બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: બદલાતા બજારમાં ઈક્વિટી રોકાણ

ના રોજ પ્રકાશિત Wed, 05, 2017 પર 07:08  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજરમાં આજે બદલાતા બજારમાં ઈક્વિટી રોકાણ, ક્યારે બદલાવા તમારા રોકાણ અને દર્શકોના સવાલ પર.

રોકાણ માટે આપણા પાસે આજે ઘણા ઓપ્શન હોય છે. જેમા અમુક રોકાણ જોખમી હોય તો અમુક રોકાણ સ્થિર હોય. સામાન્ય રીતે ઈક્વિટી રોકાણને જોખમી માનવામાં આવે છે, પણ જો યોગ્ય સમજ સાથે રોકાણ કરીએ એને તેને યોગ્ય સમય માટે રોકાયેલું રાખીએ તો તે રોકાણ લાભદાયી થાય છે.


ત્યારે ઈક્વિટી બજારમાં કેવી રીતે રોકાણ કરવું તેના વધતા - ઘટતા માહોલમાં. તે અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે યોગિક વેલ્થ પુસ્તકના લેખક અને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા.

સ્મોલ સેવિંગમાં બદલાવ માટે સ્મોલ સેવિંગ સ્કીમમાં 1 % બદલાવ કરવામાં આવ્યો છે. સ્મોલ સેવિંગ સ્કીમમાં થયેલો બદલાવ ખુબ નજીવો કહી શકાય. પીપીએફ કે અન્ય રોકાણ હોય તો તેને છોડવું ન જોઈએ. વ્યાજના દર વધવાની સંભાવના ઓછી છે. ઈક્વિટી બજારમાં ચંચળતા હોય જેથી ફાયદો પણ મોટો થઈ શકે અને નુકશાન પણ. ઈક્વિટી બજારમાં રોકાણ સમયે નાણાંકિય ધ્યેયને ધ્યાનમાં રાખવું.


ઈક્વિટી રોકાણમાં જો ધ્યેય નિશ્ચિત નહિં હોય તો ચંચળતા વધારે લાગે. બજારમાં સટ્ટો રમો તો નુકશાન જ જતું હોય છે. કોઈની વાતોમાં આવી શૅરબજારમાં રોકાણ ન કરવું. જેઓ એસઆઈપી કે મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકાણ કરે છે તેઓ નિશ્ચિંત રહી શકે.


બજારમાં જોડાવા સમયે તમારો નાણાંકિય ધ્યેય જ ધ્યાનમાં રાખવો. કોઈપણ સ્ટોકમાં નાણાં રોકતા પહેલા તે કંપનીની માહિતી લેવી જોઈએ. જે સ્ટોક સસ્તા ભાવે મળે છે તેને લઈ લેવા તેવું ન કરવું. રોકાણ કરતા સમયે મૂળીના 5% જ રોકાણ કરવું. જ્યારે બજાર ચંચળ હોય ત્યારે ઘ્યેયને ધ્યાનમાં રાખી ફેરફાર કરવા.

સવાલ: જય રાવલનો ઈમેઈલ આવ્યો છે જામનગરથી.. તેઓ લખે છે મારી ઉંમર 26 વર્ષ છે, હું છેલ્લા 4 વર્ષથી જોબ કરુ છું, મારી માસિક આવક 20,000 છે અને હાલ કોઈ મોટા ખર્ચાઓ નથી, મારી મુખ્ય બચત 18,000 જેટલી છે, મે અત્યાર સુધીમાં હેલ્થ ઈન્શ્યોરન્સ લીધો છે અને 25 લાખનું ટર્મ પ્લાન પણ લીધું છે, હવે મને ઈમરજન્સી ફંડ કેવી રીતે બનાવવું તે અંગે માર્ગદર્શન જોઈએ છે, ઉપરાંત કેવી રીતે નાણાંને છૂટા પાડી રોકવા જોઈએ તે જણાવો.

જવાબ: જયને સલાહ છે કે તમારા માસિક ખર્ચ ના 3ગણી રકમ ઘરે રાખી શકો. લાંબાગાળાનું રોકાણ કરવું જોઈએ.

સવાલ: બીજા દર્શક આપણી સાથે જોડાયા છે તે છે હાર્દિક કુબાવત, અમદાવાદથી.. તેઓ લખે છે, હું સોફ્ટવેર કંપનીમાં કામ કરુ છું, મારા લગ્ન થઈ ગયા છે, અને હવે મને નાણાંના રોકાણ અંગે માર્ગદર્શન જોઈએ છે, તો રોકાણ માટે ક્યો ઓપ્શન સારો રહે પોસ્ટ ઓફિસ, બૅન્ક FD કે કોઈ અન્ય રોકાણનું માધ્યમ? ક્યા રોકાણ કરવાથી સારુ વળતર મળી શકે.

જવાબ: હાર્દિકને સલાહ છે કે નાણાંકિય ધ્યેયને નક્કી કરો. નાણાંકિય ધ્યેયના આધારે જ રોકાણ કરી શકાય. લાંબાગાળા માટે ઈક્વિટીમાં રોકાણ કરવું.