બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: સીપીએસઈ ફંડ અંગેની વિસ્તૃત જાણકારી

ના રોજ પ્રકાશિત Wed, 10, 2019 પર 10:52  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આજના મની મેનેજરમાં જીણીશું શું હોય છે ઈટીએફ? સીપીએસઈ ફંડ કઇ રીતે કામ કરશે? અને સાથે જ ઈએલએસએસ ફંડને પણ સમજીશું.


બજેટની સ્પીચમાં નાણાંમંત્રી નિર્મળા સીતારમણે કહ્યું હતુ કે સરકાર પોતાનાં સેન્ટ્રલ પબ્લીક સેક્ટર એન્ટરપ્રાઇઝ એટેલે કે સીપીએસઈ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ) લોન્ચ કરશે જેને ઈએલએસએસની જેમ કર રાહત આપવામાં આવશે ત્યારે રોકાણકાર માટે એ સમજવું જરૂરી બની ગયુ છે કે શું છે ઈટીએફ, અને સીપીએસઈ અને ઈએલએસએસ કેવા પ્રકારનાં ઇન્વેસ્ટમેન્ટ સબીત થાઇ શેક અને તે કઇ રીતે કામ કરે છે. અને આગળ જાણીશું ફાઇનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડયા પાસેથી.


એક્સચેન્જ ટ્રેડેડ ફંડ સ્ટોક અને એમએફ બન્નેનાં ફિચર ધરાવે છે. આ ફંડ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ હોય છે. આપણે દિવસ દરમિયાન જુદી જુદી કિંમત પર ટ્રેડ કરી શકીએ. એમએફને દિવસનાં અંતે એક એનએવી હોય છે. સીપીએસઈ ફંડમાં સરકારી કંપનીનાં શૅર હોય છે. આવો એક ફંડ ઓપરેશનમાં છે. આ ફંડનું વધુ એક્સપોઝર ઓઇલ અને ગેસ સેક્ટરમાં હોય છે.


આ ફંડને હવે ટેક્સમાં રાહત મળશે. આ ફંડને 80c હેઠળનાં લાભ મળશે. આ ફંડમાં 3 વર્ષ માટેનું લોકઇન રહેશે. આવા બીજા ફંડ લોન્ચ થઇ શકે છે. ડેટ સીપીએસઈ ફંડ પણ લોન્ચ થઇ શકે છે. માત્ર પબ્લીક સેક્ટરની કંપની હોવાથી આ નેરો ફંડ રહેશે.


ઈએલએસએસ ડાઇવર્સિફાઇડ ઇક્વિટી ફંડ છે. ઈએલએસએસ કોન્સોન્ટ્રેટેડ ફંડ છે. ઈએલએસએસનો એક્સપોઝર અમુત સેક્ટરમાં મર્યાદિત હોય છે. હાઇ રિસ્ક લઇ શકતા લોકોએજ આ ફંડમાં રોકાણ કરવું જોઇએ.