બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નાણાંકીય સલાહકાર માટેનાં નિયમોમાં ફેરફાર

આગળ જાણકારી લઇશું સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ બુકનાં લેખક, ગૌરવ મશરૂવાલા પાસેથી.
ના રોજ પ્રકાશિત Tue, 21, 2020 પર 10:55  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું સેબિનો નવો સર્કયુલર, ઇન્વેસ્ટર એડવાઇઝર્સ માટે નવા નિયમો, આ નિયમોથી રોકાણકારને કેટલો લાભ.


તાજેતરમાં જ સેબિ દ્વારા એક સરક્યુલર બહાર પાડવામાં આવ્યો છે અને આ સરક્યુલર દ્વારા ઇન્વેસ્ટર એડવાઇઝર્સને લગતા નિયમોમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે, તો આ નિયમો ક્યા છે, શા માટે સેબિને આમ કરવાની જરૂર પડી અને આનાથી રોકાણકારને કેટલો લાભ મળી શકશે તે અંગે આજે આપણે ચર્ચા કરીશું અને આગળ જાણકારી લઇશું સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર અને યોગિક વેલ્થ બુકનાં લેખક, ગૌરવ મશરૂવાલા પાસેથી.


ફ્રી ટ્રાયલ સેવા પર રિસ્ટ્રક્શન હોય છે. ઇનવેસ્ટમેન્ટ એડવાઇઝર્સ ફ્રી સેવા આપી શકશે નહી. સલાહકારે રોકાણકારની રિસ્ક પ્રોફાઇલ બનાવ્યા બાદ જ તેને યોગ્ય સલાહ આપવી છે. રોકાણકારની રિસ્ક પ્રોફાઇલિંગ અને તેની સહમતી છે. રોકાણકારની ઉંમર,આવક,માર્કેટનો અનુભવ વગેરે જાણી તેની રિસ્ક પ્રોફાઇલ જાણવી છે.


રોકાણકાર પાસેથી તમામ માહિતી મેળવી રિસ્ક પ્રોફાઇલ બનાવવી છે. રોકાણકાર પાસેથી રિસ્ક પ્રોફાઇલ પર ઇમેલ કે લેખિતમાં સહમતી લેવી ફરજીયાત છે. એડવાઇઝર્સ માત્ર બેન્કિંગ ચેનલ દ્વારા જ પોતાની ફી લઇ શકશે. વેબસાઇટ પર ફરિયાદનું સ્ટેટસ મુકવાનું રહેશે. આ નિયમો 1 જાન્યુઆરી 2020થી લાગુ થયા છે.


ફી આ રીતે લેવાશે-


payee ક્રોસ્ડ ચેક, ડિમાન્ડ ડ્રાફ્ટ


સવાલ-


હેલ્થ ઇન્શ્યોરન્સ અને મેડિકલ પોલિસીમાં શુ તફાવત છે? શું આ બન્ને પ્રોડક્ટ એક વ્યક્તિ લઇ શકે?


જવાબ-


મેડિકલેમએ હેલ્થઇન્શોયરન્સની બ્રાન્ડ છે.