બજાર » સમાચાર » ફાઈનાન્શિયલ પ્લાનિંગ

મની મૅનેજર: સ્મોલ સેવિંગ સ્કીમ પર ચર્ચા

ના રોજ પ્રકાશિત Wed, 25, 2017 પર 17:49  |  સ્ત્રોત : CNBC-Bajar

માત્ર આવક અને જાવકનો હિસાબ - કિતાબ રાખવો એટલે આર્થિક આયોજન થઇ ગયુ એવું નથી. પર્સનલ ફાઇનાન્સ કે વ્યક્તિગત નાણાંકિય આયોજન આ શબ્દની વ્યાખ્યા ઘણી વિશાળ છે. જેમાં બચત, રોકાણ ,વળતર જેવી અનેક બાબતો ઉપરાંત આપની અને આપના નાણાંની સુરક્ષાની વાતોનો પણ સમાવેશ થાય છે. આજે મની મેનેજરમાં સ્મોલ સેવિંગ સ્કીમ વિશે, શા માટે આ છે ઉત્તમ માધ્યમ, દર્શકોના સવાલ પર નજર.


વળતર એ દરેક રોકાણ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. અને આ રોકાણ કરવા ખુબ જ જરૂરી છે યોગ્ય બચત. તો આ દરેક બચતને યોગ્ય રીતે રોકવા ઘણા ઓપ્શન પણ હોય છે. અને સુરક્ષિત રોકાણ કરવા શ્રેષ્ઠ ઓપ્શન છે સ્મોલ સેવિંગ સ્કીમ કે પોસ્ટ ઓફિસ સ્કીમમાં રોકાણ. ત્યારે હાલ 3 મહિના માટે આ રેટમાં કોઈ ફેરફાર નથી થયા ત્યારે અહિં રોકાણ માટે કેવી તક છે અને તેની ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ પ્લાનર અર્ણવ પંડ્યા.


અર્ણવ પંડ્યાનું કહેવુ છે કે હાલ કોઇ બદલાવ નથી તે ફાયદાકારક છે. હાલ રોકાણકાર માટે અન્ય ઓપ્શન કરતા સ્મોલ સેવિંગ સ્કીમ સારો ઓપ્શન છે. હાલ હાયર ઇન્ટરેસ્ટ પર લોકઇન કરી આ તક્નો ઉપયોગ કરવો જોઇએ. જો તમારા રોકાણમાં લિમીટ હોય તો તમારે તેનો ઉપયોગ કરી લેવો જોઇએ. માર્ય બાદ આ રેટમાં બદલાવ આવી શકે ચેવી સંભાવના છે. દરેક ઇન્સ્ટ્રુમેન્ટમાં આ જ રેટ લાગુ પડે તેવું જરૂરી નથી. પીપીએફમાં કૂલ લિમીટ સુધી રોકાણ કરી લેવું જ જોઇએ. પીપીએફમાં કંપાઉન્ડિંગનો ફાયદો થાય છે અને આ 80cમાં પણ ફાયદો અપાવે છે.