બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: બજારની ટોચથી રોકાણની રણનિતી વિશે ચર્ચા

ના રોજ પ્રકાશિત Thu, 20, 2017 પર 13:10  |  સ્ત્રોત : CNBC-Bajar

શોનું નામ જ તેનો અર્થ સમજાવે છે. દરેક કંપનીને મેનેજ કરવા તેના મેનેજર હોય છે અને તેવી જ રીતે તમારા નાણાંને મેનેજ કરવા મની મેનેજર છે. તો શરૂ કરીએ ફરી એક નવો ટોપિક, નવા એપિસોડ સાથે. મની મેનેજરમાં આજે બજારની ટોચથી રોકાણની રણનિતી વિશે, ક્યાં કરવું રોકાણ? અને કંઈ વાતોનું રાખવું ધ્યાન?

જેમ ગયા એપિસોડમાં જ આપણે વાત કરી હતી કે ક્યા મુદ્દાઓ તેવા છે જે તમારા નાણાંને અસર કરી શકે છે બજારના ઉચ્ચતમ સ્તર પર હોવાથી. જેમા આપણે વાત કરી હતી બિઝનેસના બેઝિક પ્રિન્સીપલ્સ વિશે. ત્યારબાદ તેના મૂળભુત મુદ્દાઓ ક્યા હોય છે તેના વિશે. તેમજ લમસમ રોકાણ કરવું હોય તો શું ધ્યાનમાં રાખવું જેવી બાબતો પર. અને આજે ફરી આ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

ક્યારેક વધારે માહિતી સમસ્યા સર્જતી હોય છે. જ્યારે બજાર ઉપર ચઢે ત્યારે એસ્ટિમેટના આંકડા ખુબ વિવિધ આવતા હોય છે. બજારના ચઢાવ પર ચર્ચાઓ ઘણી થતી હોય છે. માર્કેટ એનાલિસીસી અને એક્સપર્ટને આંખો બંધ કરી ન અનુસરવા જોઈએ. માર્કેટ એનાલિસીસી અને એક્સપર્ટના મત વિવિધ જરૂરીયાત પ્રમાણે અલગ બને છે. માર્કેટના આંકડા ખોટા નથી હોતા પણ દરેક વસ્તુ તમને લાગુ ન પણ પડી શકે.

ઓલટાઈમ હાઈથી રોકાણમાં ધ્યાનમાં રાખવું. જો ટર્નઓવર/ ગ્રોથ 10%, પ્રોફિટ 20% અને બિઝનેસ સાઇકલ વર્ષ 4-7. વિવિધ ઈન્ડસ્ટ્રીમાં નાણાં ન રોકવા. વિવિધ સેક્ટરમાં નાણાં ન રોકવા. એસેટ એલોકેશન નક્કી કરવું. ઈન્વેસ્ટમેન્ટ માટે સ્ટ્રેટજી નક્કી કરવી જોઈએ.

બ્લુચિપ પોર્ટફોલિયોમાં રોકાણ કરી શકાય. બ્લુચિપ કે લાર્જકેપ કંપનીઓમાં માર્કેટ ફોલ સમયે ઓછી અસરમાં રહે છે. મિડ-સ્મોલ-માઈક્રોકેપમાં 40% આસપાસ પોર્ટફોલિયોથી વધારે ન રાખવા. પીએનએસમાં રોકાણ કરી શકાય અને તેમાં રોકાણ સમયે સ્ટડી કરી નાણાં રોકવા. આંતર રાષ્ટ્રીય બજારના પોર્ટફોલિયોમાં રોકાણ કરી શકાય.

ડાઈરેક્ટ રોકાણ ન કરવું જોઈએ વધારે રિસ્ક રહે. આર્બિટ્રાજ ફંડમાં રોકાણ ટેક્સ ફ્રિ રહે છે. આર્બિટ્રાજ ફંડમાં માર્કેટ ઘટતા કેપિટલ લોસ થઈ શકે છે. ચાલુ એસઆઈપી બંધ ન કરવી. એસઆઈપી ધ્યેય અને કારણસર ચાલુ કરવું જોઈએ. બજારના ચડવાનું કે ઉતરવાની અસર તમારા એસઆઈપી રોકાણમાં ન થવી જોઈએ. એસઆઈપીનું વળતર તમને તમારા ધ્યેયના વર્ષે દેખાશે તરત જ નહિં. એસઆઈપી કરવા માટે દરેક સમય યોગ્ય છે.

લમસમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ- સીધુ રોકાણ જોખમી રહે. સ્પ્રીંકલિંગ રોકાણ સારુ. આર્બિટ્રેજ ફંડ30% ઈક્વિટી. બેલેન્સ્ડ ફંડ - 65% ઈક્વિટી.

એસઆઈપી થકી રોકાણ - ધીમા દરે વેલ્થ બનાવવી. સમગ્ર પોર્ટફોલિયો પર 15%. વળતર મળવું જોઈએ. રિટર્ન ચોક્કસ ન રહે. સતત ચકાસતા ન રહેવું. નિશ્ચિત સમયે ચકાસવું. 4-6 વર્ષે પ્રોફિટ બુક કરી શકાય. સ્ટેપ અપ, ફ્લેક્સી કે પાવર એસઆઈપી.

એસઆઈપી થકી સરળ રોકાણ - વાર્ષિક 10% રોકાણ વધારવું. 1 લાખ માસિક ધોરણે રોકતા 15%ના વળતરથી 51 કરોડ આસપાસ વળતર મળે. પાવર એસઆઈપી ફોર્મ્યુલા સારો ઓપ્શન છે. મલ્ટીપલ એસઆઈપી થકી વધારે નાણાં મળી શકે. સમગ્ર કેશફ્લો રોકાતા નાણાંનો સારો ઉપયોગ થયો કહી શકાય.