બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ઈપીએફ થી એનપીએસના ટ્રાન્સફર અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Tue, 21, 2017 પર 07:14  |  સ્ત્રોત : CNBC-Bajar

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ ,વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે. મની મેનેજરમાં આજે એનપીએસના બદલાવ પર, ઈપીએફ થી એનપીએસના ટ્રાન્સફર અંગે અને દર્શકોના સવાલ પર.

દરેક રોકાણ થકી એક વળતર મળતું હોય છે, જો રોકાણ યોગ્ય તો વળતર શ્રેષ્ઠ. એવા ઘણા રોકાણ હોય છે જે લાંબાગાળા માટે કરાતા હોય છે, અને ઘણી એવી સ્કીમ હોય છે જેમા ફેરફાર થતા રહેતા હોય છે, ત્યારે આ બદલાવ પર તમારા રોકાણ પર શું અસર થશે તે પણ જોવું પડે છે, ત્યારે આજે એનપીએસ અને ઈપીએફ વિશે આપણે વાત કરીશું. અને આ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.

એનપીએસમાં 8 ફંડ મેનેજર હોય છે જેમા 7 કાર્યરત છે. ઓટો એક્સપોઝર જે રોકાણકાર રોકાણ નક્કી ન કરી શકતા હોય તેના માટે છે. એનપીએસમાં એક્ટિવ અને ઓટો એમ 2 ઓપ્શન છે. પહેલા રોકાણકાર વર્ષમાં 1 વખત ઓપ્શન બદલી શકતા જે હવે 2 વર્ષ કરાઈ છે. આ 2 વખતના બદલાવથી રોકાણકાર માટે ઘણી સરળતા થઈ છે. નાણાંનું વિભાજન કરવા ઓટો ઓપ્શનમાં 3 ઓપ્શન છે.


ઈક્વિટીમાં નાણાં મુકતા સમયે 50% થી વધારે રોકાણ નથી થતા. ઈક્વિટીમાં નાણાં મુકતા સમયે 50% થી વધારે રોકાણ નથી થતા. ડેટ માર્કેટમાં ઘણી વખત યિલ્ડ્સ વધતા હોય છે. રોકાણકારે ઈક્વિટી અને ડેટ વચ્ચે એસેટ એલોકેશન ચકાસવું પડે છે. એસેટ એલોકેશનના આધારે તમે રિટર્ન ધારી શકો છો. ઈક્વિટી પસંદ કરવામાં કોઈ સમસ્યા નથી માત્ર 50% ન વધે તે જોવું. ઓલ્ટરનેટ ઈન્વેસ્ટમેન્ટમાં 5%થી વધારે વધી નથી શકાતું.


એનપીએસ અન્ય 2 ફંડ મેનેજર લાવે છે. એનપીએસમાં રોકાણ કરતા સમયે એક જ ફંડ મેનેજર પસંદ કરાય છે. ફંડ મેનેજર પસંદ કરતા સમયે તેનો ટ્રેક રેકોર્ડ જોવો. ફંડ મેનેજરનું ફંડ કેવી રીતે મેનેજ કરે છે તે જોવું. એનપીએસ નિવૃત્તીની રકમ ઉભી કરવાનું ઓપ્શન છે. ઈક્વિટી એક્સપોઝર ઉંમર પ્રમાણે કરી શકાય. જેમણે રોકાણની શરૂઆત કરવાની છે તેમણે ઓટો ઓપ્શન પસંદ કરવો.

સવાલ: હું વિદ્યાર્થી છું, અને મારે માર્કેટમાં 1000નું રોકાણ કરવું છે, તો ઓનલાઈન રોકાણ કેવી રીતે કરી શકાય? અને રોકાણ માટે અન્ય સલાહ આપવા વિનંતી.

જવાબ: જયને સલાહ છે કે ઓનલાઈન રોકાણ માટે 2 ઓપ્શન છે. ડાઈરેક્ટ ઈક્વિટી કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય. તમારા ઓનલાઈન એકાઉન્ટ સાથે ડિમેટ અને બૅન્ક એકાઉન્ટ લિંક કરવાના રહે. ઈક્વિટીના રોકાણ સમયે થોડુ રિસર્ચ કરવું અનિવાર્ય. ક્યારેય જલ્દી મળતા વળતર તરફ આકર્ષાવુ નહિં.

સવાલ: ભાવનગરથી લખે છે, મારી આવક 80 હજાર છે, મારા પાસે 8 લાખનું લાઈફ ઈન્શ્યોરન્સ છે, અને 3 લાખનું ફેમિલી ફ્લોટર ફંડ છે, મારા પરિવારમાં પત્ની અને દિકરી છે, મારી દિકરીની ઉંમર 14 વર્ષ છે, અને મારી ઉંમર 40 વર્ષ છે, મારે લાઈફ ઈન્શ્યોરન્સમાં ટોપઅપ કરવું જોઈએ કે નવુ લેવું જોઈએ?

જવાબ: કેતનને સલાહ છે કે લાઈફ ઈન્શ્યોરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય પરિવારની સુરક્ષાનો છે. તમારુ ઈન્શ્યોરન્સ કવર વધારવું જોઈએ. તમારે ટર્મ પ્લાન લેવો જોઈએ. ટર્મ પ્લાનમાં કોઈ સેવિંગની તક નથી. ટ્રેડિશનલ પ્લાન હોય તો ટોપઅપ ન કરવું.