બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનજર: બૉન્ડમાં લાંબા ગાળાનાં રોકાણ અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Wed, 21, 2017 પર 07:20  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારૂ નાણાંકીય આયોજન સફળ થાય અને તમે સુખી અને સમૃધ્ધજીવન જીવી શકો એ માટે તમને ઉપયોગી એવી નાણાંકીય આયોજનની માહિતી સાથે હાજર છુ આજના મની મેનેજર શોમાં. મની મેનેજરમાં આજે વાત કરીશુ બૉન્ડમાં લાંબા ગાળાનાં રોકાણ અંગે, બૉન્ડમાં રોકાણ કઇ રીતે બની શકે બેસ્ટ સ્ટેટ્રજી અને દર્શકોનાં સવાલ.

લાંબાગાળાનું રોકાણ હંમેશા હિતાવહ હોય છે આ વાત અમે મની મેનજર દ્વારા તમને ઘણી વાર કહીએ છીએ. તો આજે પણ આપણે વાત કરીશુ એક લાંબા ગાળા માટેનાં ઇનવેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટની જે તમારે માટે ફિકસ્ ઇનકમ ઉબી કરી શકે છે.


એટલે કે આજે  વાત કરીશુ લોન્ગ ટર્મ બોન્ડ ઇનવેસ્ટમેન્ટ કઇ રીતે ફિકસ ઇન્કમ માટે રોકાણની શ્રેષ્ઠ રીત બની શકે છે તે અંગે. અને વધુ માહિતી આપવા આજે આપણી સાથે જોડાયા છે. ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે લોન્ગ ટર્મ બૉન્ડ વિશે ઘણા ઓછા લોકો માહિતી ધરાવે છે. ફિક્સ ઇનકમ ઇચ્છતા લોકો માટે લોન્ગ ટર્મ બૉન્ડ બેસ્ટ રહેશે. લોન્ગ ટર્મ બૉન્ડ પર નહીવત ટેક્સ લાગતો હોય છે. બૉન્ડનાં રોકાણમાં જોખમ ઓછુ છે અને ફેડી કરતા વધુ વળતર મળી શકે છે.


5 વર્ષ કરતા વધુ સમયને લાંબો સમયગાળો ગણી શકાય. લોન્ગ ટર્મ બૉન્ડમાં રોકાણથી કેપિટલ ગેઇનનો લાભ મળી શકે છે. લોન્ગ ટર્મ બૉન્ડમાં રોકાણ પહેલા પુરતી માહિતી મેળવી લેવી જરૂરી. લોન્ગ ટર્મ બૉન્ડથી 12%નું વળતર મળવાની સંભાવના છે.


ફિક્સ ઇનકમ મેળવવા ઇચ્છતા લોકો માટે લોંગ ટર્મ બૉન્ડમાં રોકાણ હિતાવહ. બૉન્ડમાં રોકાણમાંથી તમે સરળતાથી બહાર પણ આવી શકો છો. બૉન્ડએ છેલ્લા થોડા વર્ષોમાં ખૂબ સારા રિટર્ન આપ્યા છે. 1 વર્ષમાં 14 થી 18% રિટર્ન નોંધાયુ છે.


3 વર્ષમાં 11-13% રિટર્ન નોંધાયુ છે. 5 વર્ષમાં 9-11% રિટર્ન નોંધાયુ છે. બેન્કનાં વ્યાજ દર ઘટતા બૉન્ડ પર મળતુ વળતર વધે છે. લોન્ગ ટર્મ બૉન્ડ પર ટેક્સ લોગ કેપિટલ ગેઇન મુજબ લાગે છે. લોન્ગ ટર્મ બૉન્ડ પર ઇન્ડેકસેશનનો લાભ મળી શકે છે. લોન્ગ ટર્મ બૉન્ડ પર નહીવત ટેક્સ લાગે છે.

સવાલ: ઇમેલ છે મનિષભાઇ પટેલનો. તેમણે મ્યુચ્યુઅલ ફંડ અને એસઆઈપી અંગે જાણકારી માંગી છે અને વધુમાં પુછયુ છે કે મારે ₹5000નું રોકાણ મ્યુટ્યુઅલ ફંડમાં શરૂ કરવું છે, મારો હેતુ સારા વળતરનો છે, તો કઇ રીતે રોકાણ કરવું?

જવાબ: મનિષભાઇને સલાહ છે કે લાંબાગાળાનાં ધ્યેય મેળવવા માટે એમએફમાં એસઆઈપી ઉત્તમ માર્ગ છે. રોકાણ સતત કરવાથી મોટુ ભંડોળ ભેગુ થઇ શકે છે. 25 વર્ષમાં ₹1.5 થી 2 કરોડ ભેગા થઇ શકે છે.

સવાલ: જીજ્ઞેશ કિકલોતરે પુછયુ છે કે ગ્રોથ પ્લાન અને ડિવિડન્ડ પ્લાનમાં શું તફાવત હોય છે?

જવાબ: જીજ્ઞેશભાઇને સલાહ છે કે ઇક્વિટી ફંડનું રોકાણનું વળતર સતત વધતુ રહે છે. ડિવિડન્ડ ફંડનું રોકાણ વળતર આપણે એક વખત મેળવી શકીએ છીએ. ગ્રોથમાં રોકાણ સતત વધતુ રહે છે. 3 વર્ષથી વધુ સમયગાળા માટે ગ્રોથમાં રોકાણ કરવું હિતાવહ. ગ્રોથ ફંડમાં રોકાણ વધુ હિતાવહ છે.