બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: માર્કેટની ઓલ ટાઈમ હાઈ પોઝીશન વિશે

ના રોજ પ્રકાશિત Thu, 18, 2017 પર 07:45  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે હું આપનું સ્વાગત કરુ છું. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું માર્કેટની ઓલ ટાઈમ હાઈ પોઝીશન વિશે, આ સમયે થતા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના ફેરફાર વિશે અને કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું?

રોકાણ અંગે દરેકને કંઈને કંઈ સમસ્યા તો હોય જ છે. ક્યુ સ્થળ યોગ્ય તો ક્યો સમય યોગ્ય આવા અનેક પ્રશ્નો સમયાંતરે ઉદભવતા હોય છે. ત્યારે ગઈકાલે આપણે બજાર જો ઓલ ટાઇમ હાઇ હોય તો શું કરવું જોઈએ. અને આજે પણ આ ચર્ચામાં મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં ક્યા ફેરફાર આવે છે તેના વિશે વાત કરવા આજે ફરી આ જ મુદ્દા પર ચર્ચા કરવા જોડાયા છે ફૂલસર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.

ચઢતા બજારે રોકાણકારને સતત મુશ્કેલીઓ રહેતી હોય છે. ક્યારે રોકાણ કરવું અને ક્યા સમયે રાહ જોવી તેવી સમસ્યા રહે છે. ફંડ મેનેજર હાલ રોકાણને લિમિટ કરી રહ્યા છે. આ સમસ્યા માત્ર રોકાણકારની જ નહિં પણ ફંડ મેનેજરની પણ છે.

SID ના ડોક્યુમેન્ટમાં રોકાણ અંગેની દરેક સ્પષ્ટતા રહે છે. SID ના ડોક્યુમેન્ટ ઉપરાંત ઘણા ફંડ હાઉસ ફેરફાર કરતા હોય છે. ઈક્વિટી અને ડેટ રોકાણમાં શૈલી બદલાતી હોય છે. એસેટ અંડર મેનેજમેન્ટ હેઠળ ₹10,000 કરોડ થી પણ વધારે રોકાણ છે. હાલ સ્મોલકેપ ફંડ તરફ લોકો આકર્ષિત થતા દેખાઈ રહ્યાં છે. સ્મોલકેપ ફંડને ફંડ મેનેજર સારી રીતે સંભાળી રહ્યાં છે.

કોઈ લિક્વીડ ફંડમાં નાણાં રાખી માસિક SIP કરી શકાય છે. વિવિધ ફંડ હાઉસની પોતાની એક છટા હોય છે દરેક રોકાણ માટે. સ્કીમ મર્જર્સ સાથે ફંડ મર્જર્સ પણ ચાલી રહ્યું છે. સ્કીમ બદલાતા સમયે રોકાણકારને જાણ કરવામાં આવે છે. આ ફેરબદલના સમયે રોકાણકાર પોતાનું રોકાણ અટકાવી નિકળી પણ શકે છે.

ડેટ ફંડમાં રોકાણકાર ફિક્સ ઈનકમના માધ્યમથી રોકાણ કરે છે. ડેટ ફંડમાં વિવિધ ફંડનો સમાવેશ થાય છે. ધ્યાનથી રોકાણ કરવું, પુરતી માહિતી લેવી, અન્ય સાથે સરખામણી ન કરવી, સલાહકારની સલાહ લેવી.