સમયમર્યાદા 8 વર્ષની છે. 5 વર્ષ પછી લિક્વિટીનો લાભ પણ લઇ શકાય છે. બોન્ડ પર મળતુ વ્યાજ તમારી આવક ગણાશે જે કરપાત્ર રહેશે. બોન્ડની મેચ્યુરીટી પર થતો કેપિટલ ગેઇન કરમુક્ત રહેશે. જો બોન્ડ મેચ્યુરીટી પહેલા વેચી દેવામાં આવેતો કેપિટલ ગેઇન કરપાત્ર રહેશે. ગોલ્ડ ETFની સરખામણીએ સોવેરેન ગોલ્ડ બોન્ડ વધુ આકર્ષક. વળતર માટે રોકાણ કરનારા ગોલ્ડ બોન્ડ તરફ વળી રહ્યાં છે. પેપર ગોલ્ડમાં રોકાણ ફિઝિકલ ગોલ્ડની સરખામણીમાં સલાહભર્યું.

સવાલ: અમદાવાદથી સંદિપ પટેલનો ઈમેઈલ આવ્યો છે, તેઓ લખે છે મારે વાર્ષિક ₹1 લાખનું રોકાણ કરવું છે મ્યુચ્યુઅલ ફંડમાં, તો સ્મોલકેપ કે ELSS ક્યો સારો ઓપ્શન રહી શકે?

જવાબ: સંદિપભાઇને સલાહ છે કે ઈએલએસએસ ટેક્સ સેવિંગ માટે સારો રોકાણનો વિકલ્પ બની શકે. ઈએલએસએસમાં 3 વર્ષ માટે નાણાં લોકઇન થાય છે. ઈએલએસએસ ટેક્સમાં રાહત સાથે ઇક્વિટી એક્સપોઝર આપશે.

સવાલ: અમરિશ શેઠનો ઈમેઈલ છે, તેઓ લખે છે, મારે બાળકોના ભણતરના ધ્યેય માટે SIPમાં રોકાણ કરવું છે તો કેવી રીતે કરી શકાય? કોઈ ચાઈલ્ડ સ્કીમ હોય છે કે સામાન્ય SIP જ કરવી જોઈએ?

જવાબ: અમરિશભાઇને સલાહ છે કે રોકાણનો નિર્ણય રોકાણના સમયગાળા પ્રમાણે કરવો જોઇએ. બેલેન્સ ફંડમાં રોકાણ કરી બાળકો માટે ભંડોળ ભેગુ કરી શકાય.

સવાલ: શૈલેશ ઠાકેચા લખે છે, મને 5 થી 10 વર્ષ માટે 1 લાખનું રોકાણ કરવું છે, તો ક્યા કરી શકાય જેથી સારૂ વળતર મળે.

જવાબ: શૈલેશભાઇને સલાહ છે કે રોકાણ તમારા નાણાંકિય ધ્યેયને આધારે કરવું. લાંબાગાળાનો સમયગાળો હોવાથી ઇક્વિટી ફંડમાં રોકાણ કરી શકાય.