બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: એડવાઇઝર અને ક્લાઇન્ટની જોડી વિશે

ના રોજ પ્રકાશિત Tue, 28, 2019 પર 10:23  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા પર્સનલ ફાઇનાન્સને અસર કરતા દરેકે દરેક મુદ્દાની સમયસર માહિતી આપવા અને ચર્ચા કરીએ છે. આજના મની મેનેજરમાં જાણીશું ટણીનાં પરિણામ પછી હવે શું? સત્તાના પુનરાવર્તની તમારા આયોજન પર અસર, અને સાથે જ વાત કરીશું એડવાઇઝર અને ક્લાઇન્ટની જોડી વિશે.


ચુંટણી પતી ગઇ અને જનાદેશ પણ આવી ગયો. ભારતની જનતાએ સત્તાનું પુનરાવર્તન પસંદ કર્યું. જે રીતે આપણે ચુંટણીનાં પરિણામો જોયા તો સ્પષ્ટ પણે સમજી શકાયુ કે આ ચુંટણી મહાસંગ્રામનો હિરો બની મોદી-શાહની જોડી. પણ હવે પરિણામની આપણા પર્સનલ ફાઇનાન્સ પર શું અસર થશે,


રિટેલ ઇનવેસ્ટર ને ક્યાં અને કયા લાભ મળી શકે? અને શું ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ અને ક્લાઇન્ટની જોડી મોદી-શાહની જોડી જેવી સફળતા મેળવી શકે આગળ જાણકારી લઇશું ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર પાસેથી.


જનતાએ સરકાર પર મોટો ભરોષો બતાવ્યો છે. જનતા સમજી છે કે ભષ્ટ્રાચારને દુર કરી ગ્રોથ કરવા માટે લાંબો સમયગાળો જોઇએ. ફુગાવો હવે કંટ્રોલમાં છે, ગ્રોથ વધવાની પુરેપુરી સંભાવના છે. નોટબંધી અને જીએસટીનાં સકારત્ક પરિણામો જોવા મળશે. ગરીબો માટે લેવાયેલા પગલાની અસરો જોવા મળશે.


સરકાર અને અર્થતંત્ર સ્થીર હોય તો ફોરેન ફ્લોસ વધી શકે છે. તમારૂ નાણાંકીય આયોજન તમારૂ પોતાનું છે. અર્થતંત્રનાં ફેરફારથી તમારા નાણાંકીય ધ્યેય બદલાતા નથી. ગ્રોથ વધે, ફુગવો ઘટે તો વ્યાજદર ઘટી શકે છે. ઇક્વિટીથી વધુ સારા લાભ મળી શકે છે.


તમારા રોકાણને સતત ચાલુ રાખો છો. તમારા નાણાંકીય પ્લાનને વળગી રહો છો. આવનારા બજેટમાં શું હોઇ શકે? બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ રહેશે. જીએસટી સરળીકરણ છે. અન્ડર પ્રિવીલેજ લોકો માટે અમુક પગલા લેવાય શકે છે. ઇમાનદાર કરદાતાને લાભ મળી શકે છે.