બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ડેટ બેઝ્ડ એમએફ અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Thu, 18, 2019 પર 10:47  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણકારની સફળતાનો આધાર તેમના નાણાંકીય આયોજન પર રહેલો છે, તો તમારા નાણાંકીય આયોજનનનાં તમામ પાસોઓ પર નિત નવીન માહિતી મની મેનેજર તમારા સુધી પહોચાડે છે અને આજના એપિસોડમાં એવા જ એક નવા ટોપિક સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું સુરક્ષિત રોકાણ અંગે રોકાણકારની મુંઝવણ, હાલની પરિસ્થિતીમાં ક્યાં રોકાણ કરવા, જોખમોથી સતર્ક કઇ રીતે રહેવું?


હાલમાં ફિક્સ ઇનકમને લઇને ઘણા સમાચાર આવી રહ્યાં છે. જે માથી મોટા ભાગનાં નકારાત્મક છે, જેને કારણે રિટેલ ઇન્વેસ્ટરની મુંઝવણમાં વધારો થયો છે, કે હવે સેફ અને સેક્યુર રિટર્ન માટે ક્યાં અને ક્યારે રોકાણ કરવું? આવી જ મુંઝવણોને દુર કરવાનો પ્રયાસ કરીશું અને આગળ જાણકારી લઇશું ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર પાસેથી.


ડેટ બેઝ્ડ એમડી, ડેટ બેઝ્ડ એમએફની સમસ્યા. પેમેન્ટ કરવામાં ડિફોલ્ટ થવાથી કંપનીનાં રેટિંગ ડાઉનગ્રેડ થયા છે. એક ખરાબ પેપરમાં વધુ કોન્સનટ્રેશન હોવાથી નુકસાન છે. બેડ પેપર વાળા ડેટ ફંડની એનએવી વેલ્યુ ઘટી છે.


ક્રેડિટ રિસ્ક, કોર્પોરેટ બોન્ડસ, એફએમપી, ડાયનામાઇડ બોન્ડસ.


સેબિ દ્વારા હવે નવા રેગ્યુલેશન લાવાવમાં આવ્યા છે. ટોપ સેક્ટરમાં કોન્સોન્ટ્રેશન ઘટાડાયા છે. 7 દિવસ સુધી લિક્વિડ ફંડ પર એક્સિટ લોડ છે.


રોકાણકાર માટે પોર્ટફોલિયોમાં AAA રેટિંગ ચેક કરી લેવા છે. લાર્જ ફંડ સાઇઝ છે. ટુંકાગાળાનાં ફંડમાં રિસ્ક ઓછુ હોય છે. નવા રોકાણકારે લિક્વિડ ફંડમાં રોકાણ કરવું છે. G-sec 10 વર્ષનો ઘટાડો આવતા ડેટ ફંડની એનએવી વધી છે. 1 જુલાઇથી નાની બચત યોજનાનાં વ્યાજદરમાં 0.10 ટકાનો ઘટાડો છે.


નવા દર, પીપીએફ - 7.9 ટેકા, એસસીએસએસ - 8.60 ટકા, સુકન્યા સમૃધ્ધી 8.4 ટકા, કોર્પોરેટ એફડી. માત્ર AAA રેટેડ કોર્પોરેટ FDમાંજ રોકાણ કરવું છે. તમારા પોર્ટફોલિયોનાં 15 - 20 ટકા રોકાણ આમા કરી શકો છો. બેન્ક એફડી. બેન્ક એફડીનાં વ્યાજદર ઘટી રહ્યાં છે. લાંબાગાળા માટેની એફડીમાં લોકઇન કરો છો.


સોનાએ 35000નાં ઓલ ટાઇમ હાઇ બનાવ્યા છે. સોનામાં પોર્ટફોલિયોનાં 10%થી વધુ રોકાણ ન કરવું. સરકારે સોવેરિયન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરી છે.


લાંબા કે ટુંકાગાળાનાં ધ્યેય પ્રમાણે અસેટ અલોકેશન કરો છો. જોખમને સમજો. બિન જોખમી કંઇ જ નથી હોતુ. અન રેગ્યુલેટેડ સ્કીમમાં કોઇ પણ રોકાણ કરવા નહી.