બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: અસેટ અલોકેશન સ્ટેટર્જી

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 10:57  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આજના મની મેનેજરમાં જાણીશુ કઇ રીતે કરશો અસેટ અલોકેશન?, કેવી હોવી જોઇએ અસેટ અલોકેશન સ્ટેટર્જી, અને સાથે જ લઇશું દર્શકોનાં સવાલ.


સારૂ વળતરએ દરેક રોકાણકારનો ઉદેશ્ય હોય છે, અને સારા વળતર માટે જરૂરી છે યોગ્ય રોકાણ અને યોગ્ય અસેટ અલોકેશન. હવે અસેટ અલોકેશન કઇ રીતે થઇ શકે અને કેવી હોવી જોઇએ તેની સ્ટેટર્જી તે અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આજે આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી


અસેટ અલોકેશન આપણે સરળતાથી જાતે કરી શકીએ છીએ. અસેટ અલોકેશન અટેલે વિવિધ ક્ષેત્રમાં વહેંચી નાખવુ. અસેટ અલોકેશનથી અપણે સારૂ વળતર મેળવી શકીએ છીએ. અસેટ અલોકેશનથી આપણે રોકાણનું જોખમ ઘટાડી શકાય છે. અસેટ અલોકેશનથી આપણે માર્કેટનાં ઉતાર ચઢાવની સામે ટકી શકીએ છીએ. પીઈ રેશિયોનાં આધારે અસેટ અલોકેશન કરી શકાય છે. જીડીપી, G-Sec નાં આધારે અસેટ અલોકેશન કરી શકાય છે.


PE રેશિયોનાં આધારે ઇક્વિટીમાં રોકાણનાં નિર્ણયો લઇ શકાય છે. PE રેશિયો અસેટ અલોકેશન લોકપ્રિય પેરામિટર છે. અસેટ અલોકેશન આપણે સરળતાથી જાતે કરી શકીએ છીએ. PE રેશિયો અસેટ અલોકેશન નાણાંકિય ધ્યેચનાં સમયગાળા પરથી નક્કી કરી શકાય છે. લાંબા ગાળા માટે રોકાણ કરવું હોયતો ઇક્વિટીમાં અલોકેશન વધુ કરવું છે.


અસેટ અલોકેશન માટે ઉમર મહત્વની નથી પરંતુ નાણાંકિયા ધ્યેય મહત્વનો છે. તેજીનાં બજારમાં ધ્યાન રાખવું કે તેજી કેટલા સમયથી છે. રાઇઝિંગ માર્કેટમાં રોકાણકારે સાવચેતી પુર્વક રોકાણની રોકાણની નિર્ણય લેવા છે. રાઇઝિંગ માંર્કેટમાં રોકાણકારે આસઆઈપીનો માર્ગ લેવો સલાહ ભર્યો છે. તુટતા માર્કેટ હોય ત્યારે લોભને કાબુમાં રાખવો જરૂરી છે.


તુટતા માર્કેટ વખતે ધીમે ધીમે ઇક્વિટીમાં રોકાણ વધારી શકાય છે. તમારાજોખમને ધ્યાને રાખી રોકાણનાં નિર્ણયો લેવા જરૂરી છે. તુટતા માર્કેટમાં અસેટ અલોકેશન ફંડમાં રોકાણ કરી શકાય છે. અસેટ અલોકેશન ફંડ રોકાણનો સારો વિકલ્પ છે. ફ્લેટ માર્કેટમાં રોકાણકારને નાના પણ પોઝિટીવ રિટર્ન મેળવી શકે છે. ફ્લેટ માર્કેટમાં અસેટ અલોકેશન ફંડ વાપરી શકાય છે. ફ્લેટ માર્કેટમાં ઇક્વિટીમાં વળતર ખાસ નથી આવતું.