બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નાણાંકિય ક્રાઈસિસ વિશે

ના રોજ પ્રકાશિત Wed, 12, 2017 પર 07:16  |  સ્ત્રોત : CNBC-Bajar

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ ,વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે. મની મેનેજરમાં આજે નાણાંકિય ક્રાઈસિસ વિશે, કેવા રોકાણથી ઉભી થઈ છે મુશ્કેલી અને આગળ તેમા શું કરવું?

દરેક વ્યક્તિ રોકાણ કરતા સમયે તેનો પુરતો અભ્યાસ કરતા હોય છે. અમુક રોકાણ સારુ વળતર આપે તો અમુક રોકાણથી તમને મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે. અને તેવી પરિસ્થીતી ઘણા લોકો સાથે સર્જાતી જ હોય છે, ત્યારે આજે અમે વાત કરવાના છીએ છેલ્લા 10 વર્ષના એવા રોકાણથી સર્જાયેલી મુશ્કેલીઓ વિશે. જેમાં હવે તમારે શું કરવું જોઈએ. અને આ મુશ્કેલીઓનું નિવારણ લાવવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

જો રોકાણ યોગ્ય ન વળતર આપે તો મુશ્કેલી સર્જાતી હોય છે. લોકો રોકાણ માટે સતત નવી વસ્તુઓ શોધતા હોય છે. દરેક રોકાણકાર બદલાતા રોકાણને સમજતા હોય તે જરૂરી નથી. ઘણા લોકો દેખાદેખીમાં રોકાણ કરતા હોય છે. 2000 થી 2006માં લોકોને રિયલ એસ્ટેટમાં રસ નહોતો. 2006 બાદ રિયલ એસ્ટેટ અને સ્ટોક માર્કેટમાં તેજી આવી.

ઘણી વાર લોકો સ્ટોક માર્કે઼ટની કમાણી રિયલ એસ્ટેટમાં રોકતા હોય છે. 2009 થી રિયલ એસ્ટેટ સેક્ટર ઘટવા લાગ્યું. 2007 નો ફંડ જે સેબિ દ્વારા રજીસ્ટર્ડ છે તેમા કેસ પણ કરી શકાય છે. રોકાણકારે તેના રોકાણ પર કાયદાનો સહયોગ લેવો જોઈએ. ફંડ પર કાયદાકિય પ્રેશર આવે તો તેને થોડો ફાયદો થઈ શકે.

જો આ રોકાણ 2007માં અન્ય સ્થાને રોક્યા હોત તો હાલ સારો ફાયદો રહ્યો હોત. કોઈ ફંડમાં ગેરંટી વાળુ રિટર્ન ન હોય તો કંઈ ન કરી શકાય. રોકાણ માંથી અમુક રકમ મળી છે તો તે ફંડ ફ્રોડ નથી. આર્ટ ફંડ અન્ય ફંડ કરતા અલગ રીતે કામ કરે છે. આર્ટ ફંડમાં ક્યા આર્ટ રહ્યા છે તેની જાણ પણ નથી હોતી. આર્ટ ફંડના રોકાણમાં નુકશાન થયું કહી શકાય.

વળતરમાં મળેલા નાણાંને સારા ફંડમાં રોકવા જોઈએ. ઈક્વિટી ફંડમાં નાણાં રોકી શકાય. રોકાણ ઉંમર અને ધ્યેયના આધારે કરવું જોઈએ. મિડકેપ કે લાર્જકેપ ફંડમાં નાણાં રોકી શકાય. 20 સ્કીમમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું યોગ્ય નથી. મ્યુચ્યુઅલ ફંડમાં સેક્ટર પ્રમાણે રોકાણ કરવું જોઈએ. એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં થાય ઈન્શ્યોરન્સમાં નહિં.

ઈન્શ્યોરન્સ એ રોકાણ નથી. યુએલઆઈપીમાં જે-તે સમયે મોટા કમિશન મળતા હતાં. યુએલઆઈપીમાં શું નાણાં ઈક્વિટી એલોકેશનમાં હોય તો તમને ફાયદો થઈ શકે. જે પોલિસી સરંડર થઈ શકતી હોય કે કરવી. લેડરિંગ પોલિસીમાંથી બહાર નિકળવાનો કોઈ રસ્તો નથી.