બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: નાણાકિય આયોજન પર ચર્ચા

ના રોજ પ્રકાશિત Fri, 17, 2019 પર 10:23  |  સ્ત્રોત : CNBC-Bajar

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં લઇશું દર્શકોના સવલ.


ઘણા બધા દર્શકોનાં સવાલ અમને મળી રહ્યાં છે માટે આજે આપણે વધુમાં વધુ દર્શકોને માર્ગદર્શન આપી શકીએ એ માટે આપણે દર્શકોનાં સવાલ લઇશુ અને તમારા સવાલનાં જવાબ લઇશું ફુલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ & એડવાઇઝર્સનાં સર્ટિફાઇડ પ્લાનર અને યોર્સ ફાઇનાન્શયિ બુકનાં લેખક કલ્પેશ આશર પાસેથી.


સવાલ-


તેઓ 55 વર્ષનાં છે અને થોડા દિવસોમાં તેઓ રિલિવ્ડ થશે, 55 વર્ષની વયે આમ થવાથી તેમને તેમના ફાઇનાન્શિયલ ગોલ અચિવ કરવા અંગે ચિંતા છે જે માટે તેમણે આપણો સંપર્ક કર્યો છે, તેમનો દિકરો 17 વર્ષનો છે, 12 સાયન્સમાં ભણે છે, તેના ભણતર માટે સેવિંગમાં રૂપિયા 15 લાખ રાખ્યાં છે. નિવૃત્તી સમયે તેમને ગ્રેચ્યુટી વગેરે સાથે લગભગ રૂપિયા 45 લાખની રકમ મળશે. આ રકમનું રોકાણ ક્યા કરવું? આ ઉપરાંત તેમણે રૂપિયા 25 લાખનું રોકાણ કર્યું છે પોસ્ટ ઓફિસ,


એલઆઈસી જીવન અક્ષય, જીવન સાથી તેમજ એચડીએફસી સાઇફમાં. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીનાં 500 શેર છે. અને હવે તેમને માસિક નિયમિત આવકની ચિંતા છે, તેમને તેમના રોકાણથી 7 ટકા વળતર સેફલી મેળવવાની આશા છે, સાથે જ તેમણે લખ્યુ છે કે તેઓ માર્કેટ માર્કેટ ડ્રિવન રોકાણ કરવા ઇચ્છતા નથી, અને સાથે જ તેઓ હેલ્થ પ્લાન લેવા ઇચ્છે છે, તે માટે આપણુ માર્ગદર્શન માંગ્યુ છે.


જવાબ-


તમારા સેવિંગ ખાતામાં મોટી રકમ છે. આ રકમ એપડી અથવા લિક્વિડ ફંડમાં રોકી શકાય છે. આ રકમ માત્ર તમારા દિકરાનાં ભણતર માટે રહેશે. તમારી પાસે ઇમરજન્સી ફંડ હોવુ જોઇએ. સેવિંગ ખાતામાં 3 થી 6 મહિનાનાં ખર્ચની રકમ હોવી જોઇએ. માર્કેટ સંબધી રોકાણથી ડરવું ન જોઇએ. ઇક્વિટીનાં રોકાણ અંગે માહિતી મેળવી તેને સમજો છો. દરેક લોંગટર્મ ઇક્વિટી ફંડમાં ઇક્વિટીનું એક્સપોઝર અલગ અલગ હોય છે.


ઇક્વિટીનાં રોકાણ વગર વેલ્થ ક્રિએશન કે ફુગાવાને પહોંચી વળવુ અશક્ય છે. તમારા શેરનું રોકાણ સારૂ છે, લાંબાગાળા સુધી આ રોકાણ રહેવા દો. તમે અડધી રકમનું રોકાણ બીજી બે સ્ક્રીપ્ટમાં કરી શકો છો. તમામ રોકાણ એક જ સ્ક્રીપ્ટમાં હોવુ જોખમી છે. તમે 2 થી 3 બ્લુચીપમાં રોકાણ કરી શકો છે. રૂપિયા 45 લાખનું રોકાણ 70/30નાં રેશિયોમાં કરો છો. 70 ટકા રકમનું રોકાણ ડેટમાં કરો છો. 30 ટકા રકમનું રોકાણ ઇક્વિટી એમએફમાં કરો છો.


