બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ડેટ બેઝ ફંડની ચર્ચા

ના રોજ પ્રકાશિત Wed, 07, 2017 પર 07:31  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે હું આપનું સ્વાગત કરુ છું. મની મેનેજરમાં આજે આપણે જાણીશુ શું છે ડેટ બેઝ ફંડ? તેની વિશેષતાઓ અને તેમા રોકાણ કરવાથી થતા લાભ.

આપણે બધા ઇક્વિટી બેઝ્ડ મ્યુચ્યુઅલ ફંડ અને બેલેન્સ ફંડને સારી રીતે જાણીએ છીઅ પરંતુ ડેટ બેઝ્ડ ફંડ્સ એટલા જાણીતા નથી. પરંતુ જો આપણે ડેટ બેઝ ફંડ્સને સારી રીતે સમજી લઇએ તો તે રિટેલ ઇન્વેસ્ટર માટે રોકાણનું ખૂબ જ સારૂ માધ્યમ સાબિત થઇ શકે છે. તો આ અંગેની તમામ ઉપયોગી માહિતી આપવા આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર, કલ્પેશ આશર.

હાલ ડેટબેઝ ફંડનું હોલ્ડિંગ ઈક્વિટી બેઝ ફંડ કરતા વધારે છે. રિટેઈલ ઈન્વેસ્ટર્સ હવે ડેટ બેઝ ફંડ તરફ વળી રહ્યાં છે. બોન્ડ, ડિબેન્ચર, ટ્રેઝરીઝ વગેરે તરીકે ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ મળે છે. મેચ્યોરિટીઝમાં ફેરબદલ આવી શકે છે. ઈક્વિટી ફંડના રિટર્નમાં ફેરબદલ થઈ શકે છે ડેટ ફંડ સ્થિર હોય છે. બેન્ક ડિપોઝીટની જેમ અહિં ખાતરી પૂર્વક વળતર નથી મળતું.


માર્કેટનું ઈક્વિટી બજાર સાથે કંઈ સીધો સંબંધ નથી હોતો. અલ્ટ્રા શોર્ટ ટર્મમાં એન્ટ્રી કે એક્ઝિટ નથી લાગતો. શોર્ટ અને મિડીયમ ટર્મ ફંડમાં 6 મહિનાથી 3 વર્ષ રોકાણ કરી શકાય. શોર્ટ અને મિડીયમ ટર્મ ફંડમાં ક્રેડિટ રીસ્ક પણ રહે છે. ઈનકમ અને ગીલ્ટ ફંડમાં કોઈ ક્રેડિટ રીસ્ક નથી.

ડેટફંડનો અભ્યાસ કરવો થોડો અઘરો છે. ડેટફંડમાં ક્રેડિટ રેટિંગ મહત્વની હોય છે. હાલ વ્યાજદર ઘટી રહ્યાં છે જેની અસર ડેટ ફંડ પર પડતી દેખાય છે. ડાયનેમિક બોન્ડ ફંડ ઈન્ટરેસ્ટ રેટ સામે સારી સ્કીમ છે. ડાયનેમિક બોન્ડ ફંડમાં 9% જેટલું વળતર મળ્યું છે. AAA રેટિંગ વાળી કંપની સારુ રિટર્ન આપતી કંપની છે. જેમને ઈક્વિટી માર્કેટથી ડર હોય છે તે અહિં રોકાણ કરી શકે છે. સિનીયર સિટીઝન માટે આ સારો ઓપ્શન છે.