બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: સિનિયર સિટીઝનના રોકાણ પર ચર્ચા

ના રોજ પ્રકાશિત Wed, 18, 2017 પર 07:29  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણા શબ્દ સાથે ઘણી સમસ્યાઓ તો ઘણી સમસ્યાઓનું નિવારણ મળતુ હોય છે. તમારા નાણા તમારા માટે હંમેશા નિવારણ રૂપ જ બન્યા રહે તે માટે  યોગ્ય નાણાંકિય આયોજન જરૂરી છે. મની મેનેજરમાં આજે સિનીયર સિટીઝન માટે રોકાણ, શું સુવિધાઓ છે ઉપલબ્ધ અને દર્શકોના સવાલ.

વિવિધ ઉંમરે વિવિધ પ્રકારે રોકાણ થતું હોય છે, નાની ઉંમરે રોકાણમાં રિસ્ક લઈ શકાય તો મોટી ઉંમરે વિચારી રોકાણ કરવું જોઈએ, તેમ જ રોકાણ સાથે વિવિધ ઈન્શ્યોરન્સમાં પણ ઉંમર ઘણી અસર કરતી હોય છે, ત્યારે આજે આપણે ખાસ ચર્ચા કરીએ સિનિયર સિટીઝનના રોકાણ વિશે કે તેમને શું સુવિધાઓ મળે છે, તેમજ તેમણે ક્યાં રોકાણ કરવું જોઈએ. અને આ સમગ્ર ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.

સમય પ્રમાણે રોકાણ થાય અને ઓછા જોખમ વાળી વસ્તુઓમાં રોકાણ કરવું. અમુક રોકાણમાં તેમને વધારે ફાયદો થતો હોય છે. રેટ ઓફ ઈન્ટરેસ્ટ સામાન્ય કરતા વધારે મળતો હોય છે. નિવૃત્તી બાદ ચોક્કસ આવક બંધ થઈ જાય છે. હાલ 7.5 લાખ સુધીના ડિપોઝીટ પર 10 વર્ષ માટે ફિક્સ ઈન્ટરેસ્ટ મળશે. આ રોકાણમાં રેટ 10 વર્ષ માટે ફિક્સ થઈ જશે. હાલ એફડીના રેટ ઘણા ઓછા છે તેમા તેમને શું રેટ મળે તે જોવું રહેશે.


10 વર્ષનો સમયગાળો વારે વારે રોકાણ ન કરવું પડે તે માટે છે. આ રોકાણમાં 10 વર્ષ સુધી તેમને ચોક્કસ રકમ માસિક ધોરણે મળશે. જો તમારી ઉંમર 75 વર્ષથી વધારે હોય તો રોકાણ જોખમી થઈ શકે. આ રોકાણમાં કોઈ ઉંમરનું બંધન નથી અહિં કોઈપણ રોકી શકે. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં રોકાણ કરી શકાય. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં 15 લાખ સુધીનું રોકાણ થઈ શકે. આ સ્કીમમાં લોકઈન થયા બાદ ઈકોનોમીના ફેરફારની અસર થતી નથી.


પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ પણ આ રોકાણમાં સારી છે. પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમમાં 4.5 લાખ સુધી રોકી શકાય. એક વાર એકાઉન્ટ ખોલ્યા બાદ તે દિવસના રેટ પર લોકઈન થાય છે. ગવર્નમેન્ટ બોન્ડમાં પણ રોકાણ કરી શકાય.

સવાલ: પહેલો સવાઈ ઈમેઈલ દ્વારા આવ્યો છે બોખિયા અરવિંદનો, તેઓ પુછે છે મારે શેર બજારમાં ટ્રેડિંગ શરુ કરવું છે તો કેવી રીતે રોકાણ કરી શકાય? હું નવો રોકાણકાર છું.

જવાબ: અરવિંદભાઈને સલાહ છે કે તમારે મ્યુચ્યુઅલ ફંડ થકી રોકાણ કરી શકાય. ડાઈરેક્ટ ઈક્વિટી માટે પહેલા ડિમેટ એકાઉન્ટ ખોલાવવું જોઈએ. પહેલી વખતના રોકાણ માટે લાર્જકેપ કંપનીમાં રોકાણ કરી શકાય.

સવાલ: દેવદુત્ત મહેતાનો ઈમેઈલ આવ્યો છે, તેઓ પુછે છે શું રિટાયર્ડમેન્ટ ફંડને શેરબજારમાં રોકી શકાય?

જવાબ: દેવદુત્તભાઈને સલાહ છે કે જો તમારી નાણાંકિય પરિસ્થીતી સારી હોય તો રોકાણ કરી શકાય. જેટલી રકમ હોય તેનું જ રોકાણ કરવા ઈચ્છતા હોવ તો ન કરવું જોઈએ. નિવૃત્તી બાદ રેગ્યુલર આવક માટે ડેટ ઓપ્શન ઘણા છે. ઓછું રિસ્ક લેવા ઈચ્છતા હોવ તો મ્યુચ્યુઅલ ફંડના મંથલી ઈનકમ પ્લાન સારો.