બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: પ્રધાનમંત્રી વય વંદન યોજના વિશે ચર્ચા

ના રોજ પ્રકાશિત Sat, 05, 2017 પર 17:05  |  સ્ત્રોત : CNBC-Bajar

બચત, રોકાણ અને વળતર. આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારુ જ આવે છે. ત્યારે આજે ફરી એક નવા ટોપિક સાથે તમને સારા વળતરની જાણકારી આપવા હું આપનું સ્વાગત કરુ છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે પ્રધાનમંત્રી વય વંદન યોજના વિશે, શું છે આ યોજનાનો ઉપયોગ અને દર્શકોના સવાલ પણ લઈશું.

હાલમાં જ વડીલોને મોદી સરકારે ભેટ આપી છે. તેમના માટે ખાસ પેંશન યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજનાનું નામ પ્રધાનમંત્રી વય વંદન યોજના રાખવામાં આવ્યું છે. આ સ્કીમ મુજબ 10 વર્ષ માટે 8 ટકા વ્યાજ મળશે. અને આ સ્કીમ 3 મે 2018 સુધી ચાલું રહેશે. તો શું છે આ સ્કીમની વધારે વિગતો તે જણાવવા આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.

આ યોજનામાં 10 વર્ષ સુધી વ્યાજ ફિક્સ છે. આ યોજનામાં કોઈ મહત્તમ એન્ટ્રી લિમીટ નથી. આ યોજનામાં 60 વર્ષથી વધારે ઉંમરના લોકો ભાગ લઈ શકે છે. આ યોજના એલઆઈસીના માધ્યમથી પણ મેળવી શકો છો. આ યોજનામાં રોકાણ ઓનલાઈન કે એજન્ટના માધ્યથી કરી શકો છો. યોજનાનું વળતર માસિક 8% અને વાર્ષિક 8.3% છે. યોજનામાં રોકાણ મર્યાદા ઓછામાં ઓછું રોકાણ 1.5 લાખ અને વધારેમાં વધારે રોકાણ 7.5 લાખ છે.


આ યોજનામાં લિમીટ માત્ર એક વ્યક્તિ માટે નહિં પણ સમગ્ર પરિવાર માટે છે. ઓછામાં ઓછું વળતર માસિક 1000 છે અને વાર્ષિક 12000 છે. વધારેમાં વધારે વળતર માસિક 5000 છે અને વાર્ષિક 60000 છે. રોકાણકારના મૃત્યુથી રોકાણની રકમ નોમિનીને મળે છે. મેડિકલ ઈમરજન્સીમાં રોકાણના 98% રકમ પરત મળી શકે છે. આ પોલિસી સામે લોન લઈ શકાય છે જે 3 વર્ષ પછી મળી શકે. આ લોનની રકમ રોકાણના 75% થી વધારે ન હોવી જોઈએ.

સવાલ: સરકારી નોકરી કરું છું.મારો પગાર ૫૦૦૦૦/મહિના છે.મારા કુટુંબ માં ૨ બાળકો ને મારી પત્ની તથા મમ્મીપપ્પા એમ ૬ વ્યક્તિ છે.મારે ભવિષ્ય ના ખર્ચે ને ધ્યાને રાખી કઈ રીતે પ્લાનિંગ કરવું જેથી ખર્ચા ને પહોંચી વળાય. બાળકોના અભ્યાસ તેમના લગ્ન ને ભવિષ્ય ના ખર્ચ ને પહોચી વળાય. હું અત્યારે ૩૧ વર્ષ નો છું. મારા બાળકો ૫ વર્ષના છે. મારે મહિને ક્યાં ને કેટલું રોકાણ કરવું જોઈએ જેથી હું ભવિષ્યના ખર્ચ ને પહોંચી વળું. અત્યારે હું ૧૦૦૦૦ / મહિના એ પોસ્ટ માં રીકરિંગ કરું શું. મ્યુચ્યલ ફંડ માં ક્યાં સ્પેસિફિક ફંડ છે જે સારું રીટર્ણ આપે.

જવાબ: નવનીતભાઈને સલાહ છે કે ટર્મ પોલિસીનું મોટુ કવર લેવું જોઈએ. હેલ્થ ઈન્શ્યોરન્સ લેવું અનિવાર્ય છે. તમારા નાણાંકિય ધ્યેય ફિક્સ કરવા જરૂરી છે. તમારા નાણાંકિય ધ્યેયના આધારે રોકાણ કરવું જોઈએ. ધ્યેય નક્કી કરવામાં એક રકમ ચોક્કસ કરવી જોઈએ. ધ્યેયની રકમ સાથે તેનો સમય પણ નક્કી કરવો જોઈએ. 10,000નું સેવિંગ એ ડેટ રોકાણ છે. નાની ઉંમરે રોકાણમાં થોડું જોખમ લેવું જોઈએ. ઈક્વિટી ફંડમાં લાર્જકેપ અને મિડકેપ ફંડમાં રોકાણ કરી શકાય.