બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: સ્મોલ કેપ ફંડ અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Wed, 28, 2018 પર 11:59  |  સ્ત્રોત : CNBC-Bajar

બચત, રોકાણ અને વળતર. આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારુ જ આવે છે. ત્યારે આજે ફરી એક નવા ટોપિક સાથે તમને સારા વળતરની જાણકારી આપવા હું આપનું સ્વાગત કરુ છું આજના મની મેનેજરમાં.

મની મેનેજરમાં આજે સ્મોલ કેપ ફંડ અંગે ચર્ચા, રોકાણકારે કેવો અપોર્ચ રાખવો? અને દર્શકોનાં સવાલ.

મની મૅનેજરમાં આપણે રોકાણનાં વિવિધ વિકલ્પો વાતો કરતા હોઇએ છીએ, જેમાંથી આજે આપણે સ્મોલ કેપ ફંડ અંગે વિસ્તાર પુર્વક જાણીશુ, રોકાણેકાર સ્મોલ કેપ ફંડમાં ક્યારે અને કેટલુ રોકાણ કરી શકે તે અંગેની જાણકારી મેળવીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઇડ ફાયાન્નશિયલ પ્લાનર અને યોર્સ ફાયનાન્શિયલ બુકનાં લેખક કલ્પેશ આશર.

કલ્પેશ આશરનાં મતે સ્ટોક માર્કેટની સ્થિતી બદલાતી રહે છે, હવે માર્કેટ સુધરી રહ્યું છે. આવનારા સમયમાં વોલેટિલિટી રહેશે. માર્કેટમાં પોઝેટિવ સંકેતા ઘણા છે, પોર્ટફોલિયો પર ધ્યાન આપતા રહેવું. સ્મોલકેપના રિટર્ન છેલ્લા 4 વર્ષમાં સારૂ રહ્યું હતું. છેલ્લા 1 વર્ષમાં સ્મોલકેપ ઇન્ડેક્સ 27% ડાઉન છે. સેબી મુજબ પહેલા 250 પછીનાં ફંડ મિડ અને સ્મોલકેપ છે.


સ્મોલકેપનાં રોકાણમાં જોખમ વધુ રહેતુ હોય છે. સ્મોલકેપમાં અનુભવી રોકાણકાર જે જોખમ લઇ શકે તેણે રોકાણ કરવું. સ્મોલકેપમાંથી ફાયદો મેળવવા 10 કે વધુ વર્ષનું રોકાણ જરૂરી છે. સ્મોલકેપમાં રોકાણ પહેલા ફંડની ફેક્ટશીટ સમજી લેવી. વધુ પડતા સ્મોલકેપ ફંડમાં રોકાણ ન કરવું. ફંડહાઉસ દ્વારા પણ નવા સ્મોલકેપ ફંડ ઓપન કરાયા છે. તમારા પોર્ટફોલિયોનાં 20-25% રોકાણ સ્મોલકેપમાં રાખી શકાય.

સ્મોલ કેપનાં વળતરની સરખામણી
એચડીએફસી સ્મૉલકેપ ફંડમાં 1 વર્ષનું વળતર 0.9 ટકા છે અને 5 વર્ષનું વળતર 20.3 ટકા છે. એસબીઆઈ સ્મૉલકેપ ફંડમાં 1 વર્ષનું વળતર -7.7 ટકા છે અને 5 વર્ષનું વળતર 29.7 ટકા છે. રિલાયન્સ સ્મૉલકેપ ફંડમાં 1 વર્ષનું વળતર -8.4 ટકા છે અને 5 વર્ષનું વળતર 30.7 ટકા છે. ફ્રેકલિન ઈન્ડિયામાં 1 વર્ષનું વળતર -13.7 ટકા છે અને 5 વર્ષનું વળતર 23.8 ટકા છે.


કોટક સ્મૉલકેપ ફંડમાં 1 વર્ષનું વળતર -14.1 ટકા છે અને 5 વર્ષનું વળતર 20.2 ટકા છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ સ્મૉલકેપ ફંડમાં 1 વર્ષનું વળતર -17.5 ટકા છે અને 5 વર્ષનું વળતર 11.4 ટકા છે. ડીએસપી સ્મૉલકેપ ફંડમાં 1 વર્ષનું વળતર -18.1 ટકા છે અને 5 વર્ષનું વળતર 26.4 ટકા છે. આદિત્ય બિરલા સન લાઇફ ફંડમાં 1 વર્ષનું વળતર -21.1 ટકા છે અને 5 વર્ષનું વળતર -21.1 ટકા છે.

અન્ય કેપનાં સરેરાશ વળતર જોઈએ તો મિડકેપ ફંડમાં 1 વર્ષનું વળતર -11.4 ટકા મળે છે અને 5 વર્ષનું વળતર 21.1 ટકા મળે છે. લાર્જકેપ ફંડમાં 1 વર્ષનું વળતર -0.7 ટકા મળે છે અને 5 વર્ષનું વળતર 12.1 ટકા મળે છે. મલ્ટીકેપ ફંડમાં 1 વર્ષનું વળતર -5.7 ટકા મળે છે અને 5 વર્ષનું વળતર 15.8 ટકા મળે છે.

સવાલ: મારી ઉંમર 33 વર્ષ છે, મારૂ ધ્યેય 22 વર્ષ પછી નિવૃત્તી સમયે રૂપિયા 2 કરોડ ભેગા કરવાનું છે. અને 12 વર્ષ પછી બાળકોનાં ભણતર માટે રૂપિયા 50 લાખ જોઇએ છે. હું માસિક રૂપિયા 15000ની એસઆઈપી કરૂ છુ. જે આ પ્રમાણે છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ નેક્સટ 50 ઈન્ડેક્સ ફંડમાં 2000, આઈસીઆઈસીઆઈ પ્રુ બ્લુચીપ ફંડમાં 4000, એસબીઆઈ મેગ્નમ ગ્લોબલ ફંડમાં 1000, એચડીએફસી સ્મૉલકેપ ફંડમાં 2000, ફ્રેકલિન ઈન્ડિયા સ્મૉલર કંપનીઝ ફંડમાં 2000, આઈસીઆઈસીઆઈ પ્રુ વેલ્યુ ડિસક્વરી ફંડમાં 2000 અને કેનેરા રોબેકો ઈમરજીંગ ઇક્વિટિસ ફંડમાં 2000 છે. આ સિવાય બાકીનાં રોકાણ આ મુજબ છે યુલિપ પ્લાન રૂપિયા 5000, પીપીએફ રૂપિયા 2000, સુકન્યા સમૃધ્ધી યોજના 1500, એલઆઈસી 1000 (ટ્રેડિશનલ) છે અને ઇમરજન્સી ફંડ રૂપિયા 3 લાખ છે.

જવાબ: હિરેન પટેલને સલાહ છે કે તમારી એસઆઈપી દ્વારા તમે 22 વર્ષે રૂપિયા 1.5 કરોડનું ભંડોળ ભેગુ કરી શકો છો. બાળકોનાં ભણતરનાં ધ્યેય માટે તમારે વધુ રૂપિયા 15 હજારની એસઆઈપી કરવી પડશે. તમારો ટર્મ પ્લાન હાલ યોગ્ય છે, ભવિષ્યમાં રકમ વધારવી. તમે ટ્રેડિશનલ પોલિસી બંધ કરી શકો છો. રોકાણ અને ઇન્શ્યોરન્સ અલગ રાખવા જોઇએ. તમે 5 થી 7 ફંડમાં રોકાણ કરી શકો છો.