બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ડેટ ફંડ અંગે વિસ્તૃત જાણકારી

અને પર આગલ જાણકારી લઇશું ફાઇનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા પાસેથી.
ના રોજ પ્રકાશિત Tue, 07, 2019 પર 10:21  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના મની મેનેજરમાં જાણીશું ડેટ ફંટ અંગે ચર્ચા, શું ડેટફંડમાં પણ છે જોખમ? દર્શકોનાં સવાલ.


થોડા દિવસો પહેલા આપણે એફએમપીએસમાં આવેલી સમસ્યાઓ અંગે વાત કરી હતી. પણ આ જે કંઇ પણ ડિફોલ્ટ થયા તેને કારણે એક વાત એ શિખવા જેવી છે કે કોઇ પણ રોકાણ ક્યારેય જોખમ મુક્ત હોતા નથી. અને ડેટ ફંડ પણ તેમા સમાવેશ છે શું, તેમા શું જોખમ છે, છે. તો ક્યા છે તેને કઇ રીતે સમજવા આ તમામ બાબતે આપણે ચર્ચા કરીશુ આજના મની મૅનેજરમાં, અને પર આગલ જાણકારી લઇશું ફાઇનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા પાસેથી.


આ રોકાણોને સરળ અને સુરક્ષિત ગણાતા હોય છે. જો કે અમુક જોખમ ડેટનાં રોકાણમાં પણ રહેલા હોય છે. ફુગાવાનો દર અને વ્યાજદરનાં ફેરફારની અસર ડેટફંડ પર થાય છે. આ ઉપરાંત ડાઉનગ્રેડ કે ડિફોલ્ટ થાય તો પણ નુકસાન થઇ શકે છે. કોર્પોરેટ ડેટ ફંડમાં વધુ રિસ્ક રહેલુ હોય છે. પાછલા થોડા સમયમાં શાર્ટ ટર્મ અને લિક્વિડ ફંડને પણ માર પડ્યો છે.


આવુ થવુ અશક્ય લાગતુ હતુ કારણકે આ ફંડ વધુ કન્ઝરવેટીવ હતા. ઇન્સ્ટ્રુમેન્ટમાં અચાનક અને મોટા ડાઉનગ્રેડ થતા આમ થયું છે. 3,4 પોઇન્ટનો ફરક પણ રોકાણકારના વળતરમાં મોટો ફરક પાડી શકે છે. અવુ થતા એનએવી પર અસર થતા મોટુ નુકસાન થઇ જાય છે. આવા સમયે રોકાણકારે નુકસાનની માત્રા અને રિકવરીની શક્યતા ચકાસવી છે. જો નુકસાન ટેમ્પરવરી હોય તો ફંડમાં રોકાણ રહેવા દેવુ છે.


જો એમ ન હોય તો રોકાણમાંથી બહાર આવવું જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડનું સાઇડ પોકેંટિગ થઇ શકે છે. બેડ સિક્યુરિટીને અલગ કરી, રોકાણકારને અલગ યુનિટ આપી શકાય છે. આમ કરવાથી પાર્ટફોલિયોના સારા ભાગને પ્રોટેક્ટ કરી શકાશો. ખરાબ પોર્ટફોલિયોથી થયેલુ નુકસાન જ્યારે ફંડની સ્થિતી સુધરે ત્યારે મળી શકે છે. રોકાણકારે સમજવુ પડશે કે ડેટ ફંડ લિક્વિડિટી આપે છે તે હંમેશા સાચુ નથી.


અમુક વખત રોકાણનાં ક્રાઇસિસને લીધે લિક્વિડીટી નથી મળતી. ટુંકાગાળાનાં ફંડમાં જોખમ ઓછુ રહે છે. પોર્ટફોલિયો પર નજર રાખવી ખૂબ જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડનાં જોખમને સમજીને ચાલો છો. ગેરન્ટિડ રિટર્ન ક્યારેય હોતા નથી. જો રેટિંગ ઘટશે તો એનએવી ઘટતા રોકાણકારને લોસ થશે. હાલ નુકસાન ત્યા સુધી ટેમ્પવરી છે. એનટીટી ડિફોલ્ટ થાય તો પરમેનન્ટ લોસ થઇ શકે છે.


સવાલ-


હું રૂપિયા 3000ની માસિક એસઆઈપી કરૂ છુ, રૂપિયા 1000 બ્લુચીપ, રૂપિયા 1000 મિડકેપ અને રૂપિયા 1000 સ્મોલકેપમાં રોકાણ કરુ છુ, ટેક્સ સેવિંગ માટે ઈએલએસએસમાં 7000નું માસિક રોકાણ કરવા વિચારૂ છુ, શું યોગ્ય રહેશે?


જવાબ-


ઈએલએસએસમાં 3 વર્ષનું લોકઇન હોય છે. સેક્શન 80cનો લાભ લેવો હોય તો જ ઈએલએસએસમાં રોકાણ કરો છો.


સવાલ-


ફ્યુચર ગ્રુપ (big bazaar)ની એફડીમાં રોકાણ કરી શકાય? 10.33 ટકા વ્યાજ ઓફર કરી રહ્યાં છે, શું આ એફડીમાં જોખમ છે?


જવાબ-


ઉચુ વ્યાજ મળતુ હોય ત્યા જોખમ વધારે હોય છે.


સવાલ-


મારા પિતા પાસે સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ ખાતુ છે, તે ખાતામાં વધુ રકમ જમા કરાવવી જોઇએ કે નવી સિનિયર સિટિઝન એફડી કરવી જોઇએ. બેન્ક કર્મચારી અમને એપડીમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યાં છે.


જવાબ-


તમારે રેટ ઓફ રિટર્નની સરખામણી કરી લેવી જોઇએ. સિનિયર સિટિઝન સ્કીમમાં તમને 5 વર્ષ સુધી આજ વ્યાજ મળશે.