બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: સંપત્તિની સુરક્ષા માટેની ચાણક્યનીતિ

ના રોજ પ્રકાશિત Wed, 01, 2018 પર 11:18  |  સ્ત્રોત : CNBC-Bajar

બચત, રોકાણ અને વળતર. આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારુ જ આવે છે. આજના મની મેનેજરમાં જાણીશું સંપત્તિની સુરક્ષા માટેની ચાણક્યનીતિ, સંપત્તિની સુરક્ષા માટે કઇ બાબતોનું ધ્યાન રાખવું, દર્શકોનાં સવાલ.


નાણાં કે પૈસાનું જીવનમાં શુ મહત્વ છે, સંપત્તિનું શું મહત્વ છે એ સૌ કોઇ જાણે છે પરંતુ દરેક દરેક વ્યક્તિ તેની સંપત્તી કે તેણે કમાયેલી સંપત્તીની જાળવણી કે સુરક્ષા યોગ્ય રીતે કરી શકતા નથી, અમુક વખત સંજોગોવસાત તો કોઇ વખત કોઇ ભુલથી સંપત્તી ગુમાવવાનો વારો આવે છે.


આવુ ન બને અને સંપત્તીની જાળવણી કે સુરક્ષા યોગ્ય રીતે થઇ શકે એ માટેની ચાણક્યનીતિની વાત આજે કરીશું. આગળા જાણકારી લઈશું ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી પાસેથી.


નાણાંની બચત અને સુરક્ષા ખૂબજ મહત્વની બાબત છે. નાણાંની સુરક્ષાની ચિંતા લગભગ દરેકને રહે છે. ચાણક્ય દ્વારા નાણાંની સુરક્ષા અને જાળવણીની વાત થઇ છે. ચાણાક્ય દ્વારા નાણાંની સુરક્ષાની વાત થઇ તે આજે પણ અનુરૂપ છે. નાણાંની સુરક્ષા માટે અમૂક ક્ષત્રુઓને દુર રાખના જોઇએ. અમુક ક્ષત્રુને તમે જોઇ શકો છો, અને અમુક ક્ષત્રુને તમે જાણતા નથી.


અમુક પરિસ્થિતી નાણાં કમાવામાં અડચણ ઉભી કરે તેને ક્ષત્રુ કરી શકાય છે. મિત્રો અને સગાસંબંધીઓ અમુક વખત ક્ષત્રુ બની શકે છે. તમારી સંપત્તી આવ્યાની જાણ વધુ લોકોને ન કરવી જોઇએ. નાણાં આવતાની સાથે નજીક આવતા લોકોથી દુરી બનાવવી જરૂરી છે. મદદ એટલી જ કરો જેટલી રકમની તમે ફરી અપેક્ષા નથી રાખતા. અમુક મિત્રો દ્વારા ખોટા રોકાણ કરાવાતા હોય છે તેનાથી સાવચેત રહેવું જોઇએ.


કોઇ વખત આપણે આપણા ખોટા નિર્ણયથી પોતાના જ ક્ષત્રુ બનીએ છીએ. તમારી આવકની સાથે રિટર્ન ઓફ ઇનકમ પણ વધારું જરૂરી છે. તમારા રોકાણ લાર્જકેપ અને મિડકેપમાં છે. તમે એસટીપી દ્વારા એક સ્કીમમાં રોકાણ કરી તમારી સ્ટેરર્જી પ્રમાણે નાણાં બીજે ફેરવી શકો છો. તમે રૂપિયા 2 લાખ ડેટ ફંડમાં રોકી, સેક્ટોરિયલ ફંડમાં એસટીપી કરી શકો છો.તમારા પોર્ટફોલિયોનો રિવ્યુ દર વર્ષે કરતા રહેવું જોઇએ.


સવાલ-


એમની હાલની માસિક આવક રૂપિયા 50 હજાર છે અને 3 વર્ષમાં બીજા 15 હજાર વધી શકે છે. તેમના પર 5 વ્યક્તિ નિર્ભર છે. હાલનાં રોકાણ PPFમાં માસિક 4000અને SBI મેગ્નમ મિડકેપ ફંડ રેગ્યુલર ગ્રોથમાં માસિક 5 હજાર છે. હજી રૂપિયા 5000 હજાર બચે છે. અને એમણે પુછયુ છે કે શું મારે 1-2 કરોડનો ટર્મ પ્લાન લેવો જોઇએ?


જવાબ-


મૃત્યુનાં સંજોગોમાં પરિવારની નાણાંકિય સુરક્ષા એટલે લાઇફઇન્શ્યોરન્સ છે. 40 વર્ષથી ઓછી ઉંમરનાં વ્યક્તિએ વાર્ષિક આવકનો 20 ગણો ટર્મ પ્લાન લેવો જોઇએ. તમે PPFનું રોકાણ રોકી, ELSSમાં રોકાણ કરી શકો છો. તમારા રોકાણને તમારા નાણાંકિય ધ્યેય સાથે સાંકળી લેવા જોઇએ.


સવાલ-


આ ઇમેલ આવ્યો છો પરિતોષ પ્રદીપનો તેમની ઉંમર 24 વર્ષ છે, તેમણે જણાવ્યુ છે કે તેમણે હમણા જ નોકરી બદલી છે, આ પહેલાની તેમની બચત 0 છે, હવે તેમને રૂપિયા 50 હજારનો પગાર મળશે. કંપની તરફથી રૂપિયા 10 લાખનો મેડિકલ ઇન્શ્યોરન્સ મળે છે. હાલમાં મારા પર કોઇ જ જવાબદારી નથી. મારી પાસે 5 લાખના કવર વાળી LIC છે જેનું વાર્ષિક પ્રિમિયમ રૂપિયા 34 હજાર છે. મારો માસિક ખર્ચ 25 હજાર છે. તો મારે રોકાણની શરૂઆત કઇ રીતે કરવી?


જવાબ-


તમારો વ્યક્તિગત હેલ્થ ઇન્શયોરન્સ લેવો જોઇએ. યુવા વયે ઓછા પ્રિમિયમ પર મોટો ઇન્શયોરન્સ લઇ શકાય છે. તમે તમારી વાર્ષિક આવકનો 20 ગણો ઇન્શ્યોરન્સ લઇ શકો છો. તમારી બચતને તમે SIP દ્વારા MFમાં રોકી શકો છો. તમે 2 લાર્જકેપ, 1 મિડ કેપ, 1 સ્મોલકેપ, 1 સેક્ટોરિયલ ફંડમાં રોકાણ શરૂ કરો છો. તમે 25 વર્ષમાં રૂપિયા 7 કરોડનું ભંડોળ ભેગુ કરી શકો છો.