બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: એનપીએસમાં કરાયેલા ફેરફાર અસર

ના રોજ પ્રકાશિત Tue, 09, 2019 પર 10:07  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના મની મેનેજરમાં જાણીશું બજેટમાં એનપીએસમાં કરાયેલા ફેરફાર, આ ફેરફારની અસર, દર્શકોનાં સવાલ.


આ બજેટમાં એનપીએસ સ્કીમને લઇને થોડા બદલાવ કરવામાં આવ્યા છે, આ બદલાવ ક્યા છે અને તેનાથી તમને કેટલો ફાયદો મળી શકે તે અંગેની ચર્ચા આજે આપણે કરીશું અને આગળ જાણકારી લઇશું ફાઇનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડયા પાસેથી.


બજેટમાં એનપીએસને લગતા અમુક બદલાવ કરાયા છે. રકમ પાછી લેતી વખતે 60 ટકા જેટલી રકમ લઇ શકાશે. આ રકમ હવે ટેક્સ ફ્રી થશે. બાકીની 40 ટકા રકમ એન્યુટીમાં કન્વર્ટ થશે. એન્યુટી પેન્સનની જેમ કામ કરશે. આ રકમ ટેક્સેબલ રહેશે. કેન્દ્ર સરકારનાં કર્મચારી માટે સરકાર 14 ટકા કન્ટ્રીબ્યુશન આપશે.


આ હાઇર અમાઉન્ટ ડિડક્શન માટે પણ ઉપયુક્ત કરાશે. આને કારણે વ્યક્તિને વધુ ટેક્સ રાહત મળશે. આ ઉપરાંત કરદાતા વધુ રૂપિયા 50,000નું ડિડક્શન ક્લેમ કરી શકે છે. કેન્દ્ર સરકારનાં કર્મચારીને બીજો લાભ પણ મળશે. કેન્દ્ર સરકારનાં કર્મચારી ટાયર-2 અકાઉન્ટમાં કન્ટ્રીબ્યુટ કરી શકશે.


આનાથી તેમને 80C પ્રમાણેનાં લાભ મળશે. આ લાભ માત્ર કેન્દ્ર સરકારનાં કર્મચારીને મળશે. આ રકમ 3 વર્ષ માટે લોકઇન રહેશે. આ બદલાવથી તેમનાં ટાયર-2 ખાતાનો હેતુ બદલાઇ શકે છે.