બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: અમુક મ્યુચ્યુઅલફંડ સ્કીમના ફિચર્સમાં બદલાવ

ના રોજ પ્રકાશિત Wed, 02, 2018 પર 17:41  |  સ્ત્રોત : CNBC-Bajar

પર્સનલ ફાઈનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર. અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ. અને આના માટે તમામ એવી જરુરી માહિતી મળશે આ શોમાં. આજે મની મેનેજરમાં મ્યુચ્યુઅલફંડ સ્કીમનાં ફિચરમાં થઇ રહેલા બદલાવ, તેની તમારા નાણાંકિય આયોજન પર અસર અંગે. અને સાથે જ લઇશું દર્શકોનાં સવાલ.


તાજેતરમાં જ મ્યુચ્યુઅલ ફંડને લગતી ગાઇડલાઇનમાં અમૂક ફેરપાર થયા હતો જેને કારણે અમૂક મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ પોતાના ફંડની સ્કીમનાં ફિચરમાં અમૂક ફેરફાર કરી રહ્યાં છે, હવે જો તમારૂ જે મ્યુટ્યુઅલ ફંડમાં રોકાણ છે તે સ્કીમનાં ફિચર બદલાય છે તો તમારે શું કરવું જોઇએ, આ અંગેની સમજ આજના એપિસોડમાં મેળવીશુ અને આ સમજ આપવા આજે આપણી સાથે જોડાયા છે ફાઈનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા.


મ્યુચ્યુઅલફંડની કેટેગરી માટે નવી ગાઇડલાઇન અપાઇ છે. જેને આધારે મ્યુચ્યુઅલફંડ તેની સ્કીમનાં ફિટર્સમાં બદલાવ કરી રહ્યાં છે. ઇક્વિટી માટે 10 સબ કેટેગરી નિષ્ચિત કરાઇ છે.


ઇક્વિટી ફંડનાં પ્રકાર
લાર્જકેપ ફંડ
લાર્જ & મિડકેપ ફંડ
મિડકેપ ફંડ
મલ્ટીકેપ ફંડ


દરેક કેપની કંપની માટે જે તે કેપ માટે રોકાણની મર્યાદા SEBI દ્વારા નિર્ધારિત કરાઇ છે. ફંડસ માટે હવે આ ગાઇડલાઇન મુજબ ફેરફાર અથવા સ્કીમ મર્જર કરવી જરૂરી છે. રોકાણકારે એ ધ્યાન રાખવું કે તેમના ફંડનું મુખ્ય ફિચર બદલાય છે કે નહી. ફેરફારની જાણ થયાનાં 30 દિવસ સુધી કોઇ પણ એક્સિટ લોડ વગર રોકાણમાંથી બહાર આવી શકાશે.


નિર્ણય લેતા પહેલા પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર થાય છે કે નહી તે ચકાસવું છે. જો ફંડનું મર્જર થાય છે અને રોકાણકાર રોકાણ ચાલુ રાખે છે તો તેને ટેક્સ લાગતો નથી. જો ફંડ રિડીમ કરી લેવામાં આવેતો તેના પર ટેક્સ લાગે છે.