બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ડેટ રોકાણ પર ચર્ચા

ના રોજ પ્રકાશિત Mon, 12, 2016 પર 18:31  |  સ્ત્રોત : CNBC-Bajar

પર્સનલ ફાઈનાન્સની વાત કરીએ એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર. અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાયનાન્શિયલ પ્લાનિંગ. અને આના માટે તમામ એવી જરુરી માહિતી સાથે આજે જાણીયે ડેટ રોકાણ વિશે, ક્યાં કરવું જોઈએ રોકાણ અને દર્શકોના સવાલ પર ચર્ચા.


દરેક નાણાંકિય સમસ્યાના નિવારણ માટે યોગ્ય નાણાંકિય આયોજન કરવું ખુબ જ જરૂરી છે, અને દરેક પરિસ્થિતીમાં યોગ્ય રીતે નાણાનું આયોજન થયેલું હોય તો સમસ્યા આપમેળે નિવારી શકાય છે, ત્યારે ડેટમાં રોકાણ કરવું એ એવું રોકાણ છે જે તમને મદદરૂપ થઈ શકે, ક્યાં ક્યાં ઓપ્શનમાં રોકાણ કરી શકાય તે અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.


આરબીઆઈ રેટ કટનું મહત્વ ઘટી ગયું છે. આરબીઆઈ બેન્કની ફોલોઅર થઇ ગઇ છે. કારણ કે બેન્ક પોતાના રીતે રેટ ઘટાડે છે. બેનક દ્વારા રેટ કટ આવનારા 5-6 મહિના સુધી જોવા મળી શકે છે. નવા કાપમાં લેન્ડિંગ રેટમાં કાપ જોવા મળી શકે છે. રોકાણમાં જ્યાં ઉચુ રેડ ઓફ રિટર્ન મળતું હોય તો રોકાણને બદલવું પડે છે. થોડા જોખમ સાથે રોકાણ કરતા ફાયદો થશે. ડેટ મ્યુચ્ચુઅલ ફંડનું રોકાણ એફડી કરતા વધારે હોઇ શકે છે.


કોર્પોરેટ એફડીમાં થોડું જોખમ વધારે રહે છે. કોર્પોરેટ એફડીમાં રેટ ઓફ રિટર્ન કરતા અલગ રહે છે. ટેક્સ ફ્રિ બોન્ડમાં પહેલાની સરખામણીમાં ઓછું મળે છે. ટેક્સ ફ્રિ બોન્ડમાં અન્યની સરખાણીમાં સારુ વળતર મળી શકે છે. સારા રિટર્ન માટે રિસ્ક લેવું અનિવાર્ય છે. લાંબા ગાળા માટે ઇક્વિટીમાં રોકાણ કરી શકાય છે. સ્મોલ સેવિંગમાં ગરેક વસ્તુ ઓટોમેટિક થઇ ગયું છે. ડિસેમ્બરમાં તમે અમુક રોકાણમાં નાણાં રોકો તો હાલનો રેટ મળી શકે છે.