બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: લિક્વિડ અને અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Tue, 28, 2018 પર 10:28  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે. આજે મની મેનેજરમાં જાણીશું લિક્વિડ અને અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ, કઇ રીતે પસંદ કરશો ફંડ, દર્શકોનાં સવાલ.


રોકાણનાં ઘણા બધા વિકલ્પોની વાત આપણે મની મૅનેજરમાં કરતા હોઇએ છીએ, અમે તમને કહેતા હોઇએ છીએ કે તમારા ધ્યેય અને તેના સમયગાળા પ્રમાણે તમારે રોકાણનાં વિકલ્પો પસંદ કરો. પરંતુ અમુક વખત જ્યારે લિક્વીડ ફંડ અને અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડમાં પસંદગી કરવી હોયતો મુંઝવણ થતી હોય છે,


તો આ મુંઝવણ દુર કરવા માટે આ બન્ને ફંડની વિગતવાર માહિતી મેળવીશુ આજનાં મની મેનેજરમાં. અને આ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે યોર્સ ફાયનાન્શયલિ બુકના લેખક અને ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઈઝર્સનાં સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર.


બન્ને ફંડને એક સરખા ટેક્સ ઇમ્પલીકેશન લાગુ થાય છે. 3 વર્ષથી વધુ સમય માટે રોકાણ થયુ હોય તો ઇન્ડેકસેશન સાથે 20% ટેક્સ લાગશે. આ ફંડનાં રોકાણ ટુંકા સમયગાળા માટે થતા હોય છે. બેન્ક એફડી, ટ્રેઝરીબીલ વગેરે જગ્યાએ આ ફંડનાં રોકાણ થાય છે. લિક્વીડ ફંડમાં એક્સિટ લોડ નથી હોતો. અલ્ટ્રા શોર્ટ ફંડમાં અમુક ફંડમાં નોમિનલ એક્સિટ લોડ હોઇ શકે છે.


એમએફનાં રોકાણરકાર મોટે ભાગે ઇક્વિટી ફંડ પર ધ્યાન આપે છે. કોર્પોરેટ મોટે ભાગે લિક્વીડ ફંડમાં રોકાણ કરે છે. લિક્વીડ ફંડમાં 6-7 ટકા વ્યાજ મળવાની સંભાવના છે. આપણે આપણો ઇમરજન્સી ફંડ લિક્વીડ ફંડમાં રાખવો જોઇએ. બેન્ક સેવિંગની સરખામણીમાં લિક્વીડ ફંડ થોડુ વધુ વ્યાજ આપશે. આ ફંડનો ઉપયોગ એસટીપી માટે થતો હોય છે. લિક્વીડ ફંડમાં નાણાં રોકી તેને એસટીપી દ્વારા ઇક્વિટીમાં રોકી શકાય છે.


3 વર્ષથી ઓછા સમયગાળા માટે આ ફંડમાં રોકાણ થયુ હોયતો શોર્ટ ટમ કેપિટલ ગેઇન લાગશે. બન્ને ફંડને એક સરખા ટેક્સ ઇમ્પલીકેશન લાગુ થાય છે. 3 વર્ષથી ઓછા સમયગાળા માટે આ ફંડમાં રોકાણ થયુ હોયતો શોર્ટ ટમ કેપિટલ ગેઇન લાગશે. 3 વર્ષથી વધુ સમય માટે રોકાણ થયુ હોય તો ઇન્ડેકસેશન સાથે 20% ટેક્સ લાગશે.