બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: બજેટ સમીક્ષા નાણાંકિય આયોજનની દ્રષ્ટિથી

ના રોજ પ્રકાશિત Wed, 07, 2018 પર 11:17  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં એક નવા ટોપિક સાથે. આજે મની મેનેજરમાં આજે બજેટની સમીક્ષા, બજેટની તમારા નાણાંકિય આયોજન પર અસરની અને સાથે જ જાણીશું, બજેટની શું થશે અસર તમારા રોકાણ પર.


બજેટ આવી ચુક્યું છે, અને હાલમાં મિડિયા હોય, સોશિયલ મિડિયા હોય કે વ્યક્તિગત વાતચિત દરેક જગ્યા પર બજેટની વાતો જ થઇ રહી છે. પરંતુ ઘણા મુદ્દાઓ એવા છે જેને વિસ્તાર પૂર્વક સમજવા જરૂરી છે. તો આજના મની મેનેજરમાં આપણે સમજીશુ બજેટને. અને ખાસ કરીને બજેટથી આપણા નાણાંકિય આયોજનમાં શું ફેરફાર આવી શકે છે તે અંગેની ચર્ચા કરીશું અને આજે આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.


ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે આ બજેટે ઘણી બધી વસ્તુઓને કવર કરી છે. આ બજેટમાં ઘણા ક્ષેત્રોથી ઘણી નેગેટીવી અને નીરાસા પણ જોવા મળી છે. સામાન્ય જન્તા માટે બજેટમાં ઘણો મહત્વનું હોય છે. સરકાર ખર્ચો કરે છે રોડ, રલવે, ફાયદો આપવા માટે સોસ્યલ વેલફેર માટે ખર્ચો કરે છે. સરકારે ઘણા કોશિસ કરી કે કાણા નાણાનું વેપાર ઓછું થાઇ, અને એના માટે ગણા મોટો પગલા પણ લેવામાં આવ્યા હતા. સરકારની ટેક્સ દ્વારા આવક મળે છે, જેનીથી સરકાર વિવિધ ખર્ચ કરે છે.


ડિરેક્ટર કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે હાલની સરકાર ભષ્ટ્રચાર નિવારવાનાં પ્રયાસ પણ કર્યા છે. જેથી આપણે ભરેલા ટેક્સના નાણાંનો ઉપયોગ યોગ્ય રીતે દેશહિતમાં થઇ શકે છે. બજેટમાં 130 કરોડની જનતાને ધ્યાને રાખવાનો પ્રયાસ થાય છે. દરેક બજેટમાં અમૂક ક્ષેત્રને ધ્યાને રાખી સરકાર પગલા લે છે. બેજટમાં ફાકસ થયેલા ક્ષેત્રો જેમ કે ક્રૃષિ અને ખેડૂતો, સોશિયલ સિક્યુરિટી, સિનિયર સિટિઝન જેવા પર ફોકસ કરે છે. સરકારે અમૂક ક્ષેત્રને આપેલા લાભથી આપણને પણ અમૂક લાભ થઇ શકે છે. ખેડૂતોની આવક 2022 સુધી બમણી કરવાનાં પ્રયાસ થશે. ખેતીની આવક ટેક્સ ફ્રી હોય છે.


ડિરેક્ટર કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે એટલે કે આવક વધતા કઝપ્શન અને એક્સપેન્ડીચર માટે નાણાં ઉપલબ્ધ બનશે. ખેડૂતો માટે એમએસપી તેમના ખર્ચ કરતા બમણી કરાશે. ખેડૂતોની નાણાંકિય સ્થિતી અને સામાજીક મોભો સુધરશે. સરકારને ફંડીગ મળવાને એક વિકલ્પ ટેક્સ છે. સરકારને ફંડિગ મળવાનો બીજો વિકલ્પ બોરોવિંગ છે. મિડલમેનનો નીકળી જાય તો પણ સ્કીમનાં લાભા સામાન્ય લોકોને મળી શકે છે. સોશિયલ સિક્યોરિટીની વાત રહેલી વાર ભારતમાં થઇ છે.


ડિરેક્ટર કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ હેઠળ 10 કરોડ પરિવારોને લાભ અપાશે. ઘણા લોકોની જીવનભરની મૂડી લગ્ન કે માંદગીમાં વપરાતી આવી છે. હવે ગરીબોનો માંદગીનો ખર્ચથી બચાવવાનાં પ્રયાસ થયો છે. આ હેલ્થ પોલિસી દ્વારા રૂપિયા લાખની ફ્લોટર પોલિસીનો લાભ મેળવી શકાશે. આ યોજના અમલી બનતા હેલ્થ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થશે. આ પ્રકારનું કાર્ય પાછલા 70 વર્ષમાં ક્યારેય નથી થયું છે. જનધન અને આધાર વગર આ કાર્ય અશક્ય હતુ.


ડિરેક્ટર કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે આ હેલ્થ પોલિસી દ્વારા રૂપિયા 5 લાખની ફ્લોટર પોલિસીનો લાભ મેળવી શકાશે. વરિષ્ઠ નાગરિકો માટે 80D માં વધુ રૂપિયા 50,000ની કર રાહત અપાઇ છે. ક્રિટિકલ ઇલનેસ માટે સારવારની રકમની મર્યાદા રૂપિયા 1 લાખ કરાઇ છે. વય વંદના યોજનાની રોકાણ મર્યાદા રૂપિયા 15 લાખ કરાઇ છે.