બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: ઈપીએફ અકાઉન્ટનાં મર્જર અંગે ચર્ચા

ના રોજ પ્રકાશિત Wed, 03, 2018 પર 15:30  |  સ્ત્રોત : CNBC-Bajar

રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે હું આપનું સ્વાગત કરુ છું. મની મેનેજરમાં આજે ઈપીએફ અકાઉન્ટનાં મર્જર અંગે, આ મર્જરથી થતા લાભ, લઇશું દર્શકોનાં સવાલ.

આપણામાંથી જે કોઇ પણ નોકરીયાત વ્યક્તિઓ છે, તેમનું પીએફ કપાતુ હોય છે જે તેમના ઈપીએફ ખાતામાં જમા થાય છે, આપણે જ્યારે નોકરી બદલીએ છીએ ત્યારે ઘણી વાર નવુ ઈપીએફ ખાતુ ખુલે છે.તો આવા એકથી વધુ ઈપીએફ અકાઉન્ટને કઇ રીતે મર્જ કરી શકાય તે અંગે આજે આપણે વાત કરીશું.અને આ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે સર્ટિફાઇડ ફાયનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.

અર્ણવ પંડ્યાનાં મતે UAN નંબર એક વાર બનાવાય તો જીવન પર્યંત એક જ રહે છે. EPF ખાતામાં એમપ્લોયી અને એમ્પલોયર નાણાં જમા કરે છે. નોકરી બદલાય ત્યારે નવુ EPF ખાતુ ખોલી દેવામાં આવે છે. જુના EPF ખાતા પણ ચાલુ રહેતા હતા. અલગ અલગ EPF ખાતાને એક્સેસ કરવા પણ મુશ્કેલ બને છે. દરેક વખતે નવુ ખાતુ ખુલતા કમ્પાઉન્ડીંગનો લાભ મળતો ન હતો. હવે EPFO દ્વારા સુવિધા અપાઇ રહી છે જેથી એક જ ખાતુ ચાલુ રાખી શકાય.


છેલ્લા અમૂક સમયથી UAN નંબર ફરજીયાત છે. UAN નંબર દ્વારા જુના ખાતાને તમે હાલનાં ખાતામાં મર્જ કરી શકશો. એક જ વખત પ્રક્રિયા કરી એક થી વધુ ખાતા મર્જ કરી શકાશે. UAN નંબર દ્વારા EPF ખાતા મર્જ થઇ શકશે. મર્જર માટે UAN નંબર, બેન્ક અકાઉન્ટ અને આધાર નંબરની આવશ્યકતા રહેશે. વ્યક્તિએ હાલનો એક્ટિવ UAN નંબર, મેમ્બર ID અને મોબાઇલ નંબર આપવાનો રહેશે.


મર્જર બાદ નાણાં ઉપાડવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને છે. આ ત્રણેયનાં વેલિડેશન પછી કોન્સોલિડેશન થઇ શકશે. EPFO દ્વારા 10 EPF અકાઉન્ટને મર્જ કરવાની પરવાનગી છે. EPF ખાતાનું મર્જર ઓનલાઇન કરી શકાય છે. EPF ખાતાનું મર્જર એટલે દરેક ખાતાનું ભંડોળ હાલનાં ખાતામાં લઇ લેવા. જુના EPF ખાતાનાં નાણાં ઉપાડાયતો ટેક્સ લાગવાની સંભાવના રહે છે.


મર્જરથી રોકાણકારને તેમના રિટર્નનાં કમ્પાઉન્ડિંગનો લાભ મળી શકશે. EPF મર્જરની સેવા EPFOની વેબસાઇટ પર મળી શકે છે. EPF મર્જર થતા તમારૂ એક જ એક્ટિવ અકાઉન્ટ ચાલુ રહેશે. EPF મર્જરની ખાસ અસર એમ્પલોયર પર નથી પડતી. EPF મર્જરનો લાભ એમ્પલોઇને મળે છે, તેમના નાણાં એક ખાતામાં ભેગા થશે. નવી નોકરીમાં નવુ EPF  ખાતુ ખોલાવવું હવે જરૂરી નથી.

સવાલ: હુ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરૂ છુ. મારુ અને મારા પત્નીનું પેશન યોજનામાં અત્યારે 5000 નુ એપસ્ટેશન છે. મારી અત્યારની અને 20 વર્ષ પછી મારી આવક મહિને 40000 ફિક્સ આવે એવી સલાહ આપો.

જવાબ: અલ્કેશભાઇને સલાહ છે કે ધ્યેયના પ્લાન માટે ફુગાવાનાં દરને પણ ગણતરીમાં લેવો જોઇએ. 60 થી 65% રોકાણ ઇક્વિટીમાં કરી શકાય. 35% સુધીનુ રોકાણ ડેટમાં કરી શકાય. કેપિટલ ભેગુ કરવા પર હાલ ધ્યાન આપશો. ફંડમા રોકાણ રાખી શકાય.

સવાલ: મારી પાસે એબીએસએલ એમએનસી ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, મોતિલાલ ઓસવાલમાં રોકાણ કરવું છે. મને ઘણા લોકોએ એબીએસએલ એમએનસી ફંડ કાઢી નાખવા માટે કહે છે. તો મારે આ સ્વિચ કરવુ જોઈએ કે નહી.

જવાબ: આકાશને સલાહ છે કે જો તમે જોખમ ન લેવા માંગતા હો તો બહાર આવી શકો. ફંડનાં પરફોરમન્સનો આધાર તે કેટલુ જુનુ છે એના પર નથી.