બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: BREXIT આપણને કેટલું અસરકર્તા?

ના રોજ પ્રકાશિત Wed, 29, 2016 પર 15:31  |  સ્ત્રોત : CNBC-Bajar

પર્સનલ ફાઈનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર. અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ. મની મૅનેજરમાં આજે આપણે વાત કરીશું બ્રેક્ઝિટ વિશે. શું છે આ બદલાવ. અને શું આવી શકે આ બદલાવનું ભવિશ્ય.

આજકાલ જે ખુબ ચર્ચાનો વિષય છે તે છે બ્રેક્ઝિટ, ઘણા લોકો તેના પર ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે તો ઘણા મિશ્ર પ્રતિભાવો આપી રહ્યાં છે. આ મુદ્દો એટલો ચર્ચામાં છે કે લોકો તેના પર વિવિધ જોક પણ બનાવી રહ્યાં છે, પણ on serious note આ મુદ્દો તમારા અને મારા જેવા સામાન્ય નાગરીકને કેવી રીતે અસર કરી શકે, તેના પર આજે ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.

બ્રિટનના લોકોએ મત આપી યુરોપિયન યુનિયનમાંથી બહાર નિકળવાનો નિર્ણય લીધો. આ મત ઉપર હજૂ પણ પાર્લામેન્ટમાં નિર્ણય લેવામાં આવશે. યુરોપિયન યુનિયનમાં વિવિધ દેશ કામ કરશે પણ કરંસી એક રાખશે. 1957માં ઈયુનું બંધારણ થયું જેમા તે ઈસીસી તરીકે ઓળખાતું. આ સંગઠનમાં જે દેશની ઈકોનોમી નબળી છે તે સક્ષમ બનશે. આ મેમ્બરશિપથી નબળા દેશોને ફાયદો થતો. યુનાઈટેડ કિંગડમે હવે 20 બિલિયન પાઉન્ડ આપવા પડશે. ઈમિગ્રેશનની સમસ્યા યુનાઈટેડ કિંગડમમાં હતી.

સ્લો ડાઉનના કારણે સ્ટોક માર્કેટ અને કરંસીને અસર થશે. બીજા વિશ્વ યુદ્ધ બાદ આ યુનિયન બનાવવામાં આવ્યું હતું. થોડા સમય માટે બ્રિટનને ટ્રેડમાં મુશ્કેલી આવી શકે. બ્રિટનની જેમ અન્ય દેશો પણ બહાર નિકળી શકે છે. સબળા દેશોના નિકળતા નબળા દેશોને નુકશાન થશે. ભારત પર સીધી અસર નહિં થાય. બ્રિટન સાથે જે કંપનીઓ હાલ વેપાર કરી રહ્યાં છે તેમને થોડી અસર થશે. ભારતીય કંપનીઓ જે બ્રિટનમાં છે તેમને અસર થઈ શકે.

ભારતીય બજાર માટે આ એક તક કહી શકાય. ઈન્ટરેસ્ટ રેટમાં કટ હવે નહિં આવે. ફિક્સ્ડ ઈનકમ વાળા અને બોન્ડ ફંડમાં રોકાણ કરનારાએ સચેત રહેવું. ઘણા શેરમાં રોકાણ કરવાની તક મળી શકે. યુકેનું માર્કેટ ગ્લોબલ છે જેથી તેમા કોઈ પરિવર્તન નહિં આવે. સોનામાં રોકાણ કરવાની તક કહી શકાય.