બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: ડિમોનેટાઈઝેશન પરની અસર ચર્ચા

ના રોજ પ્રકાશિત Tue, 29, 2016 પર 17:44  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારી કમાણી તમને કમાણી કરાવી આપે તેને થયું કહેવાય શ્રેષ્ઠ નાણાંકિય આયોજન. અને દરરોજ અવનવી નાણાંકિય આયોજન અંગેની ટીપ્સ આપતો શો એટલે મની મેનેજર. આજે આપણે જાણીશું ડિમોનેટાઈઝેશન કેટલું સારુ, હવે ક્યાં રોકાણથી થશે સારુ વળતર, અને દર્શકોના સવાલ પર.


ડિમોનેટાઈઝેશન થયાને લગભગ 3 સપ્તાહ જેટલો સમય થઈ ગયો છે, લોકોના આવકાર સાથે ઘણા લોકોને આ ડિમોનેટાઈઝેશન સામે રોષ પણ છે, લોકોની સમસ્યાઓ ધીરે ધીરે સામે આવી રહી છે અને ઘણી સમસ્યાઓનું નિવારણ પર દિવસો જતા મળી રહ્યું છે, ત્યારે ખરેખર આ ડિમોનેટાઈઝેશન આપણા ભવિષ્ય માટે શું ઘડી રહ્યું છે તેના અંગે ચર્ચા કરવા અને આ ડિમોનેટાઈઝેશન બાદ તમારે ક્યાં રોકાણ કરવું જોઈએ જેનાથી શ્રેષ્ઠ વળતર મળે તે ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ રહ્યાં છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી.


કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે ડિમોનેટાઈઝેશનથી સિસ્ટમમાં ઘણું પરિવર્તન આવી રહ્યું છે. બેન્કમાં એક સાથે આટલી મોટી રકમ આવતા ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. હાલ બોન્ડ ફંડમાં રોકાણ કરવું જોઇએ છે. એફડી સામે બોન્ડ ફંડમાં ઘણી સારી સ્કીમ છે. બોન્ડ ફંડમાં 12%- 15% જેટલું વળતર જોવા મળે છે. આપણે જો ડિમોનેટાઈઝેશનમાં સમય ગાળો અને એનો વળતર જોઇએ તો લિક્વીડમાં 3-6 વર્ષમાં 8-10% મળે છે.


કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે શોર્ટ ટર્મમાં 1 વર્ષમાં 10-12% મળે છે. ડાયનામિક બોન્ડમાં 1-3 વર્ષમાં 12-18% મળે છે. ગીલ્ટ લોંગ ટર્મમાં 3 વર્ષમાં 19-20% મળે છે. બોન્ડ ફંડ આ ફંડ માંથી સેમ્ટ્રલ ગવર્નમેન્ટને લોન આપે છે. લિક્વીડમાં જેમ કે અફડી, ડિબેન્ચર, કંપની ડિપોઝિટ, ટ્રેઝરી બિલ્સ, જોવા ફંડ હોય છે. બોન્ડમાં રોકાણ કરતા ટેક્સમાં પણ ફાયદો થઇ શકે છે. બોન્ડ ફંડમાં નાણાં ગુમાવવા નહિવત છે.