બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ઈએલએસએસ મ્યુચ્યુઅલ ફંડ પર ચર્ચા

ના રોજ પ્રકાશિત Wed, 22, 2017 પર 08:18  |  સ્ત્રોત : CNBC-Bajar

તમારા નાણાં તમને કમાવી આપે નાણાં. અને જો આવુ થાય તેને થયું કહેવાય યોગ્ય નાણાંકિય આયોજન. મની મેનેજરમાં આજે ઈએલએસએસ મ્યુચ્યુઅલ ફંડ વિશે, કેવી રીતે કરવું રોકાણ અને દર્શકોના સવાલ પર.

રોકાણનું યોગ્ય વળતર તો જ મળે જો તે રોકાણ યોગ્ય રીતે પ્લાન કરી કરવામાં આવ્યું હોય, રોકાણના અનેક માધ્યમો છે, પણ તમારા આયોજનમાં અને તમારા ધ્યેયના આધારે ક્યું યોગ્ય બેસે છે તે જોવાનું રહે છે, આજે આપણે એવા જ એક રોકાણના માધ્યમ વિશે ચર્ચા કરીશું. અને તે છે ઈએલએસએસ મ્યુચ્યુઅલ ફંડ. કેવી રીતે કામ કરે છે આ ઈએલએસએસ મ્યુચ્યુઅલ ફંડ અને તેમા શું ધ્યાનમાં રાખવું તે અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર અને એડવાઈઝર્સના કલ્પેશ આશર.

ઈએલએસએસ એ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ છે જે ઈક્વિટી બેઝ્ડ ફંડ છે. ઈએલએસએસ રોકાણકારને ટેક્સ સેવિંગ સાથે ઈક્વિટીમાં ભાગ લેવા મદદ કરે છે. ઈએલએસએસ માં તમારા નાણાં 3 વર્ષ માટે લોકઈન થઈ જાય છે. ઈએલએસએસ ઈક્વિટી ફંડમાં સમાવેશ પામે છે. ઈએલએસએસમાં છેલ્લા અમુક વર્ષથી થતો વ્યાજદરમાં ઘટાડો મુખ્ય ભાગ ભજવે છે. વિવિધ સ્કીમ સામે ઈએલએસએસમાં વળતર સારૂ મળે છે. ઓપન એન્ડેડ કે ટેક્સ સેવર ફંડને લાંબાગાળા માટે કંટીન્યુ કરી શકાય છે. સિનિયર સિટીઝન પહેલા રોકાણ કરતા અચકાતા હતા તેઓ હવે કરવા લાગ્યા છે.

જો ઈએલએસએસ ફંડમાં 3 વર્ષમાં વળતર માટે રોકાણ કરીએ તો આ સ્ટૉકમાં રોકાણ કરી શકાય. બિરલા સનલાઈફ ટેક્સ રિલિફ 24.95 રૂપિયા, DSP બ્લેક રોક ટેક્સ સેવર 25.90 રૂપિયા, HDFC ટેક્સ સેવર ફંડ 21.53 રૂપિયા છે.

ત્યારે ઈએલએસએસ ફંડમાં 5 વર્ષમાં વળતર માટે રોકાણ કરીએ તો આ સ્ટૉકમાં રોકાણ કરી શકાય. બિરલા સનલાઈફ ટેક્સ રિલિફ 18.30 રૂપિયા, DSP બ્લેક રોક ટેક્સ સેવર 19.26 રૂપિયા, HDFC ટેક્સ સેવર ફંડ 14.28 રૂપિયા છે.

તો ઈએલએસએસ ફંડમાં 10 વર્ષમાં વળતર માટે રોકાણ કરીએ તો આ સ્ટૉકમાં રોકાણ કરી શકાય. બિરલા સનલાઈફ ટેક્સ રિલિફ 10.96 રૂપિયા, DSP બ્લેક રોક ટેક્સ સેવર 14.26 રૂપિયા, HDFC ટેક્સ સેવર ફંડ 11.65 રૂપિયા છે.

જો લાંબા ગાળા માટે રોકાણ કરવું હોય તો આઈસીઆઈસીઆઈ પ્રુ. લોન્ગટર્મમાં 22.22 રૂપિયા, રિલાયન્સ ટેક્સ સેવર 29.88 રૂપિયા 2-3 વર્ષ માટે રોકાણ કરી શકો છો. આઈસીઆઈસીઆઈ પ્રુ. લોન્ગટર્મમાં 17.18 રૂપિયા, રિલાયન્સ ટેક્સ સેવર 19.59 રૂપિયા 2-5 વર્ષ માટે રોકાણ કરી શકો છો. આઈસીઆઈસીઆઈ પ્રુ. લોન્ગટર્મમાં 12.87 રૂપિયા, રિલાયન્સ ટેક્સ સેવર 13.23 રૂપિયા 10 વર્ષ માટે રોકાણ કરી શકો છો.

સવાલ: અંકિત દેસાઈનો પાટણથી ઈમેઈલ આવ્યો છે, તેઓ પુછે છે મારી ઉંમર 18 વર્ષ છે, મે અત્યાર સુધીમાં 8000 એકઠા કર્યા છે, તો આ રકમને ક્યાં રોકી શકાય?

જવાબ: અંકિતને સલાહ છે કે રોકાણ પહેલા હેલ્થ ઈન્શ્યોરન્સ લેવો. હાલ બેલેન્સ્ડ ફંડમાં નાણાં રોકી શકાય.

સવાલ: હાર્દિક પટેલનો સવાલ છે હું અને મારા 6 ફ્રેન્ડ એટલે કે અમે 7 જણા દર મહિને 3000 સેવિંગ કરીએ છીએ. એટલે 7 જણા 21000 ભેગા કર્યા છીએ. હવે અમારે મ્યુચલ ફંડ રોકાણ કરીએ ઈચ્છીએ છે તો અમારે કેમાં રોકાણ કરવું જોઈએ તેની સલાહ આપશો.

જવાબ: હાર્દિકભાઈને સલાહ છે કે રોકાણ ધ્યેય પ્રમાણે કરવું જોઈએ. તમારે આ નાણાંનું વ્યક્તિગત રોકાણ કરવું જોઈએ. સામુહિક રોકાણમાં ઘણી સમસ્યા આવી શકે છે. બેલેન્સ્ડ ફંડમાં રોકાણ કરી શકો છો.

સવાલ: મોહિત પટેલ રાજકોટથી લખે છે, મારી ઉંમર 27 વર્ષ છે, મારા પાસે 3 સ્મોલકેપ મ્યુચ્યુઅલ ફંડ છે, અને એક LICની પોલિસી છે, જેનું માસિક ઈન્સ્ટોલમેન્ટ અને 9500 છે અને અને હાલ હું તેમા 1000 ઈન્ટરેસ્ટ ભરુ છું તો શું કરવું જોઈએ?

જવાબ: મોહિતભાઈને સલાહ છે કે તમારા 3 ફંડ હાઈરિસ્કના ફંડ છે. તમારી પોલિસીમાં તમે મોટી રકમ ભરી રહ્યા છો. તમારે એક ટર્મ પ્લાન લેવો જોઈએ.