બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: રોકાણની મર્યાદા વિશે ચર્ચા

ના રોજ પ્રકાશિત Tue, 08, 2017 પર 07:30  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ પણે કરાવતું આયોજન. હું આપસૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. એક નવા ટોપિક સાથે. મની મેનેજરમાં આજે રોકાણની મર્યાદા વિશે, ક્યુ રોકાણ કેટલું કરવું અને દર્શકોના સવાલ.

ગુજરાતીમાં કહેવત છે, કે અતિની કોઈ ગતિ નથી હોતી. દરેક વસ્તુ તેની મર્યાદામાં હોય ત્યાં સુધી જ સારી લાગે. તે વાત તમારા રોકાણમાં પણ લાગુ પડે છે. આજે આપણે વાત કરીશું કે તમારા રોકાણને તમારે કેટલા કંટ્રોલમાં રાખવા જોઈએ અને તેની લિમીટ કેવી રીતે સેટ કરી શકાય તેના વિશે.. અને તે ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.

દરેક સ્થાને રોકાણની એક મર્યાદા હોય છે. લગભગ દરેક પાસે એક તો સેવિંગ એકાઉન્ટ હોય છે. ઘણા લોકો પાસે એક કરતા વધારે સેવિંગ એકાઉન્ટ હોય છે. જોબ સ્વીચ સાથે એકાઉન્ટ પણ સ્વીચ થતા હોય છે. વધારે સેવિંગ એકાઉન્ટને મેનેજ કરવા પણ મુશ્કેલ બની જતા હોય છે. મોટાભાગના સેવિંગ એકાઉન્ટમાં 4% વ્યાજ મળે છે.


બૅન્ક જ્યારે મિનીમમ બૅલેન્સ બદલે ત્યારે જો ખ્યાલ ન હોય તો ચાર્જ લાગે. દરેક એકાઉન્ટને યોગ્ય રોકાણ સાથે લિંક કરવા જોઈએ. દરેક રોકાણ માટે એક જ એકાઉન્ટનો ઉપયોગ કરવો. એકાઉન્ટને તેના ઉપયોગ પ્રમાણે વિભાજીત કરી શકાય.

મ્યુચ્યુઅલ ફંડ પહેલાથી ડાઈવર્સિફાઈડ રોકાણ છે. મ્યુચ્યુઅલ ફંડ લેતા સમયે જોવું કે વધારે ફંડ ન લેવા. દરેક ફંડને તેના સેક્ટર પ્રમાણે ડિવાઈડ કરી લેવા. એક જ પ્રકારના ફંડમાં વધારે સ્ક્રિપ્ટ લેવાનો ખાસ ફાયદો નથી થતો.

ઈન્શ્યોરન્સ પોલિસીની ફિક્સ ટર્મ હોય છે. જેટલી વધારે પોલિસી તેટલું વધારે પ્રિમીયમ. એક સમયે પોલિસીની ખરીદારી કરતા તેના પ્રિમીયમનો સમય એક જ રહે છે. ઈન્શ્યોરન્સ લેતા સમયે તેની લિમીટ જોવી જરૂરી. વધારે પોલિસી કરતા મોટું કવર લેવું જરૂરી છે. ટેક્સ બચાવવા માટે ઈન્શ્યોરન્સ ન લેવું જોઈએ.

ફિક્સ્ડ ડિપોઝીટ જરૂરીયાત પ્રમાણે લેવું જોઈએ. ફિક્સ્ડ ડિપોઝીટમાં નાણાં રોકતા તેનું કાર્ય પૂર્ણ નથી થતું. ફિક્સ્ડ ડિપોઝીટમાં નાણાં રોક્યા બાદ તેને મોનિટર કરવું જરૂરી. ફિક્સ્ડ ડિપોઝીટમાં વ્યાજને ચકાસતા રહેવું જરૂરી. એક થી વધારે ફિક્સ્ડ ડિપોઝીટ હોય તો તેની મેચ્યોરિટીની તારીખ જોવી.

સવાલ: મયંક રમેશ થાણાવાળાનો પુનેથી સવાલ છે, તેઓ લખે છે, ધારો કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ, દાખલા તરીકે "કોટક"નું લઈએ તો SIP તેમના બધા ફંડ માટે કોમન હોય કે ફંડ-વાઇઝ અલગ- અલગ હોય?

જવાબ: મયંકભાઈને સલાહ છે કે કોઈપણ SIP તેના સ્પેસિફિક ફંડમાં થતી હોય છે. ફંડનું રોકાણ તેના પોર્ટફોલિયો પ્રમાણે થાય છે. દરેક ફંડનું રોકાણ અને એક્સપોઝર અલગ-અલગ હોય છે.

સવાલ: વિનોદભાઈ પટેલનો સવાલ આવ્યો છે. તેઓ લખે છે મારી પાસે બે લાખનું સર્ટિફિકેટ પાકે તો કયાં રોકાણ કરી શકાય?

જવાબ: વિનોદભાઈને સલાહ છે કે જો તમારે ફરી ડૅટ રોકાણ કરવું હોય તો ઘણા ઓપ્શન છે. બજારમાં ઘણા બોન્ડ અને ડિબેન્ચર આવતા હોય છે તો તેમા પણ રોકાણ કરી શકાય.