બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: કોર્પોરેટ એફડીનાં નિયમોમાં થસેલા ફેરફાર

ના રોજ પ્રકાશિત Wed, 18, 2018 પર 15:10  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આજના મની મેનેજરમાં જાણીશું કોર્પોરેટ એફડીનાં બદલાયેલા નિયમો, રોકાણ પહેલા રાખવાની તકેદારીઓ, દર્શકોનાં સવાલ.


મની મેનેજરમાં આપણે રોકાણનાં વિવિધ વિકલ્પો અંગેની વાત કરતા હોઇએ છીએ તો આજે આપણે વાત કરવા નાં છીએ કોર્પોરેટ એફડીની. શું છે કોર્પોરેટ એફડી, તેમા રોકાણ કરવું કેટલુ હિતાવહ છે.


તેના નિયમોમાં સરકાર દ્વારા અમૂક ફેરફાર થવા જઇ રહ્યાં છે, તેની શું અસર રોકાણકારને થશે આ તમામ મુદ્દાઓ પર આપણે વિસ્તૃત ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફાયનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા.


કોર્પોરેટ એફડી એટલે કંપની પાસે કરાતી ફિક્સ ડિપોઝીટ કરી છે. કોર્પોરેટ એફડી એ બેન્ક એફડી જેવી જ છે, ફરક માત્ર એ છે કે નાણાં કંપનીમાં રોકાય છે. કોર્પોરેટ એફડીને બેન્ક એફડીની જેમ ડિફોલ્ટ માટે કોઇ સુરક્ષા નથી. કોર્પોરેટ એફડીમાં રોકાણ પહેલા કંપનીનાં ફાયનાન્સની માહિતી મેળવવી ખૂબ જરૂરી છે. કોર્પોરેટ એફડીમાં બેન્ક એફડી કરતા વધુ વ્યાજદર ઓફર થતા રોકાણકાર આકર્ષાય છે.


જ્યા વ્યાજદર વધુ છે ત્યા જોખમ પણ વધુ છે તે સમજવું જરૂરી છે. 15 ઓગષ્ટથી સરકાર દ્વારા કોર્પોરેટ એફડી ને લગતા નિયમોમાં ફેરફાર કરાયો છે. હવે દરેક ઇસ્યુ વખતે ઓડિટરનું પ્રમાણપત્ર ફરજિયાત છે. ઓડિટરે જોવાનું રહેશે કે કંપનીએ ભૂતકાળમાં ડિપોઝીટ ઇશ્યુ કરી છે કે નહી?. કોઇ ડિફોલ્ટ થયા હોયતો તેની જાણકારી પણ ઓડીટરે આપવાની રહેશે. ડિફોલ્ટની ચુકવણી થયા બાદ 5 વર્ષ થયા છે કે નહી તે પણ ઓડીટરે જોવાનું રહેશે.


આ પગલાઓ દ્વારા રોકાણકારને કંપનીની સાચી સ્થિતીનો ખ્યાલ આવી શકશે. રોકાણકારોની ડિપોઝીટ આપમેળે રોલ ઓવર ન થવી જોઇએ. રોકાણકારોએ કોર્પોરેટ એફડીમાં 2-3 વર્ષથી વધુ સમય માટે રોકાણ ન કરવું જોઇએ. કંપનીનાં પરફોરમન્સને મોનિટર કરતા રહેવું જોઇએ. કંપનીનાં ડેબ્ટલેવલને ચકાસતા રહેવું જોઇએ.