બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ પ્લાન

ના રોજ પ્રકાશિત Tue, 11, 2017 પર 07:06  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાં અને અમારૂ આયોજન, એટલે આ શો મની મૅનેજર. એક નવા ટોપિક સાથે, તમારા કિંમતી નાણાંનું શ્રેષ્ઠ આયોજન કરાવવા માટે. તમને નવી નવી અને ઉપયોગી ટીપ્સ આપવા માટે. મની મેનેજરમાં આજે સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ પ્લાન કેવી રીતે કરવું રોકાણ અને દર્શકોના સવાલ.

રોકાણ જો સમજી વિચારીને કરવામાં આવે તો તે રોકાણથી યોગ્ય વળતર મળે છે. અને આજે રોકાણ માટે વિવિધ ઓપ્શન પણ ઉપલબ્ધ હોય છે ત્યારે ઘણા લોકો સેલિબ્રીટીઝથી અંજાઈ તેમના દ્વારા દર્શાવાયેલા રોકાણ પ્લાનનો રસ્તો પણ લેતા હોય છે. ત્યારે શું છે આ સેલિબ્રીટી એન્ડોર્સમેન્ટ પ્લાન તેની ચર્ચા કરવા આજે આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.

સેલિબ્રીટીઝથી અંજાઈને રોકાણ ન કરવું જોઈએ. સેલિબ્રીટીઝને જોઈને અન્ય લોકો તેને કોપી કરતા હોય છે. દરેક વ્યક્તિ પ્રમાણે રોકાણ બદલાતુ હોય છે. લાઈફ સ્ટાઈલ વાળા પ્રોડક્ટ્સમાં સેલિબ્રીટી એન્ડોર્સમેન્ટ વધારે થાય. પ્રોડક્ટ સ્ટાન્ડર્ડાઈઝ હોય ત્યા સેલિબ્રીટી એન્ડોર્સમેન્ટ વધારે દેખાય. રોકાણ સમયે રોકાણ તમારા માટે કેટલું યોગ્ય છે તે જોવું.


વિવિધ ઈન્સ્ટીટ્યુશનને પ્રમોટ કરનારા પણ ઘણા સેલિબ્રીટી હોય છે. મ્યુચ્યુઅલ ફંડ અન્ય પ્રોડક્ટ કરતા અલગ છે. સેબિએ દર્શાવ્યુ છે કે જો કોઈ સેલિબ્રિટી મ્યુચ્યુઅલ ફંડ પ્રમોટ કરે તો. તેને એક ટૂલ તરીકે પ્રમોટ કરી શકે બ્રાન્ડ તરીકે નહિં.


કોઈપણ રોકાણકાર નાણાં રોકતા સમયે રોકાણને સમજે તે જરૂરી. રોકાણ પહેલા પ્રોડક્ટ કેવી રીતે કામ કરે છે તે ચકાસવું. પ્રોડક્ટ ચકાસ્યા બાદ તેમા તમને કેટલો ફાયદો મળી શકે છે તે જોવું. કોઈપણ પ્રોડક્ટમાંથી ફાયદા સાથે નુકસાન પણ જોવું જોઈએ.


સવાલ: મારે દરમહિને 40-45 હજારનું રોકાણ કરવાનું છે તો મારે સેમાં રોકાણ કરવું જોઈએ તેની સલાહ મને આપશો. મે શેર બજારમાં રોકાણ કર્યું છે પરંતુ દર મહીને રોકાણ નથી કર્યું.

જવાબ: જયભાઈને સલાહ છે કે એસઆઈપીનું રોકાણ એ સારો ઓપ્શન છે. વધારે રકમ હોય તો ઓવરઓલ પોર્ટફોલિયો બનાવવો જોઈએ. મિડકેપ અને મલ્ટીકેપ ફંડમાં નાણાં રોકી શકો છો. શરૂઆત લાર્જકેપ ફંડથી કરવી જોઈએ. લાર્જકેપ ફંડમાં ડીએસપી બ્લેક રોક ફંડમાં રોકાણ કરી શકો.

સવાલ: જય પરમાર ઈમેઈલ મારફતે સવાલ પુછે છે, તેમને સવાલ છે, હું વિદ્યાર્થી છું, અને મારે માર્કેટમાં 1000નું રોકાણ કરવું છે, તો ઓનલાઈન રોકાણ કેવી રીતે કરી શકાય? અને રોકાણ માટે અન્ય સલાહ આપવા વિનંતી.

જવાબ: ઓનલાઈન ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવી શકો છો.