બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: સ્મોલ સેવિંગ સ્કીમમાં થયેલા બદલાવ

મની મેનેજરમાં આજે સ્મોલ સેવિંગ સ્કીમમાં થયેલા બદલાવ, તેનાથી થતા ફાયદા અને સાથે જ લઇશું દર્શકોનાં સવાલ.
ના રોજ પ્રકાશિત Tue, 31, 2017 પર 11:44  |  સ્ત્રોત : CNBC-Bajar

બચત, રોકાણ અને વળતર. આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારુ જ આવે છે. ત્યારે આજે ફરી એક નવા ટોપિક સાથે તમને સારા વળતરની જાણકારી આપવા હું આપનું સ્વાગત કરુ છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે સ્મોલ સેવિંગ સ્કીમમાં થયેલા બદલાવ, તેનાથી થતા ફાયદા અને સાથે જ લઇશું દર્શકોનાં સવાલ.

આપણી ગુજરાતી ભાષામાં એક કહેવત છે ટીપે ટીપે સરોવર ભરાય..અને મની મેનેજર શોનાં સંદર્ભમાં તેનુ અર્થઘટન  કરીએ, તો નાની નાની બચતથી મોટુ ભંડોળ ભેગુ થઇ શકે. અને નાની બચત માટે સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ થતા હોય છે, તો આવી સ્મોલ સેવિંગ સ્કીમમાં વધુ રોકાણ થઇ શકે એ માટે તેમાં થોડા બદલાવ કરવામાં આવ્યા છે, તો શું છે આ બદલાવ. તેનાથી શું લાભ થઇ શકે છે, આ તમામ મુદ્દા પર આજના મની મેનેજરમાં ચર્ચા કરીશું .અને આ ચર્ચામાં આજે આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર,અર્ણવ પંડ્યા.

અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે અત્યાર સુધી બેન્ક દ્વારા અમુક જ સ્મોલ સેવિંગ સ્કીમ હતી. સ્મોલ સેવિંગ સ્કીમનાં વિકલ્પોમાં પીપીએફ, કેવીપી, સિનિયર સિટિઝન સ્કીમ અને સુકન્યા સમૃધ્ધિ છે. આ યોજનામાં રોકાણ  માત્ર બેન્ક મારફતે જ કરી શકાતુ હતું. પોસ્ટલ સ્કીમ માત્ર પોસ્ટ ઓફિસ પર ઉપલબ્ધ હતી. હવે સરકારે વધુ બેન્કને સ્મોલ સેવિંગ સ્કીમનાં રોકાણ લેવાની પરવાનગી આપી છે. સ્મોલ સેવિંગનાં નવા વિકલ્પોમાં પોસ્ટલ ટાઇમ ડિપોઝીટ, એમઆઈએસ, રિકરીંગ ડિપોઝીટ અને એનએસસી છે.

અર્ણવ પંડ્યાના મતે પબ્લિક સેક્ટરની અમુક બેન્કને પરવાનંગી અપાઇ છે. આ બેન્કને મળી સ્મોલ સેવિંગની પરવાનગી. એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક અને એક્સિસ બેન્કને પરવાનંગી મળી છે. રોકાણકાર માટે હવે રોકાણ કરવું વધુ સહેલુ થયું. રોકાણકાર પોસ્ટઓફીસ ગયા વગર રોકાણ કરી શકશે. મની ટ્રાન્સફર અને રોકાણનું વળતર મેળવવું સહેલુ થશે.

અર્ણવ પંડ્યાના મુજબ સ્મોલ સેવિંગ સ્કીમ હવે બીજા ઘણા લોકોને આકર્ષી શકે છે. સ્મોલ સેવિંગ સ્કીમનાં વ્યાજદરમાં કોઇ ફેરફાર કરાયો નથી. સ્મોલ સેવિંગનાં વ્યાજ દર બેન્ક ડિપોઝીટની સરખામણીમાં વધુ રહેશે.

