બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમમાં થશે ફેરફાર

ના રોજ પ્રકાશિત Fri, 01, 2019 પર 11:19  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું IRDAએ રજૂ કર્યો હેલ્થ ઇન્શ્યોરન્સનો ડ્રાફટ, હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમમાં થશે ફેરફાર, દર્શકોનાં સવાલ.


હેલ્થ ઇન્શ્યોરન્સનું નાણાંકિય આયોજનમાં ખૂબ જ મહત્વ રહેલુ છે, બિમારી ક્યારેય અગાઉથી જાણ કરીને નથી આવતી અને બિમારીનાં સમયે ખર્ચાનું આંકલન પણ લગભગ અસંભવ હોય છે માટે જ અમે તમને હેલ્થ ઇન્શ્યોરન્સ લેવાની સલાહ સતત આપીએ છીએ. અને હેલ્થ ઇન્શ્યોરન્સ બાબતે તાજેતરમાંજ IRDA દ્વારા હેલ્થ ઇન્શ્યોરન્સને સ્ટાન્ડરાઇઝ્ડ કરવા માટે એક ડ્રાફટ તૈયાર કરાયો છે, તેમાં કઇ વાતોનો સમાવેશ થયો છે અને તેનાથી આપણને શું ફાયદો થશે તે અંગેની ચર્ચા આજે આપણે કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર, કાર્તિક ઝવેરી.


ડ્રાફ્ટની શા માટે જરૂર?


દરેક કંપનીની પોલિસીનાં ફિચર અલગ અલગ અપાતા હતા. હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીમાં સ્ટાન્ડરાઇઝ્ડ હોવી જરૂરી હતી. દરેક વ્યક્તિને બેઝિક હેલ્થ ઇન્શયોરન્સ મળવો જરૂરી છે. લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે સરળતાથી કવર પસંદ કરી શકવા જોઇએ. યુવા વયે પોલિસીહોલ્ડર પોલિસી લે તે જરૂરી છે.


શું હશે મેડિક્લેમ નવા નિયમો?


કવરમાં ફરજીયાત રૂમરેન્ટ, દવા,કન્સલટેશન અને નર્સિંગચાર્જનો સમાવેશ થશે. સ્ટાન્ડર્ડ પ્રોડક્ટનું બેઝિક કવર સ્ટાન્ડરાઇઝ્ડ હશે. પોલિસીનાં કવર રૂપિયા 50 હજાર થી રૂપિયા 10 લાખ હોઇ શકે છે. પોલિસી 18 થી 65 વર્ષનાં લોકો લઇ શકશે. એક્સિટ માટે કોઇ મહત્મ ઉમંર નથી. સ્ટાન્ડર્ડ મેડિક્લેમ પોલિસી પછી કંપનીનું નામ આપવાનું રહેશે. ઓફર આઇડેમનિટી બેઝિઝ પર અપાશે તમે ભરેલી રકમ પર વળતર નહી મળે તમને થયેલા મેડિકલ ખર્ચની રકમ મળશે.


બીજા કોઇ કવર સાથે મર્જ કરી શકાશે નહી. ફેમલિ ફ્લોટરનો વિકલ્પ મળશે. હોસ્પિટલાઇઝેશનનાં દરેક ખર્ચ કવર થશે. રોગ કે ઇજાને કારણે જરૂરી ડેન્ટલ કે પ્લાસિટિક સર્જરીનો પણ સમાવેશષ થશે. ડોમિસિલરી ખર્ચનો પણ સમાવેશ થશે. પ્રી અને પોસ્ટ હોસ્પિટલાઇઝેશન ખર્ચનો પણ સમાવેશ થશે. દરેક ક્લેમ ફ્રી યર માટે 5 ટકા બોનસ અપાશે.


સવાલ-


તેમના પિતા 85 અને માતા 79 વર્ષનાં છે, તેમનુ કોઇ પેન્શન નથી. તેમને માટે હુ ઇ્શ્યોરન્સ કઇ રીતે લઇ શકું?


જવાબ-


મોટી ઉમરે ઇન્શ્યોરન્સ મળવો ખૂબ મૂશ્કેલ છે. તમે બોન્ડ ફંડમાં રોકાણ કરી શકો છો.