બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: ભારવિનાનું ઉચ્ચ શિક્ષણ કેવી રીતે મળી શકે?

ના રોજ પ્રકાશિત Tue, 10, 2016 પર 09:46  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાં અને અમારૂ આયોજન, એટલે આ શો મની મૅનેજર. આજે એક નવા ટોપિક સાથે, તમારા કિંમતી નાણાંનું શ્રેષ્ઠ આયોજન કરાવવા માટે. તમને નવી નવી અને ઉપયોગી ટીપ્સ આપવા માટે. મની મેનેજરમાં આજે ભારવિનાનું higher education કેવી રીતે મળી શકે? કેવી રીતે કરી શકાય નાણાંનું આયોજન? ક્યો સમય રહે યોગ્ય?

દરેક માતા-પિતા એવુ ઈચ્છતા હોય છે કે તેમનું સંતાન શ્રેષ્ઠ ભણતર મેળવે. આજના સમયમાં ભણતરમાં પણ ઘણી variety આવી ગઈ છે. માત્ર કોમર્સ, આર્ટ્સ કે સાઈન્સ સિવાય પણ ઘણા એવા ક્ષેત્રો છે જેમાં ભણી પોતાની કારકિર્દી સ્થાપી શકાય છે. જેમાં ભારત કે વિદેશમાં courses થતા હોય છે. પણ આ ભણતર બાળક સાથે માતા-પિતાને પણ ભારે પડતું હોય છે, ત્યારે ફિઝ રૂપી ભાર તમે કેવી રીતે ઉપાડી શકો અને નાણાંને પહેલાથી જ કેવી રીતે મેનેજ કરી શકો તે અંગેની સમગ્ર ચર્ચા કરીશું આજના મની મૅનેજરમાં. આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ રહ્યાં છે, ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.

ભણતર માટે આયોજન. આજના સમયમાં હાયર એજ્યુકેશન ઘણું મોંઘુ થઈ ગયું છે. આજે ટ્રેડિશનલ રીતે ભણતર થતું તેમા બદલાવ આવી રહ્યો છે. આજે ટ્રેડિશનલ રીતે ભણતર થતું તેમા બદલાવ આવી રહ્યો છે. આજના બાળકો પોતાને શું ભણવું છે તે જાણે છે. આ સમયે વાલીએ પણ પોતાની તૈયારીઓ દાખવવી ખુબ જઝ્રરી છે. આ સમયે વાલીએ પણ પોતાની તૈયારીઓ દાખવવી ખુબ જરૂરી છે.


આજે ભણતરનો ખર્ચ મોંઘવારી સામે ઘણો મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. આજે વિવિધ કોર્સ પ્રમાણે ફિઝ હોય છે. આજે જ્યારે બાળક નાનું હોય ત્યારથી જો તેના ભણતર માટે પ્લાન કરી તો સારૂ રહે. એક ચોક્કસ સમયગાળો રાખી ચાલીએ તો ઈક્વિટીમાં રોકાણ ઉપયોગી બને. ઓછા સમયગાળા માટે ડેટબેઝ મ્યુચ્યુઅલ ફંડ ઉપયોગી બને. ભણતર માટે પ્રોપર્ટી કે એફડી પર નિર્ભર ન રહેવું જોઈએ.


પ્રોપર્ટીનું વેચાણ આપણા નિર્ધારીત સમયે થશે કે કેમ તે કહી ન શકાય. જ્યારે આયોજન ન કર્યું હોય ત્યારે અન્ય ધ્યેયને કુરબાન કરવા પડે છે. સામાન્યરીતે મોંઘવારીને ધ્યાનમાં રાખી ભણતર માટે આયોજન કરવું પડે છે. જે લોન આપણી એસેટ બનાવી શકે તે સારી લોન કહેવાય. એજ્યુકેશન લોન લેવી સારી કહેવાય. એજ્યુકેશન લોનમાં સામાન્યરીતે વિદ્યાર્થી કે કો-એપ્લીકન્ટના નામે હોય છે.


એજ્યુકેશન લોન બાળકના ભણતર બાદ તેની નોકરીમાંથી તેને જ ભરવાની રહે છે. એજ્યુકેશન લોનથી બાળક તેની કમાણી પર સંયમ રાખી શકે છે. એજ્યુકેશન લોનની ચુકવણી આપમેળે ડિસીપ્લીન લાવે છે. એજ્યુકેશન લોનમાં કલમ 80E હેઠળ ટેક્સમાં પણ ફાયદો થાય છે. એજ્યુકેશન લોન ભરવા માટે સામાન્યરીતે 3 થી 7 વર્ષનો સમયગાળો રહે છે.


ફોરેનની લોનની રકમ સામાન્યરીતે ઘણી મોટી હોય છે. વિદેશ ભણવા જતાં વિદ્યાર્થી માટે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ ખુબ જરૂરી છે. વિદેશ ભણવા જતાં વિદ્યાર્થી માટે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ ખુબ જરૂરી છે. વાલીએ હાયર એજ્યુકેશની તૈયારી પહેલા ટર્મ પ્લાન લેવો ખુબ જરૂરી.