બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: કેપિટાલિઝમ અને ફ્રોડ અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Wed, 28, 2018 પર 10:58  |  સ્ત્રોત : CNBC-Bajar

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ, વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે. આજે આવી જ એક પરિભાષા સમજાવતા ટોપિક સાથે સ્વાગત છે. આજે મની મેનેજરમાં કેપિટલિઝમ અને ફ્રોડ અંગે, જાણીશુ ફ્રોડની રોકાણકાર અને ઇન્ડસ્ટ્રી પર અસર, અને લઇશું દર્શકોનાં સવાલ


તાજેતરમાં જ પીએનબી બેન્કનું કૌભાંડ સામે આવતા બેન્કિંગ ફ્રોડ અંગેની ચર્ચા ઉગ્ર બની છે સાથે જ બેન્કમાં રોકાયેલા આપણા નાણાંની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. અને મની મૅનેજર આ મુદ્દા પર જાણકારી ન આપે એ તો કઇ રીતે બની શકે? તો મની મનેજરમાં આજે વાત કરીશુ કેપિટલિઝમ અને ફ્રોડની. અને આ વિષયે વિસ્તૃત જાણકારી આપવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્સેન્ડ કંસલ્ટન્સીનાં ડિરેક્ટર કાર્તિક ઝવેરી.


કાર્તિક ઝવેરીનું કહેવુ છે કે કૌભાંડની અસર કંપની, ગ્રાહક, ઇન્ડસ્ટ્રી અને દેશ પર પડે છે. કૌભાંડ બહાર આવતા કંપનીનાં શૅરની કિંમત નીચે આવશે. કંપનીનાં રેપ્યુટેશન પર ખૂબ જ માઠી અસર પડશે. કંપની સાથે સંકળાયેલા દરેક લોકોને તેની અસર થશે. કોઇ એક કંપનીનો કૌભાંડ સામે આવતા તે ઇન્ડસ્ટ્રી પર માઠી અસર થશે. આખી ઇન્ડસ્ટ્રીની કંપનીને સોન મળવાની મુશ્કેલ બની શકે છે. કૌભાંડ બહાર આવતા રોકાણકારને પોતાના નાણાંની સુરક્ષા જોખમાતી લાગે છે. આવા સમયે ઘણી અફવાઓ પણ ફેલાતી હોય છે. પીએનબીનાં ગ્રાહકોએ પેનિક થવાની જરૂર નથી.


બેન્કરપ્સી કૅસમાં તમને રૂપિયા 1 લાખની સુરક્ષા મળી શકશે. બેન્કમાં વધુ ન રાખી અલગ અલગ વિકલ્પોમાં રોકાણ રાખવું સલાહભર્યું છે. કૌભાંડને કારણે દેશનું નામ ખરાબ થયા છે. ફોરેન ઇનવેસ્ટર ભારતમાંથી પોતાનું રોકાણ ખેચી શકે છે. સરકાર ગવર્નમેન્ટ પ્રમોટેટ બેન્કને ફેલ નહી થવા દેશે. બજેટમાં પ્રધાનમંત્રી વયવંદના યોજના અંગે વાત કરાઇ હતી. આ યોજના હેઠળ 8 થી 8.30% સુધીનુ વાર્ષિક અસ્યોર્ડ વ્યાજ મળશે.


આ યોજના હેઠળ તમે માસિક, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક વળતર લઇ શકો છો. આ 10 વર્ષ માટેની એક પેન્સન સ્કીમ છે. આ યોજના હેઠળ કમાયેલા વ્યાજ પર ટેક્સ લાગશે. આ યોજનાં 2020 સુધી લંબાવાય છે. આ યોજનામાં પતિ-પત્ની સાથે રોકાણ કરી શકે છે. જોઇન્ટ રોકાણ કરવા પર રોકાણની મહત્તમ મર્યાદા રૂપિયા 30 લાખ થશે. હાલમાં જોઇન્ટ ખાતાની મર્યાદા રૂપિયા 15 લાખ જ રખાઇ છે. એપ્રિલ 2018 પછીના રોકાણ માટે આ મર્યાદા રૂપિયા 30 લાખ થશે.


રોકાણ ઉંમર, પરિવારનાં સભ્યો, નિવૃત્તિની વય અને ધ્યેયને ધ્યાને રાખી કરવું જોઇએ. હાઇ રિટર્ન માટે રોકાણ હાઇ રિસ્કવાળા ફંડમાં થઇ જતા હોય છે. ઓછા રિસ્ક પર ઉંચા રિટર્નની આશા ન રાખી શકાય છે. રૂપિયા 1-1 હજારનું રોકાણ ડાવર્સિફાઇડ લાર્જકેપ,મિડ કેપ અને સેક્ટોરિયલ ફંડમાં કરી શકો છો. લાઇફ ઇન્શયોરન્સ કંપની સ્મોકિંગની આદત અંગે સવાલ પુછે છે.


લાઇફ ઇન્શયોરન્સ કંપની માટે નિકોટિન કે તંબાકુનું કોઇ પણ પ્રકારનું સેવન સ્મોકિંગ ગણાય છે. સ્મોકિંગ કરતા વ્યક્તિનાં ઇન્શયોરન્સ માટે પ્રિમિયમ ચાર્જ લગાડાય છે. ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટનો ભંગ થતા ઇન્શોયરન્સનો લાભ ન મળવાનો ભય રહેશે.