બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નાણાંકીય આયોજનમાં એડવાઇઝરની ભૂમિકા

ના રોજ પ્રકાશિત Thu, 06, 2019 પર 11:02  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના મની મેનેજરમાં નાણાંકીય આયોજનમાં એડવાઇઝરની ભૂમિકા, ફાઇનાન્શિઇલ પ્લાનર કઇ રીતે કામ કરે છે, દર્શકોનાં સવાલ.


મની મૅનેજર શો દરમિયાન અગણિત વખત અમે તમને કહેતા હોઇએ છીએ કે રોકાણનાં નિર્ણયોમાં ફાઇનાન્શિયલ પ્લાનરની સલાહ લો. અને તમને સરળતાથી ફાઇનાન્શિયલ પ્લાનરની સલાહ મળતી રહે એ માટે અમે દરરોજ જુદા જુદા ફાઇનાન્શિયલ પ્લાનરને મની મૅનેજર શો દ્વારા રૂબરૂ કરવીએ છીએ. જેઓ તમને તમારા ફાઇનાન્સને લગતા અલગ અલગ વિષયોની માહિતી આપે છે, તો આજે આપણે વાત કરવાના છીએ કે ફાઇનાન્શિયલ પ્લાનરનું ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં શું મહત્વ છે, તમારા નાણાંકીય આયોજનની સફળતા માટે તેમની સલાહ કેટલી અને શા માટે જરૂરી છે, અને આ અંગે જાણકારી લઇશું પ્લાન ઇન્વેસ્ટ એડવાઇઝર્સનાં સીએફપી અને સીઈઓ, પિયુષ શેઠ પાસેથી.


નાણાંકીય આયોજન માટે એડવાઇઝરની જરૂર નથી હોતી એ ખોટી માન્યતા. નાણાંકીય આયોજન માટે એક્સપર્ટની સલાહ ખૂબ જરૂરી છે. નાણાંકીય બાબતોનાં નિષ્ણાંત તમારા માટે શ્રેષ્ઠ આયોજન કરી શકે છે. તમે લગ્ન કરો કે માતા-પિતા બનો ત્યારથી તમારે એડવાઇઝરની સેવા લેવી જોઇએ. તમારા નાણાંકીય ધ્યેય નજીક હોય ત્યારે પણ તે વિશે એડવાઇઝર સાથે ચર્ચા કરવી છે. તમારા માટે ક્યો નાણાંકીય નિર્ણય યોગ્ય એ એડવાઇઝર કહી શકે છે.


ફાઇનાન્શિયલ એડવાઇઝર્સનાં પ્રકાર-


ઇન્ડીપેન્ડન્ટ ફાઇનાન્શિયલ એડવાઇઝર, સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર.


શા માટે જરૂરી એડવાઇઝરની સલાહ-


તે તમારી જરૂરિયાત પ્રમાણે રોકાણ અને ઇન્શ્યોરન્સ માટેની સલાહ આપશે. તેઓ ટુંકાગાળા અને લાંબાગાળાનાં ધ્યેય પ્રમાણે આયોજન કરશે. બાળકોનાં ભણતર અને નિવૃત્તી જેવા ધ્યેય માટે આયોજન કરશે. તમારી જોખમની ક્ષમતા પ્રમાણે તમારૂ અસેટ અલોકેશન સુચવશે.


આ વિષયો પર સલાહ જરૂરી


ઇન્શ્યોરન્સ, અસેટ અલોકેશન, એસ્ટેટ પ્લાનિંગ, ટેક્સ પ્લાનિંગ, ગોલ બેઝ્ડ પ્લાનિંગ.


તેમના ક્લાઇન્ટ, ફી, ફિલોસોફી જાણવી છે. તમે સેમ્પલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ અંગે પુછી શકો છો. ઇન્વેસ્ટમેન્ટ ફિલોસોફી અંગે પુછો છો.


એડવાઇઝર અંગે શું જાણવું?