સવાલ: પહેલો ઇમેલ આવ્યો છે  કિરણ પરમારનો દાહોદથી. તેમણે તેમની માહિતી ખૂબ વિસ્તારથી આપી છે,તેના ઇમેલમાં તેમણે લખ્યુ છે કે..મારી ઉંમર ૩૧ વર્ષની છે હુ ગવર્મેન્ટ કર્મચારી છુ મારી માસીક ઇન્કમ મંથલી ૨૦ થી ૨૨ હજાર છે. મારી પાસે હાલમા ૪ મ્યુચ્યુલ ફંડ છે જેમા હુ કુલ દર માસે ૪૫૦૦/- રૂપીયા ઇન્વેસ્ટ કરૂ છું અને અને હાલમા તેનો ૧૦ માસ થયેલ છે મારો ઇન્વેસ્ટ રહેવાનો સમય ગાળો ૫ થી ૭ વર્ષનો છે. પરંતુ હાલમા એસ. બી. આઇ. બેન્ક દ્વારા સસ્તી લોન અને એમા પણ ૨ લાખ રૂપીયાની સબ સી.ડી. આપવની વાત ચાલે છે હાલ મારે ઘરની જરૂર નથી પરંતુ ૫ વર્ષ પછી મારે મારી બાળકીના એજ્યુકેશન માટે મકાન લેવાની જરૂર પડશે હાલમા મારી પાસે એટલી મુડી નથી કે હું ૪ થી ૫ લાખ રૂપીયા ભરીને હુ ઘર લઇ શકુ અને મકાનની કિંમત ૧૫ થી ૧૮ લાખ રૂપીયાની વચ્ચે છે. શુ મારે મ્યુચ્યુલ ફંડ બંધ કરીને મકાન ખરીદી લેવુ જોઇએ જો હુ મકાન ખરીદ કરૂ છુ તો મારાથી મ્યુચ્યુલ ફંડમા પૈસા મુકી શકાય તેમ નથી જેથી મને તે સલાહ આપો કે મારે મ્યુચ્યુલ ફંડ ચાલુ રાખવા જોઇએ અને ૫ થી ૭ વર્ષ પછી મકાન વીષે વિચારવુ જોઇએ કે ઘર પહેલા લેવુ જોઇએ? મારે મ્યુચ્યુલ ફંડ સિવાય મંથલી પો.સ્ટ. મા આર. ડી.નુ ૨૦૦૦ નુ ઇન્વેસ્ટ મેન્ટ છે તથા પી. પી. એફ. મા ૧૭૦૦/- રૂપીયાનુ મંથલી ઇન્વેસ્ટ મેન્ટ છે. માર ઉપરોકત તમામ ઇન્વેસ્ટ મેન્ટ ને ૧૦ માસનો સમય થયેલ છે.

જવાબ: કિરણ પરમારને સલાહ છે કે હાલમાં ઘર લેવાનો નિર્ણય ન લેવો જોઇએ. હાલમાં રોકાણ કરી ભવિષ્યમાં ઘર લેવા ભંડોળ ભેગુ કરી શકાય. તમારી પ્રાથમિકતા રોકાણને આપવી જોઇએ.

સવાલ: આ ઇમેલ આવ્યો છે ડૉ. નિતીન પટેલનો..તેમણે જણાવ્યુ છે કે હું એક્સિસ લોન્ગ ટર્મ ઇક્વિટી ફંડ ઈએલએસએસમાં નિયમિત રૂપિયા 10,000નું રોકાણ કરૂ છુ. આ રોકાણ યથાવત રાખવું જોઇએ કે નહી? જો રોકાણમાં ફેરફાર કરવાની જરૂર હોયતો સ્ટેબલ ટ્રેક રેકોર્ડ ધરાવતો કોઇ ઈએલએસએસ ફંડ અંગે માર્ગદર્શન આપશો.

જવાબ: ડૉ.નિતીનભાઇને સલાહ છે કે ઈએલએસએસમાં ટેક્સ સેવિંગ માટે રોકાણ કરી શકાય. તમારૂ રોકાણ યોગ્ય છે.

સવાલ: આગળનો સવાલ છે અર્પિત રાવલનો. તેમણે ઇમેલ દ્વારા જણાવ્યુ છે કે હુ ગર્વરન્ટમેન્ટ ઓફીસર છુ અને મારી આવક રૂપિયા 47000 છે અને  ઉંમર 26 વર્ષ છે. મે એક એલઆઈસી ની પોલિસિ લીધેલ છે, જેમાં 10,00,000 રૂપિયા ની પોલીસી છે અને વાર્ષિક 44,000 રૂ નું પ્રીમિયમ ભરું છુ. તો હવે મારે આગળ બીજું કોઈ સારું વળતર આપી સકે એવી સારી ટર્મ પ્લાન કે એસઆઈપી પ્લાન્સ કે રોકાણ વિષે જણાવશો. હાલ માં હું મારી પત્ની સાથે એક ભાડા ના ઘર માં રહું છુ અને નજીક નાં ભવિષ્યઃ માં પોતાનું ઘર લેવા નો પણ વિચાર છે. મારી પત્ની પણ નોકરી કરે છે અને માસિક 35000 ની આવક ધારાવે છે. મારા માતા પિતા સૂરત શહેર માં પોતાના ઘરમાં રહે છે.

જવાબ: અર્પિતભાઇને સલાહ છે કે ઇન્શ્યોરન્સ અને રોકાણનો તફાવત સમજવો જરૂરી છે. ટર્મ પ્લાન લઇ પ્રિમિયમ બચાવી શકાશે અને સુરક્ષા વધશે. ધ્યેયને આધારે એસઆઈપી દ્વારા રોકાણ કરવું.