બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: દર્શકોના સવાલ અને નિષ્ણાંતોના જવાબ

ના રોજ પ્રકાશિત Wed, 23, 2018 પર 11:58  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. દર્શકોની ઘણા બધા ઇમેલ અમને મળી રહ્યાં છે જેમા તેઓ પોતાની નાણાંકિય મુંઝવણો અંગે અમારી સલાહ પુછતા હોય છે દર્શકમિત્રો તમારી મુંઝવણોને દુર કરવાના પ્રયાસ અમે સતત કરતા રહીશું અને તમારા વધુમાં વધુ સવાલોને એપિસોડમાં લઇ શકીએ એ માટે આજનો આખો એપિસોડ આપણે દર્શકોનાં સવાલ લઇશું. અને તમારા સવાલનાં જવાબ જાણીશું યોર્સ ફાયનાન્શિયલિ બુકનાં લેખક અને ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર.


સવાલ-


અમારી રિટારમેન્ટ માટેની રકમ 4000 છે એને વધાવી છે તો કેટલી વધીવી જોઇએ?


જવાબ-


યુવા વયમાં નાણાંકિય આયોજનની શરૂઆત ખૂબ સારી છે. રૂપિયા 2 લાખનો ઇમરજન્સી ફંડ હાલ પુરતો છે. ઇમરજન્સી ફંડ તરીકે 3 થી 6 મહિનાના ખર્ચ જેટલી રકમ રાખવી છે. તમારો ટર્મ પ્લાન અને ક્રિટિકલ ઇલનેસ ઇન્શ્યોરન્સ યોગ્ય છે. 35 જેટલી સિક્રિપ્ટમાં રોકાણ કરવું સાલબભર્યું નથી. તમે 10 બલુચીપ કંપનીમાં રોકાણ કરી શકો છો. રિલાયન્સ ટેક્સ સેવર ફંડનું રોકાણ યોગ્ય છે.


માસિક રૂપિયા 4000ની આસઆઈપી 35 વર્ષ માટે કરી રૂપિયા 2.50 કરોડ ભેગા થઇ શકે છે. એનપીએસ તમને નિવૃત્તીનાં ધયેય માટે ઉપયોગી થઇ શક્શે. રૂપિયા 10,000ની એસઆઈપી દ્વારા 18 વર્ષમાં 75 લાખ બાળક માટે ભેગા કરી શકશો. અન્ડોવમેન્ટ પોલિસીની જરૂર નથી. ઈએલએસએસ ફંડમાં 3 વર્ષનાં લોકઇન સાથે રોકાણ થાય છે.


સવાલ-


મારા પાસે 6 સ્કીમ હતી. આ 6 સ્કીમ પર 65000નું આસઆઈપી કરતો હતો. એમા થી મે 2-3 સ્કીમ બંધ કરી છે. અને જે પણ મારા પાસે છે એના લઇને મારે 3 કરોડ રૂપિયા ભેગા કરવા છે તો મારો શું કરવું જોઇએ. હાલમાં મારા પાસે 15 લાખ રૂપિયી બેલેન્સ છે. એનુ કેવી રીતે રોકાણ કરી શકું?


જવાબ-


તમે બંધ કરેલી એસઆઈપીની સ્કીમની બીજી એસઆઈપી શરૂ કરવી જોઇએ. તમારા બાકીના રોકાણ યોગ્ય છે. રૂપિયા 15 લાખની લમસમ સ્કમ ડેટફંડમાં હાલમાં રોકી શકાય છે.


સવાલ-


હુ અને મારી પત્ની બન્ને 28 વર્ષના છીએ, હુ પાછલા 2 વર્ષથી એસબીઆઈ એમએફમાં રોકાણ કરૂ છુ, મારી પત્નીને પણ એમએફમાં રોકાણ શરૂ કરવા માંગે છે. તેને માટે માસિક રૂપિયા 1000નું રોકાણ ક્યા ફંડમાં કરી શકાય?


જવાબ-


તમારા રોકાણ તમારા ધ્યેય અને તેના સમય ગાળાનાં આધારે કરવા જોઇએ.