બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: લોન અંગે વિસ્તૃત જાણકારી

ના રોજ પ્રકાશિત Tue, 19, 2018 પર 10:19  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાં અને અમારૂ આયોજન, આજના મની મેનેજરમાં જાણીશું લોન અંગેની તમામ માહિતી, કઇ લોન લેવી અને કઇ લોન ન લેવી, દર્શકોનાં સવાલ.


લોન એ એક એવો વિકલ્પ છે કે જે આપણા અમુક અશક્ય લાગતા સપનાને સાકાર કરી શકે છે પરંતુ જેમ આપણા ગુજરાતીમાં કહેવત છે ને! કે જે તારી શકે છે તે મારી પણ શકે છે તેવી જ રીતે વધુ પડતી લોન લેવી, એ આપણને નાણાંકિય ભીષમાં મૂકી શકે છે, સાથે જ એ પણ જાણી લેવુ જોઇએ કે દરેક લોન આપણા ફાયનાન્શિયલ પોર્ટફોલિયો માટે સારી નથી હોતી. તો આ જ વિષયે આજના મની મૅનેજરમાં આપણે ચર્ચા કરીશુ અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઇ રહ્યાં છે ફાયનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા.


અસેટ ઉભા કરવા માટે લોન લેવી યોગ્ય છે. ઘર લેવા માટે લોન લેવી એ યોગ્ય છે. ઘણી લાઇફ સ્ટાઇલ લોનની ઓફરો રોજબરોજ થતી રહેતી હોય છે. ટ્રાવેલિંગ, મોંઘી વસ્તુઓ અને મોબાઇલ ખરીદવા માટે પણ લોન મળતી હોય છે. આવી લોન માટે સિક્યુરિટી તરીકે કોઇ અસેટની જરૂર નથી. આ લોનનાં વ્યાજદર પણ 16 થી 25% જેટલા ઉંચા હોય છે. આવી લોન પર પેમેન્ટને EMIમાં ફેરવવા માટેની ઓફર પણ અપાઇ છે પણ તેના પર ચાર્જ લાગે છે.


ઘર અને ઓફિસ જેવી સંપત્તી ખરીદવા માટે લેવાતી લોન સારી લોન છે. કાર જેવા ડેપ્રીસિયેટિંગ અસેટ ખરીદવા માટે લોન લેતા પહેલા વિચારવું છે. જો અસેટ પ્રોડક્ટિવિટી વધારતા હોયતો તેને ખરીદવા લોન લઇ શકાય છે. હાલમાં ઘણી સંસ્થાઓ આવી લોન આપે છે. મોટાભાગની બેન્ક લોન આપતી હોય છે. અમુક નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની પણ લોન આપે છે.


હાઉસિંગ ફાયનાન્સ,એજ્યુકેશન સ્પેશ્યાલિસ્ટ અને ગોલ્ડ લોન કંપની પણ લોન આપે છે. આવી લોન માટે ઘણી કોસ્ટ લાગતી હોય છે. લોન લેતી વખતે પ્રોસેસિંગ ફી લાગતી હોય છે. ઘણી વખત વ્યાજદરની બાબતમાં પણ પુરતી સ્પષ્ટતા હોતી નથી. પ્રિપેમેન્ટ માટે પેનલ્ટી પણ હોઇ શકે છે. લોનની EMI તમારી કુલ આવકનાં 20-25%થી વધુ ન હોવી જોઇએ. તમારા લોન પોર્ટફોલિયોનો મોટો ભાગ અસેટ ક્રિએશન માટે હોવો જોઇએ. આવી ટ્રાવેલિંગ કે મોંઘી વસ્તુઓ માટે લોન લેવી યોગ્ય નથી.


વેકેશન માટે યોગ્ય રીતે રોકાણ કરી યોગ્ય રકમ ભેગી કરી શકાય છે. લાઇફ સ્ટાઇલ લોન પરનાં વ્યાજ દર ઘણા ઉચા હોય છે. ખર્ચ કરવા માટે લોન ન લેવી જોઇએ. પર્સનલ લોન માટે સિક્યુરિટી તરીકે કોઇ અસેટની જરૂર નથી. અનસિક્યુર લોનનાં વ્યાજ દર ઉચા હોય છે. ખર્ચ કરવા માટે લોન ન લેવી જોઇએ. અમૂક વખત તમને તેટલો વ્યાજ દર લાગે છે એ પારદર્શક નથી હોતુ.


સવાલ-


રૂપિયા 1 લાખથી વધુ રકમ તેમના એસબીઆઈ સેવિંગ ખાતામાં છે, કઇ બેન્ક સેવિંગ ખાતામાં વધુ વ્યાજ આપે છે, આ રકમ કઇ બેન્કમાં રોકી શકાય?


જવાબ-


પ્રાઇવેટ સેક્ટરની અમૂક બેન્ક મોટી રકમ પર થોડુ વધુ વ્યાજ આપી શકે છે.