ફાઇનાન્શિયલ પ્લાનર પાસે MBA (Finance)અથવા CFP (Certified Financial Planner) ડિગ્રી હોવી જોઇએ. ઇન્ડસ્ટ્રીમાં કેટલા વર્ષથી છે તે અનુભવ જાણી લેવો છો. તે જોઇ લેવુ ક્યા પ્રકારનાં ક્લાઇન્ટ હેન્ડલ કર્યો છે. બેર માર્કેટમાં કઇ રિણનિતી રાખે છે તે જોવુ. ફાઇનાન્શિયલ એડવાઇઝર્સને કમીશન બેઝ ઇનકમ મળતી હોય છે. અસેટ અથવા પરફોર્મન્સ પ્રમાણે ફી મળતી હોય છે. ફી અને કમીશન બે પણ મળી શકે છે.


નાણાંકીય સલાહકાર તમારા ધ્યેય સમજ્યા વગર સલાહ આપતા નથી. કોઇ ખાસ ફાઇનાન્શિયલ પ્રોડક્ટની વાત કરતા હોઇ તેમનાથી સાવધ રહેવુ છે. ફાઇનાન્શિયલ એડવાઇઝર તમારા ડેટા લઇ તેને સમજી પછી સલાહ આપશે. ઓનલાઇન રોબો એડવાઇઝર પણ નાણાંકીય આયોજનમા મદદ કરી શકે છે. રોબો એડવાઇઝર ઓન લાઇન 24X7 ઉપલબ્ધ હોય છે.


સવાલ-


તેમણે પુછયુ છે કે એનપીએસમાં 10 ટકા રિટર્ન મલી શકે એવી સ્કીમ કઇ?


જવાબ-


એનપીએસ લાંબાગાળાની પેન્સન સ્કીમ છે. રિટર્ન તમને નિવૃત્તી પછી જ મળી શકશે. છેલ્લા 2-5 વર્ષનાં ગાળામાં એનપીએસની બધી જ સ્કીમે 10 ટકા વળતર આપ્યા છે. પરંતુ એનપીએસનાં રોકાણથી 10 ટકા વળતરની ગેરેન્ટી નથી.


સવાલ-


તેમણે પુછયુ છે કે એચડીએફસી નિફ્ટી 50 ઈટીએફ અને એસબીઆઈ બેન્કિંગ ઈટીએફ બે માંથી ક્યા રોકાણ કરવું જોઇએ?


જવાબ-


બેન્કીંગ સેક્ટરનું પરફોરમન્સ સારૂ રહે તો એસબીઆઈ બેન્કિંગ ઈટીએફ સારૂ વળતર આપી શકે છે. એસબીઆઈ બેન્કિંગ ઈટીએફ સેક્ટોરિયલ ફંડ હોવાથી જોખમી છે. એચડીએપસી નિફ્ટી 50 ઈટીએફ ડાઇવર્સિફાઇડ ફંડ છે. એચડીએફસી નિફ્ટી 50 ઈટીએફ લાંબા ગાળે સારૂ રિટર્ન આપી શકે છે. એચડીએફસી નિફ્ટી 50 ઈટીએફમાં રોકાણ કરવું સલાહભરયું રહેશે.


સવાહ-


તેમની અને પત્નીની આવક રૂપિયા 1 લાખ છે, તેમની હોમ લોનનાં ઈએમઆઈ 30,000 છે, જેનાં હજી 7 વર્ષ બાકી છે, એક બાળક છે જે હાલ સ્ટાન્ડર્ટ 7thમાં ભણે છે, તેઓ 8000નું કુલ રોકાણ કરે છે, જેમા પીપીએફ, ઈએલએસએસ અને એમએફ પણ છે. અને હવે એમનો સવાલ છે કે લોન અને ટેક્સ સેવિંગ સાથેનાં રોકાણ કરવા છતા પણ તેઓ ટેક્સ બચાવી શકતા નથી, તો એમણે ક્યા બદલાવ કરવા જોઇએ? સાથે જ તેમણે તેમના ગોલ પણ જણાવ્યા છે, તમેને દર વર્ષે રૂપિયા 50,000 વેકેશન માટે જોઇએ છે, નિવૃત્તી માટે અને બાળકનાં ભણતર માટે બને તેટલી રકમ ભેગી કરવી છે?


જવાબ-


તમે અને તમારી પત્ની રૂપિયા 1.5 લાખનું રોકાણ 80C મુજબ કરી શકો છો. 80Cની રાહત પીપીએફ, ઈએલએસએસ, ઇન્શ્યોરન્સ વગેરેમાં મળી શકે છે. 80D મુજબ મેડિકલ ઇન્શ્યોરન્સનાં પ્રમિયમ કરમુક્ત રહેશે.