બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Tue, 04, 2019 પર 10:45  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું ડેટ માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડ, જનાદેશ બાદ કેપિટલ માર્કેટની સ્થિતી, રોકાણકારે ડેબિટ, મ્યુચ્યુઅલ ઈન્વેસ્ટમેન્ટસ, જોખમને કઇ રીતે સમજવા?


મની મેનેજરમાં અમે તમને સતત તમારા ધ્યેયને આધાપે એસઆઈપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની સલાહ આપતા હોય છે, તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી હાલ કેવી સ્થિતીમાં છે, શું રોકાણકારોએ પોતાનો મ્યુચ્યુઅલ ફંડમાં વિશ્ર્વાસ જાળવી રાખ્યો છે, મ્યુચ્યુઅલ ફંડમાં જોખમને કઇ રીતે સમજવુ આ તમામ મુદ્દા અંગે આજે આપણે જાણીશું ડીએસપી ઇનવેસ્ટમેન્ટ મેનેજરનાં પ્રેસિડન્ટ, કલ્પેન પારેખ પાસેથી.


આઈએલએન્ડએફએસનાં ડિફોલ્ટને કારણે ડેટનાં રોકાણકારમાં ભય વધ્યો છે. આઈએલએન્ડએફએસની ધટના બાદ આપણને ઘણુ શીખવા મળ્યું છે. ડેટ ફંડમાં પણ જોખમ રહેલા હોય છે તે સમજવું જોઇએ. દરેક ડેટ ફંડમાં સમસ્યા છે એવુ નથી. જે ડેટ ફંડમાં જોખમ ઘણુ ઓછું છે તેમા વળતર પણ ઓછુ છે.


ડીએસપી ક્વાંટ ફંડ-


ડીએસપી મ્યુચ્યુઅલ ફંડનો નવો ફંડ લોન્ચ થયો છે. જુન સુધી એનએફઓ ખુલ્લો રહેશે. આ એક ઓપન એન્ડેડ સ્કીમ છે. ફંડનો બેન્ચમાર્ક BSE200 ટીઆરઆઈ. એક અલગોરિધમ પ્રમાણે શેર સિલેક્લશન છે. બીએસઈ 200ની 50 કંપનીમાં એક્સપોઝર છે. દરેક 6 મહિનામાં પોર્ટફોલિયો રિબેલેન્સ કરાશે. વધારે ઉતાર-ચઠાવ વાળી કંપનીમાં એક્સપોઝર નથી. ડાઇવર્સિફાઇડ લાર્જકેપ પોર્ટફોલિયો માટે રોકાણ કરો છો. ફંડમાં કોઇ એક્સિટ લોડ નથી. રૂપિયા 500નાં રોકાણથી શરૂઆત થઇ શકશે.


ડીએસપી ક્વાંટનો પોર્ટફોલિયો-


કન્ઝુમર સ્ટેપલ 15 ટકી રહ્યો છે. મટિરિયલ્સ 13.1 ટકા રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ 5.1 ટકા રહ્યા છે. કમ્યુનિકેશન સર્વિસ 2 ટકા રહ્યા છે. હેલ્થકેર 4.8 ટકા રહ્યા છે.