નિવૃત્તી પછી SWP દ્વારા નિયમિત આવક મળી શકશે. પોસ્ટ એફિસ MISનું રોકાણ ચાલુ રાખી શકાય છે. એલઆઈસી પોલિસી અંગે તપાસ કરી નક્કી કરો કે હોલ્ડ કરવી કે નહી. આ રકમ તમે કોર્પોરેટ એફડી કે પોસ્ટ ઓફિસ MISમાં રોકી શકો છો. એન્ડોમેન્ટ પોલિસીમાં રોકાણ સલાહભર્યું નથી. તમારે રૂપિયા 5 લાખનો હેલ્થ પ્લાન લેવો જોઇએ.


રૂપિયા 10 લાખનું કવર તમારા અને પત્ની માટે હોવુ જોઇએ. પરંતુ આ ઉંમરે તમને હેલ્થ ઇન્શયોરન્સ મોંઘો પડી શકે છે. તમે રૂપિયા 10 લાખ મેડિકલ ઇમરજન્સી માટે એફડી કે લિક્વિડ ફંડમાં અલગ રાખી શકો છો.


સવાલ-


એમએફનાં 3-4 એવા ફંડ સુચવશો જે ઓછા રિસ્ક પર હાઇ રિટર્ન આપી શકે?


જવાબ-


સુરક્ષિત રોકાણથી તમે ઉંચા વળતરની આશા ન રાખી શકો. અસેટ અલોકેશન અને ગોલ પ્લાનિંગથી તમને મદદ મળશે. તમારે એસઆઈપી દ્વારા લાર્જકેપ અને મલ્ટીકેપમાં લાંબાગાળાનાં ધ્યેય માટે રોકાણ કરવું જોઇએ. તમારા ગોલ મુજબ અમુક રોકાણ ફિક્સ ઇનકમમાં પણ કરી શકાય છે.


સવાલ-


તેઓ 27 વર્ષનાં છે હાલ અપરણિત છે, અને સરકારી નોકરી કરે છે, તેમની નેટ સેલરી 47000 છે, જેમાથી લગભગ 5000 CFPની કપાત થાય છે. તેમનો માસિક ખર્ચ રૂપિયા 10,000 છે, આ ઉપરાંત તેઓ પીપીએફમાં વાર્ષિક રૂપિયા 1.5 લાખનું રોકાણ કરે છે, HDFC લાઇફ ઇન્શ્યોરન્સનાં વાર્ષિક રૂપિયા 50,000 ભરે છે તેમના SIPનાં રોકાણ આ મુજબ છે.
HDFC Equities Fund = 1000 per month, HDFC Small cap Fund = 1000 per month, SBI small Cap fund= 2000 per month, અને તેમને રૂપિયા 40 લાખનું ઘર લેવું છે, તો અંગે તેમણે આપણી સલાહ માગી છે?


જવાબ-


તમારે સૌથી પહેલા ટર્મ પ્લાન લેવો જોઇએ. તમારે પુરતો હેલ્થ ઇન્શ્યોરન્સ લેવો જોઇએ. તમારે પુરતુ ઇમરજન્સી ફંડ બનાવવું જોઇએ. તમારા ધ્યેય માટેનો સમયગાળો નક્કી કરો. તમારા ખર્ચ ઓછા છે, તમે SIP દ્વારા રોકાણ વધારી શકો છો. તમારા EPF અને PPFનાં રોકાણ સારા છે તેને સતત ચાલુ રાખો છો. તમારા લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાનને રિવ્યુ કરો છે.