બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: એનપીએસમાં રોકાણનાં ફાયદાઓ

ના રોજ પ્રકાશિત Thu, 21, 2019 પર 11:01  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું એનપીએસ સ્કીમમાં આવેલા એક્સપાન્શન, એનપીએસમાં રોકાણનાં લાભ, દર્શકોનાં સવાલ.


નિવૃત્તી માટેનાં આયોજનની વાત કરતા હોઇએ ત્યારે NPSને આપણે રોકાણનો એક સારો વિકલ્પ ગણાવતા હોઇએ છીએ, આમતો મની મૅનેજરમાં આપણે NPS પર આપણે ઘણી વખત વાત કરી છે પરંતુ હવે આ સ્કીમની અંદર ઘણા એક્સપાન્સન કરવામાં આવ્યા છે, તો આ એકસપાન્સનથી આ રોકાણ કઇ રીતે વધુ આકર્ષક બની રહ્યું છે તે અંગેની ચર્ચા આજે આપણે કરીશુ અને આગળ જાણીકારી લઇશું ફાઇનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા પાસેથી.


નિવૃત્તીનાં પ્લાનિંગ માટેનો એનપીએસ સારો વિકલ્પ છે. તાજેતરમાં એનપીએસમાં ઘણા એક્સપાન્શન થયા છે. એનપીએસમાં ભારતીય ઉપરાંત એનઆરઆઈ પણ રોકાણ કરી શકે છે. હવે ભારતની બહાર પણ રોકાણ થઇ શકશે છે. આપણે સમજવુ જોઇએ કે ઓસીઆઈ અને એનઆરઆઈમાં ભેદ છે. ઓસીઆઈ હોલ્ડર પાસે બીજા દેશની પણ નાગરિકતા હોય છે.


હવે ઓસીઆઈ હોલ્ડર ટિયર-1 ખાતુ ખોલી શકશે. આ રોકાણ પર ટેક્સમાં રાહત મળી શકે છે. એનપીએસનાં રોકાણ પર વધુ રૂપિયા 50,000નું ડિડક્શન મળશે એટલે કે કુલ ડિડક્શન રૂપિયા 2 લાખ સુધી મળી શકશે. રિડિપ્શનનાં સમયે 40 ટકા રકમ એન્યુટીમાં કન્વર્ટ થશે.


બાકીનાં 60 ટકા રકમ લમસમ તરીકે વિડ્રો કરી શકાય છે. 65 વર્ષ સુધી રોકાણ થાય તો લે આઉટ પોસ્ટપોર્ન કરી શકાય છે. રોકાણકારે તેમના ફંડ મેનેજર અને અસેટ અલોકેશન યોગ્ય રીતે કરવા છે. જો રોકાણકાર જાતે ફંડમેનેજર પસંદ ન કરી શકો તો ઓટો ચોઇસ કરો છો.