બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: સાઇડ પોકેટિંગથી રોકાણકારને થતા લાભ

ના રોજ પ્રકાશિત Wed, 16, 2019 પર 10:31  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણી શું શું છે સાઇડ પોકેટિંગ, રોકાણકાર માટે કઇ રીતે ઉપયોગી, દર્શકોનાં સવાલ.


પાછલા થોડા સમયમાં આપણે જોયુ કે એવી ઘણી બધી ઇવેન્ટ થઇ છે જેની અસર માર્કેટ પર થઇ છે અને રોકાણકાર હાલનાં સમયમાં થોડો ગભરાઇ રહ્યો છે. તો આ સમસ્યાને દુર કરવાનો એક પ્રયાસ છે સાઇડ પોકેટિંગ. તો શું છે સાઇડ પોકેટિંગ અને કઇ રીતે તે રોકાણકારને ઉપયોગી થઇ શકે તે અંગેની ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.


સાઇડ પોકેટિંગથી રોકાણકારનાં નુકસાનને ઓછો કરવાનો પ્રયાસ છે. સાઇડ પોકેટિંગ ઓવી અકાઉન્ટીંગ મેથડ છે જે સારા અને ખરાબ યુનિટ અલગ કરે છે. જ્યા નુકસાન છે તે યુનિટને અલગ કરી દેવાય છે. આઈએલ એન્ડ એફએસની સમસ્યા આવવાથી રોકાણકારના નાણાં ફસાય હતા. ખરાબ લોનને અલગ રાખી બાકીના રોકાણકારને હાની ન પહોંચે એવો પ્રયાસ કર્યો હતો. નવા રોકાણકારને નુકસાન ન થાય તે પ્રયાસ સાઇડ પોકેટિંગથી છે.


સારા અને નબળા ફંડની અલગ અલગ એનએવી અપાશે. નબળા પડેલા પોર્ટફોલિયોને અલગ કરી ફીઝ કરાશે. જ્યારે રિકવરી થશે ત્યારે રોકાણકાર તેમાથી બહાર નીકળી શકશે. જ્યારે મેઇન પોર્ટફોલિયો ચાલતો રહેશે તેથી લિકવિડિટીનો સવાલ ન આવે. નવા ઇનવેસ્ટમેન્ટ આવતા રહે તેવો સાઇડ પોકેટિંગનો પ્રયાસ કરી છે. માર્કેટમાં થતા ઉતાર-ચઢાવથી કરવું ન જોઇએ. રોકાણને ડાવર્સિફાઇડ રાખવું ખૂબ જરૂરી છે.