બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: શું આપણે ખરેખર મંદીમાં છીએ?

ના રોજ પ્રકાશિત Thu, 10, 2019 પર 11:46  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું મંદીનાં 7 કારણો, મંદીનાં પડકારને કઇ રીતે ઝીલી શકાય? દર્શકોનાં સવાલ.


હાલમાં આપણે બજારમાં ઘણી વોલેટેલિટી જોઇ રહ્યાં છે, અર્થતંત્રમાં મંદી છે ની વાતો ચારે તરફ થઇ રહી છે, ત્યારે મંદી શું છે, મંદીનાં કારણો શું છે તે અને આ મંદીનાં પડકારનો સામનો આપણે કઇ રીતે કરી શકીએ તેની ચર્ચા આજે આપણે કરીશુ અને આગળ જાણકારી લઇએ ટ્રાન્સેન્ડ કન્સલટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી પાસેથી.


કોઇ પણ વ્યક્તિ હંમેશા સફળ થતી નથી. સારા કે ખરાબ બન્ને અનુમાનોને અવગણવા જોઇએ. ખરાબ કે સારા સમાચારથી કૈસ્કેડિંગ ઇફેક્ટ પડે છે. બજારમાં ઉતાર-ચઢાવની સાયકલ ચાલતી જ રહેશે. માર્કેટ પડે ત્યારે લોકો અન્ય સેક્ટરમાં પણ દબાણની વાતો કરે છે.


ઓઇલની વધતી કિંમતોની અસર-


ક્રુડઓઇલની કિંમત વધતા મોંઘવારી વધે છે. પણ માત્ર ક્રુડઓઇલની કિંમત વધવાથી રેસિશન છે એવુ નથી. જો આપણે રેસેશનમાં છે અને ઓઇલની કિંમતો પણ વધે તો મુશ્કેલી થશે. ઓઇલની કિંમતો વધતા ઇન્ફ્લેશન પણ વધશે. લોકોએ ખર્ચા ઘટાડી દીધા છે,આગળ ખરીદી વધુ પોસ્ટપોન થઇ શકે છે. આને કારણે રૂપિયો નબળો થશે જેથી અસર અર્થતંત્ર પર પડશે.


વધી રહેલા વ્યાજદર-


ઇન્ફ્લેશન વધવાથી વ્યાજદર વધે છે. મંદીમાં વેચાણ ઘટે છે, વેચાણ વધારવા વ્યાજદર ઘટાડાય છે. બેન્કને લોસ થતા વ્યાજદર વધારાય છે. વ્યાજદર વધતા વેચાણ ઘટે અને નફો તેમજ બજાર પર અસર થાય છે.


શું આપણે ખરેખર મંદીમાં છીએ?


વેચાણ ઘટવાનો મતલબ મંદી નથી. રિયલ એસ્ટેટ, ઓટો મોબાઇલ વગેરેને સમસ્યા છે. હેલ્થ કેર, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ વેગેર કંપની સારો દેખાવ કરી રહી છે.


હેપી ઇન્ડસ્ટ્રી માટેનો એક્શન પ્લાન


સ્ટોક્સમાં રોકાણ કરો છો. હાલ સારી ઇન્ડસ્ટ્રીનાં સ્ટોક સસ્તા છે. અને જે ઇન્ડસ્ટ્રીમાં તકલીફ છે તેના સ્ટોક પણ સસ્તા થયા છે.


મુશ્કેલ સ્થિતીમાં મૂકાયેલી ઇન્ડસ્ટ્રીએ શું કરવું? જોવુ જોઇએ કે ગ્રાહકોની પસંદ બદલાઇ ગઇ છે?


જરૂર જણાય તો બિઝનેસ મોડલમાં ફેરફાર કરવા જોઇએ. જરૂર જણાયતો નવી પ્રોડક્ટ ઉમેરવી જોઇએ. બિનજરૂરી ખર્ચ ઘટાડવા જોઇએ. ગ્રાહકોનુ બદલાયેલુ બિહેવિયર મંદી માટે જવાબદાર છે.