બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: યોગ્ય સમયના આયોજનથી ફાયદો

ના રોજ પ્રકાશિત Thu, 20, 2017 પર 15:57  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યો પ્રમાણે કરવમાં આવે તો તે યોગ્ય નાણાકીય આયોજન કહેવાય છે. મની મેનેજરમાં આજે વાત કરીશુ નાણાંકિય આયોજનમાં ભૂલાતા સ્ટેપ, શા માટે થાય છે ચૂક?, અને કેવી રીતે ધ્યાન આપવું?, અને કેવી રીતે ધ્યાન આપવું?. આગળ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા હતા યોગિક વેલ્થ પુસ્તકના લેખક અને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.


ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે લોકો પોતાના ભવિષ્ય માટે નાણાકિય આયોજનમાં આળસ કરતા હોય છે. લોકો કોઇપણ કમિટમેન્ટ નથી આપતા પોતાના આયોજનને કોઇ પણ પ્લાન બનાવી તે પર ચાલવું જોઇએ. લોકો પોચાના આયોજન માટે સતત પીછહઠ કરતા હોય છે.


ગૌરવ મશરૂવાલાના મતે નાણાંકિયા આયોજનમાં ડીસીપ્લીન ખુલ જરૂરી છે. પોતાની ભૂલ છૂપાવવા માટે અન્ય પર તેને ઢોળી દે છે. નાણાંકિયા આયોજનમાં કરકસર કરતા પણ બચત બની રહે જો યોગ્ય બચત ન હોય તો લોન લેવી પડે છે. લોન એ ભવિષ્યની ન કમાયેલી આવક છે. લોકો રોતાના ભવિષ્ય માટે નાણાંકીય આયોજનમાં આળસ કરતા હોય છે.


ગૌરવ મશરૂવાલાનું કહેવુ છે કે ભવિષ્ય માટે હાલ જ નાણાંકિયા આયોજન કરવું જોઇએ. યોગ્ય સમયથી નાણાંકિય આયોજન કરતા ઘણો ફાયદો થાય છે. લોન એ ભવિષ્યની ન કમાયેલી આવક છે. લાંબુ વિચારી તેના આયોજન પર પણ ચાલવું અનિવાર્ય છે. ધ્યેયના અનુ સંધાનમાં રોકાણ કરવું જોઇએ. રોકાણને સમજી વિચારી અને તમારી જરૂરત પ્રમાણે કરવું કોઇના કહેવાથી નહિં.


ગૌરવ મશરૂવાલાના મતે ઇન્શ્યોરન્સનું મહત્વ સમજી તેને લેવો અનિવાર્ય છે. ધ્યેય બનાવ્યા બાદ તેનું પાલન કરવું પણ ખુબ જ જરૂરી છે. ભવિષ્ય માટે હાલ જ નાણાંકિય આયોજન કરવું જોઇએ. યોગ્ય સમયથી નાણાંકિય આયોદન કરતા ઘણો ફાયદો થાય છે.