બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: પોર્ટફોલિયોની ગતિ વિશે ચર્ચા

ના રોજ પ્રકાશિત Tue, 06, 2017 પર 07:19  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણા શબ્દ સાથે ઘણી સમસ્યાઓ તો ઘણી સમસ્યાઓનું નિવારણ મળતુ હોય છે. તમારા નાણા તમારા માટે હંમેશા નિવારણ રૂપ જ બન્યા રહે તે માટે યોગ્ય નાણાંકિય આયોજન જરૂરી છે. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું પોર્ટફોલિયોની ગતિ વિશે, ધ્યાનમાં લેવાની બાબતો અને દર્શકોના સવાલ.

દરેક રોકાણ સાથે તેના સારા કે ખરાબ પરિણામ જોડાયેલા હોય છે. અને દરેક રોકાણ તેનામાં સુરક્ષિત કે જોખમી પણ હોય છે. ત્યારે અમે તમારા માટે લઈને આવ્યા છીએ રોકાણના જોખમો. કેવા રોકાણ છે હિતાવહ અને ક્યા છે હાનિકારક તેની ચર્ચા છેલ્લા 2 એપિસોડથી આપણે કરી રહ્યાં છીએ.


આજે આગળ વાત કરીએ અન્ય risk ની તો આ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા હતા યોગિક વેલ્થ પુસ્તકના લેખક અને સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા. અને આજે આ મુદ્દે આગળ વાત કરીશું રોકાણના અન્ય જોખમો વિશે.

સરકાર દ્વારા નવા કાયદા આવે અને રોકાણને થતી અસર એટલે લેજીસ્લેટિવ રિસ્ક. લેજીસ્લેટિવ રિસ્કની અસર રોકાણના વ્યૂહ અને તત્કાલીન પોર્ટફોલિયો પર પડે.

લેજિસ્લેટિવ રિસ્ક ડિમોનેટાઇઝેશ, ડેટ ફંડમાં ફેરફાર, વિવિધ ટેક્સની નાબૂદી અને ગોલ્ડ કન્ટ્રોલ ઍક્ટ નાબૂદી. ડાઈવર્સિફાઈડ પોર્ટફોલિયોમાં તેની અસર ઓછી થઈ શકે. ડેટ આધારિત મ્યુચ્યુઅલ ફંડનું કેપિટલ ગેઇન્સનું માળખું બદલાતા રિસ્ક લાગે. ધીરાણના નાણાં હંમેશાં જોખમમાં મુકાતાં હોય છે.


ક્રેડિટ રિસ્કથી ચેતી શકાય છે. ધિરાણ આપતાં પહેલાં બીજાં અનેક પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. રોકાણ કરતા પહેલા કંપની વિશે પુરતી માહિતી લેવી જોઈએ. બોન્ડ કે ડિબેન્ચરમાં રોકાણ કરતા પહેલા રેટિંગ ચકાસવું જોઈએ. સિબિલ સંસ્થા ક્રેડિટ સ્કોર તૈયાર કરી આપે છે.


રોકાણને ધ્યેયના આધારે કરાતા રોકાણના વિકલ્પો ઘટી જાય છે. રોકાણ કરતા સમયે કંપનીની પુરતી માહિતી લેવી જોઈએ. નાની બૅન્કમાં રોકાણ કરતા જોખમ વધી શકે છે. મોટા વળતરની લાલચ રાખી રોકાણ કરીએ તો જોખમ વધી શકે.


ઘણી વાર લોકો વધુ વ્યાજ મેળવવા માટે બિનજરૂરી રીતે ક્રેડિટ રિસ્ક લે છે. રોકાણને ધ્યેયના આધારે કરાતા જોખમ ઘટી જાય છે. રોકાણકારે સમયની સાથે તાલ મિલાવવો ખુબ જરૂરી છે. કંપનીની પ્રોડક્ટ બનતી અટકી જાય ત્યારે ઓબ્સોલેશન રિસ્ક લાગે.


સારા વળતરની લાલચમાં રોકાણ ન રોકી રાખવું જોઈએ. ક્યારે પોર્ટફોલિયો બદલવો કિંમતના આધારે ન બદલવો, સમય જતા પ્રોડક્ટ બંધ થાય. કંપનીની વેલ્યુ ઘટી જાય, પ્રેફરન્સ બદલાય જાય. શેરબજારમાં Time In ખુબ જરૂરી છે.


બજારને સમજવાની કોઈ સ્ટ્રેટજી બની જ નથી. કેટલી મૂડીનું રોકાણ છે, કેટલો સમય છે તે જરૂરી છે. લોકોની જરૂરિયાતો બજારની પરિસ્થિતિને અનુરૂપ હોતી નથી. બજારની કોઈ ભવિષ્યવાણી કરી શકતી નથી. બજારની ચાલના સ્થાને ક્યારે નાણાંની જરૂર પડવાની છે તેનો વિચારવું જોઈએ. બજારને સમય આપવાનું મહત્ત્વનું હોય છે, બજારમાં સાચો સમય પારખવાનું નહીં.

પોર્ટફોલિયોમાં બ્રેક અને એસ્કેલેટર બન્ને જરૂરી છે. રોકાણ સમયે જ્યારે ગતિ જોઈએ ત્યારે લાવવી જોઈએ. ઈક્વિટીમાં રોકાણ ફાસ્ટ વળતર માટે જ કરવું જરૂરી નથી. રોકાણ સમયે કોઈને અનુસરીને નહિં પણ આપણને જરૂરી પગલા લેવા. સોનાની ખરીદી શોખ માટે કરી શકાય રોકાણ માટે વિચારવું જોઈએ.


રોકાણ માટે ઘરેણા ન લેવા જોઈએ. સોનાના બોન્ડમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ. માત્ર ભૂતકાળના પરિણામોને જોઈ રોકાણ ન કરવું જોઈએ. રોકાણ સમયે માત્ર ટીપ્સ પર ધ્યાન ન આપવું જોઈએ. ધ્યેયના આધારે રોકાણ કરવાથી જ ફાયદો થાય.

સવાલ: માર્કેટ હમણા ઘણા હાઇ પર ચાલે છે અને મારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું છે તો એસઆઈપી થી કરૂ કે લોન્ગ ટર્મ પ્લાનથી કરૂ. અને કઇ સ્કિમ મારા માટે યોગ્ય છે. મારો મેન હેતુ છે એ સેવિંગનો અને આગળ જતા ઘર કે પ્રોપર્ટી ખરીદવાનો.

જવાબ: સ્પંદનભાઈને સલાહ છે કે લમસમ નાણાં હોય તો તે મુજબ રોકાણ કરી શકાય. જો રોકાણ ટૂંકાગાળા માટે રોકાણ હોય તો ડેટફંડમાં રોકાણ કરવું.

સવાલ: ઈનકમ ટેક્સ માટે હોમલોનનાં ઈન્સટોલમેન્ટમાં કેટલા રૂપિયાની લોન પર રાહત મળે છે?

જવાબ: જીતેન્દ્રભાઈને સલાહ છે કે ઈન્સ્ટોલમેન્ટ સિવાય લોનની રકમમાં ધ્યન ન આપવું જોઈએ.