બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મેનેજર: સેક્ટોરલ ફંડ પર ચર્ચા

ના રોજ પ્રકાશિત Mon, 19, 2016 પર 17:45  |  સ્ત્રોત : CNBC-Bajar

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ, વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે. આજે મની મેનેજરમાં શું છે સેક્ટોરલ ફંડ, કેવી રીતે કરવું રોકાણ, અને દર્શકોના સવાલ.


નાણાંકિય આયોજન માટે રોકાણ ખુબ જરૂરી હોય છે અને સમયાંતરે આપણે રોકાણમાં પરિવર્તન પણ લાવતા હોય છીએ. અમુક સમયે અમુક પ્રકારનું રોકાણ કરવું જોઈએ જેથી તમને નિશ્ચિત ગાળામાં ફાયદો થઈ શકે. ત્યારે આજે આપણે એક એવા જ રોકાણ વિશે વાત કરીશું અને તે છે સેક્ટોરલ ફંડ્સ. તો શું છે આ ફંડ્સ અને કેવી રીતે તમે તેમા રોકાણ કરી શકો, આ દરેક ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઈનાન્શિયલ પ્લાનર એન્ડ એડવાઈઝર્સના કલ્પેશ આશર.


કલ્પેશ આશરનું કબવુ છે કે સેક્ટર ફંડ એટલે નિશ્વિત સેક્ટરમાં કરતું રોકાણ છે. આ સેક્ટર ફંડ જે નિશ્વિત ક્ષેત્રમાં રોકાણ કરતું હોય જેથી વળતર સારુ રહે છે. સેક્ટોરલ ફંડ જેમકે ફાર્મા ફંડ, અન્ફ્રા ફંડ, બૅન્કિંગ ફંડ, આઈટી ફંડ, એફએમસીજી ફંડ. ટેલિકોમ ફંડ, ઓટ ફંડ જોવા હોય છે. અહિં જેઓ જખમ લેવા તૈયાર હોય તેઓ રોકાણ કરી શકે છે. સેક્ટર ફંડમાં જો બજાર યોગ્ય રહે તો વળતર ખુબ સારુ આવે છે.


અહિં રોકાણનો સમયગાળો સેક્ટરના પર્ફોમન્સને જોતા નક્કી થાય છે. તમારા પોર્ટફોલિયોમાં યોગ્ય વિભાજન થયા પછી રોકાણ સેક્ટોરલ ફંડમાં કરવું જોએ. સેક્ટરના ફંડમાં પૂર્ણ રોકાણ ન કરવું જોઈએ. ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયોમાં ઇક્વિટી રોર્ટફોલિયોના 10 થી 15% રોકાણ કરાય છે. એસઆઈપીકે લમ્પસમ રોકાણમાં સામાન્ય કરતા પરિસ્થિતી બદલાય છે.