બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: કાળા નાણાં પર ખાસ ચર્ચા

ના રોજ પ્રકાશિત Wed, 09, 2016 પર 18:26  |  સ્ત્રોત : CNBC-Bajar

આપણા જીવનમાં કોઈ વસ્તુ ખુબ મહત્વની હોય અને જે જીવવા માટે ખુબ અનિવાર્ય હોય તો તે છે નાણાં. આજે દેશના દરેક નાગરિકને નાણાંની સમજ અને મુલ્ય રાતો રાત સમજાઈ ગયું હોય તેવી પરિસ્થિતી સર્જાઈ છે. વડાપ્રધાન મોદીનું એક પગલું આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય અને સમગ્ર દેશમાં દોડધામનો વિષય બની ગયું છે. આજના મુદ્દામાં ઘણી વાતો એવી પણ છે જે અફવા છે અને ઘણી વાતો એવી પણ છે જેને નાનામાં નાનો માણસ પણ નકારી ન શકે. કાળા નાણાંની આ પહેલ પર ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ફૂલસર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.


કલ્પેશ આશરનું કહેવું છે કે 500 અને 1000 રૂપિયાની નોટ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી છે. 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી નોટ જમા કરાવી શકાશે. બેન્ક, પોસ્ટ ઑફિસ ખાતામાં જૂની નોટ જમા કરાવી શકાશે. જમા કરાવ્યા બાદ ફરી પૈસા નિકાળી શકાશે. શરૂઆતી દિવસોમાં પ્રતિ દિવસ 10 હજાર અને પ્રતિ સપ્તાહ 20 હજાર રૂપિયાની સીમા રહેશે.


કલ્પેશ આશરનું કહેવું છે કે ધીમે-ધીમે મર્યાદા વધારવામાં આવશે. આધાર કાર્ડ, પાસપોર્ટ, પાન કાર્ડ બતાવવા ફરજિયાત રહેશે. 24 નવેમ્બર સુધી રૂપિયા 4000 સુધી નોટ બદલી શકાશે. 25 નવેમ્બરથી સીમા વધારવામાં આવશે. સમયસીમાં ખત્મ થયા પછી આરબીઆઈમાં નોટ જમા કરાવવાની રહેશે. ઘોષણાપત્ર સાથે 31 માર્ચ સુધી આબીઆઈમાં જૂની નોટ જમા કરાવી શકાશે.


કલ્પેશ આશરનું કહેવું છે કે આજે અને આવતી કાલે એમટીના કામકાજ પર અસર રહેશે. આરબીઆઈ નીચેના સ્તરે રૂપિયાને ટેકો આપશે એમ લાગે છે. રિયલ એસ્ટેસમાં મોટા પ્રમાણમાં અસર થઇ શકે છે. 72 કલાક માંટે સરકારી હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, ઇન્ટરનેશન્લ એરપોર્ટ, એરલાઇન અને રેલવે કાઉન્ટર, સરકારી બસ સર્વિસ, કન્ઝ્યુમર કો-ઓપરેટિવ સોસાયટી, મિલ્ક બુથ સ્મશાન પેટ્રોલ પંપ, વિદેશી પ્રવાસીઓ માટે એરપોર્ટ પર ચાલી શકે છે.


કલ્પેશ આશરનું કહેવું છે કે 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી બેન્કમાં જમા નોટ પરત લેવાનું શરૂ કરશે. પોસ્ટ ઑફિસમાં પણ નોટ પરત લેવામાં આવશે. જૂની નોટને આઈડી પ્રુફ સાથે રજૂ કરવી પડશે. જૂની નોટને આરબીઆઈમાં પરત કરી શકેશે. પ્રતિ દિવસ રીપિયા 4000 એક્સચેન્જ થઇ શકશે. એક્સચેન્જ માટે બેન્ક સ્લિપ ભરવી પડશે. જૂની નોટ ડિપોઝિટ કરવા માટે કોઇ મર્યાદા નહીં. કરેવાયસી ન હોવા પર રૂપિયા 50,000 સુધીની મર્યાદા છે. ઓવર ધ કાઉન્ટર કેસ ઉપાડવા પર રૂપિયા 10,000 પ્રતિ દિવસની મર્યાદા છે.


કલ્પેશ આશરનું કહેવું છે કે નવેમ્બર 2016 સુધી ઓવર ધ કાઉન્ટર કેસ ઉપાડવા પર રૂપિયા 20,000 પ્રતિ સપ્તાહની મર્યાદા છે. નવેમ્બર 18, 2016 સુધી એટીએમ માંથી પૈસા ઉપાડવા પર રૂપિયા 20000 પ્રતિ દિવસ પ્રતિ કાર્ડની મર્યાદા છે. નવેમ્બર 19, 2016 બાદ તે રૂપિયા 40000 પ્રતિ દિવસ પ્રતિ કાર્ડ કરાશે.