બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ક્લોઝ એન્ડેડ સ્કીમ અંગે ચર્ચા

આજે મની મેનેજરમાં જાણીશું ક્લોઝ એન્ડેડ સ્કીમ અંગે ચર્ચા, આવી સ્કીમમાં રોકાણ કેટલું યોગ્ય?
ના રોજ પ્રકાશિત Thu, 23, 2018 પર 10:11  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે. આજે મની મેનેજરમાં જાણીશું ક્લોઝ એન્ડેડ સ્કીમ અંગે ચર્ચા, આવી સ્કીમમાં રોકાણ કેટલું યોગ્ય?, દર્શકોના સવાલ.


મની મેનેજરમાં આપણે રોકાણનાં વિવિધ વિકલ્પોની વાત કરતા હોઇએ છીએ, તે મુજબ જ આજે પણ આપણે એવા રોકાણો અંગે વાત કરવાનાં છે જે ક્લોઝ એન્ડેડ હોય છે એટલે કે તેમા રોકાણ કર્યા બાદ તમે નિર્ધારિત સમય સુધી તમારા રોકાણની બહાર નથી નીકળી શકતા, તો આવી ક્લોઝ એન્ડેડ સ્કીમમાં રોકાણ કરવું કેટલુ યોગ્ય છે?, તે અંગેની ચર્ચા આજે આપણે મની મૅનેજરમાં કરવાનાં છે. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફાઈનાન્શિયલ એક્સપર્ટ અર્ણવ પંડ્યા.


ક્લોઝ એન્ડેડ સ્કીમ


આવી સ્કીમ એક નિયત થયેલા સમયગાળા માટે હોય છે. સ્કીમનો સમયગાળો પુરો થતા રોકાણકારને NAV પ્રમાણે તેના નાણાં પરત મળે છે. અમુક ફંડ શરૂઆતનાં અમુક સમય માટે ક્લોઝ એન્ડેડ હોય છે. ફંડ હાઉસ ક્લોઝ એન્ડેડનો સમયગાળો નક્કી કરે છે. જુદા-જુદા ફંડ હાઉસ અમુક રાખી થી અમૂક વર્ષ સુધી ક્લોઝ રાખી શકે છે. ફંડ સમાપ્ત થાય તે દિવસની એનએવી પ્રમાણે તમને નાણાં પાછા મળશે. ઇક્વિટી ફંડ ક્લોઝ એન્ડેડ હોય તો માર્કેટ સારૂ ન હોય તો નુકસાન થઇ શકે છે.


અમૂક વખત સ્કીમ રોલઓવર કરવામાં આવેચો રોકાણકાર એક્સિટ પણ કરી શકે છે. આવી સ્કીમમાં રોકાણ માટે નિર્ધારિત સમયગાળો જ મળતો હોય છે. અમૂક વખત સ્કીમ અમૂક સમય માટે લંબાવાતી હોય છે. આ સ્કીમનાં સમયગાળા દરમિયાન ફંડ નવા યુનિટની લે - વેચ કરી શકતા નથી. જોકે રોકાણકાર પોતાના યુનિટની લે-વેચ કરી શકે છે.


આ લે-વેચ આવા ફંડ લિસ્ટેડ હોય એવા સ્ટોક એક્સચેજમાં થાય છે. રોકાણકારે સમજવુ જોઇએ કે આ કોઇ જલ્દી પૈસા બનાવવાની સ્કીમ નથી. હાલનાં રોકાણકાર એનએવી કરતા ડિસ્કાઉન્ટ રેટ પર વચ્ચેથી વેથી શકે છે. સેકન્ડરી માર્કેટ માંથી લીધેલા યુનિટ મેચ્યુરીટી સુધી રાખશો તો સારો ફાયદો છે. સેકન્ડરી માર્કેટ માંથી રોકાણની તક મળે તો તે એક સારી તક છે.


દરેક ફંડનો પોર્ટફોલિયો જોઇ તેમાં રોકાણનો નિર્મય લઇ શકાય છે. સેકન્ડરી માર્કેટ માંથી રોકાણ કરનારને સામાન્ય લાભ ઉપરાંત ડિસ્કાઉન્ટનો લાભ થાઇ છે. ડિસ્કાઉન્ટ 8-15% સુધી હોય શકે છે. નવા રોકાણકારે ઓપન એન્ડેડ ફંડમાં રોકાણ કરવું સલાહ ભર્યું છે. રોકાણકારનો વધુ ઝુકાવ ઓપન એન્ડેડ ફંડ તરફ હોવો જોઇએ.