બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજરઃ સ્મૉલ સેવિંગ સ્કિમ પર ચર્ચા

તમારા નાણાં અને અમારૂ આયોજન, એટલે આ શો મની મૅનેજર. તમારા ફેવરેટ શો માં, એક નવા ટોપિક સાથે, તમારા કિંમતી નાણાંનું શ્રેષ્ઠ આયોજન કરાવવા માટે.
ના રોજ પ્રકાશિત Mon, 21, 2016 પર 17:35  |  સ્ત્રોત : Moneycontrol.com

તમારા નાણાં અને અમારૂ આયોજન, એટલે આ શો મની મૅનેજર. તમારા ફેવરેટ શો માં, એક નવા ટોપિક સાથે, તમારા કિંમતી નાણાંનું શ્રેષ્ઠ આયોજન કરાવવા માટે. તમને નવી નવી અને ઉપયોગી ટીપ્સ આપવા માટે. મની મેનેજરમાં આજે સ્મોલ સેવિંગ સ્કીમ વિશે. શું આવ્યા છે ફેરફાર? ક્યાં કરી શકીએ રોકાણ?

આજે જે લોકો પોતાના રોકાણ અંગે જાગ્ત હોય છે તે નાની-નાની રકમ એકઠી કરી પોતાનું શ્રેષ્ઠ આયોજન કરતા હોય છે અને તેમા પણ મધ્યમવર્ગના લોકો માટે તો સ્મોલ સેવિંગ સ્કીમ એક આશિર્વાદ રૂપ હોય છે, ત્યારે હાલમાં જ સરકાર દ્વારા લાદવામાં આવેલા સ્મોલ સેવિંગ સ્કીમના બદલાવવમાં ઘણો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. શું છે આ ફેરફાર અને શું બની શકે તેનો વિકલ્પ જાણીએ સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અન યોગિક વેલ્થ પુસ્તકના લેખક ગૌરવ મશરૂવાલા પાસેથી આજના એપિસોડમાં.

સ્મોલ સેવિંગ સ્કીમના રેટમાં ઘટાડો થયો છે. હવે ડેટ ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરી શકાય છે. ટેક્સમાં 2 પ્રકારે રોકાણ થાય છે, રોકાણ સમયે અને વળતર સમયે. પીપીએફ આજની તારીખે પણ ફાયદા કારક છે. ટેક્સ ફ્રિ બોન્ડમાં રોકાણ કરી શકાય. ટેક્સ ફ્રિ બોન્ડના બજારમાં સોદા થતા હોય છે. ટેક્સ ફ્રિ બોન્ડનું રોકાણ લાંબા ગાળા માટે કરવું જોઈએ. અનિશ્ચિત વળતરમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ વિકલ્પ છે.

કોર્પોરેટ ડિપોઝીટમાં કેટલું વળતર મળે છે તે જોવું યોગ્ય રહે. ઓછુ રિસ્ક અને વળતર માટે સ્મોલ સેવિંગ સ્કીમમાં જ રોકાણ કરવું જોઈએ. કિસાન વિકાસ પત્રમાં મળતું વળતર મેચ્યોરિટી સુધી રહેશે. લાંબા ગાળા માટે ટેક્સ ફ્રિ બોન્ડ શ્રેષ્ઠ વિકલ્પ. ડેટ મ્યુચ્યુઅલ ફંડ લિક્વિડીટી માટે સારો. બેન્ક ડિપોઝીટ પણ લિક્વિડીટી સારી આપે છે. મ્યુચ્યુઅલ ફંડના માસિક વળતરના પ્લાન આવે છે. અમુક બેન્ક માસિક આવક આપે છે પણ મોટાભાગે 3 મહિને આવક આપે છે.


પોસ્ટ ઓફિસ સ્કીમ, મ્યુચ્યુઅલ ફંડ, સિનિયર સિટીઝન સ્કીમ. સિનિયર સિટીઝન માટે ઈમરજન્સી માટે બેન્ક ખાતુ, માસિક આવક માટે પેન્શન, સ્કીમ કે એમએફ પ્લાન, ઈક્વિટી બેઝ એમએફ, ગોલ્ડ એમએફ. દરેક રોકાણ સમયે પોર્ટફોલિયો રિવ્યુ કરવો જોઈએ.